________________
સૂ૦ ૧-૧-૨
૬૫ આચાર્ય ભગવંતની વ્યાખ્યા પ્રમાણે સ્વ અને પરમાં સમવાય સંબંધથી રહેલી એવી ક્રિયાને પ્રાપ્ત કરાવનાર એવું દ્રવ્યોનું જે સામર્થ્ય છે તે કારક કહેવાય છે. તેવતો તિ' અહીં સ્વાશ્રયમાં સમવાય સંબંધથી રહેલી એવી ગમનક્રિયાનું સામર્થ્ય છે તથા “વત્તઃ મોદ્રનું પતિ”માં પરમાં આશ્રિત એવી (કોઢનમાં રહેલી) સમવાય સંબંધથી રહેલી પ્રતિ ક્રિયાનું સામર્થ્ય તે પણ કારક કહેવાય છે. આમ તો શક્તિને કારક કહેવાય છે. આથી તેવદ્રત્તને બદલે શક્તિને પ્રથમા થવાની આપત્તિ આવે, પરંતુ શક્તિ એ ગુણ સ્વરૂપ છે. આથી ગુણ અને ગુણીનો અભેદ માનીને ગુણી એવા દ્રવ્યને કારક કહ્યું છે. હવે આ કારકો કર્તા વગેરે અનેક પ્રકારનાં છે તથા આ અનેક પ્રકારની કારકો અભિન્ન એવા દ્રવ્યમાં પણ પ્રાપ્ત થાય છે. દા.ત. પીવાતું એવું મધુ (માદક દ્રવ્ય) મદને કરે છે. અહીં પીવાની ક્રિયાની અપેક્ષાએ મધુ શબ્દમાં કર્મત્વશક્તિ આવે છે તથા મદ્રતિ ક્રિયાની અપેક્ષાએ મધુમાં કર્તુત્વશક્તિ આવે છે. સંસ્કૃત વાક્ય પીયમાનં મધુ મતિ એ પ્રમાણે હતું. આ વાક્યમાં એક જ મધુ શબ્દમાં કર્તુત્વ અને કર્મત્વ એમ બે પ્રકારની કારકશક્તિ આવે છે. વૃક્ષન્ ગઈ તત: સ્નાન કવનતિ , આ વાક્યમાં વૃક્ષ સ્વરૂપ પદાર્થમાં ચડવાની ક્રિયાની અપેક્ષાએ કર્યત્વશક્તિ આવે છે અને ભેગા કરવાની ક્રિયાની અપેક્ષાએ અપાદાન શક્તિ આવે છે.
હવે, ત્રીજું ઉદાહરણ બતાવે છે – વિષયેગો વિખ્યાત્મજ્ઞા તેગ્ય: પવ માત્માનમ્ પ્રયચ્છનું તૈ: વ વન્યમ્ નાખોતિ | આ વાક્યનો અર્થ આ પ્રમાણે છે – વિષયોથી ભય પામતો એવો મૂર્ખ વિષયોને પોતાની જાતને સોંપતો વિષયોવડે બંધને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણમાં વિષયોમાં અપાદાન કારકપણું, સંપ્રદાન કારકપણું તેમજ કરણ કારકપણું એકસાથે જુદી જુદી ક્રિયાની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. હવે, જો એક દ્રવ્યમાં સર્વથા નિત્યપણું માનવામાં આવે તો એમાં અન્ય અન્ય અવસ્થાવાળા સ્વરૂપની અભિવ્યક્તિનો અભાવ થાય છે અને આમ થાય તો એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન કારકપણું કેવી રીતે ઘટી શકે? આમ, એકાંત નિત્યપક્ષમાં મધુ, વૃક્ષ તથા વિષય વગેરે શબ્દોમાં અનેક કારકોની પ્રાપ્તિનો અસંભવ થશે. આ પ્રમાણે સાધ્યસાધનરૂપ કારકવ્યવહારનો લોપ થવાનો પ્રસંગ આવે છે. અહીં સાધ્ય એટલે ક્રિયા અને સાધન એટલે કારક. કોઈ પણ વસ્તુને જો એકાંતે અનિત્ય માનવામાં આવે તો પણ તેવી વસ્તુ ઘટી શકતી નથી. 5. 2 ) 1ી હરિ ના પતી જે નાશ થઈ જતો હોય તો જતાં જતાં કાઢોમાં પધાન