________________
સૂ૦ ૧-૧-૨ કોણ બતાવે? બસ, જીવનભર આવું જ કરતા રહો અને આ પ્રમાણે સુખી થતાં રહો.” અહીં વાચ્યાર્થથી તો વક્તાની શ્રોતા પ્રત્યે ઉપકારિતા પ્રગટ થાય છે, પરંતુ વ્યગ્યાર્થ તો મિત્રના બહાનાથી શત્રુની દુષ્ટ હૃદયતાનું પ્રકાશન થાય છે. આમ, વ્યગ્યાર્થ વાચ્યાર્થનો સંપૂર્ણ તિરસ્કાર કરે છે. આવા ધ્વનિકાવ્યમાં વાચ્યાર્થને કહેવાની ઇચ્છા હોતી નથી.
આ પ્રમાણે જેમ ધ્વનિકાવ્યમાં શબ્દ ઉપરથી વાચ્યાર્થ સિવાયનો અર્થ જણાય છે, તે જ પ્રમાણે અહીં શબ્દાનુશાસનમાં પણ પ્રત્યય અને પ્રકૃતિના વિભાગ સ્વરૂપ અનુવાદથી વિધેયનો – સમ્યકુ શબ્દનો નિશ્ચય થઈ શકે છે. આથી અભિધેય અને પ્રયોજન પણ આ ગ્રંથમાં જણાય છે એ પ્રમાણે સિદ્ધ થાય છે.
- -: જાસસારસમુદ્ધાર :(न्या०स०) सिद्धिरित्यादि-लोके प्रसिद्धसाधुत्वानां शब्दानामन्वाख्यानार्थमिदं शब्दानुशासनमारभ्यते । अन्वाख्यानं च शब्दानां प्रकृत्यादिविभागेन सामान्य-विशेषवता लक्षणेन व्युत्पादनम् । तच्च शब्दार्थसंबन्धमन्तरेण न संभवति । शब्दार्थसंबन्धसिद्धिश्च स्याद्वादाधीना इत्यत आह-सिद्धिः स्याद्वादात् । दशधा सूत्राणि-संज्ञा-१ परिभाषा-२ ऽधिकार-३ विधि-४ प्रतिषेध५ नियम-६ विकल्प-७ समुच्चया-८ ऽतिदेशा-९ ऽनुवाद-१० रूपाणि । तत्र "औदन्ताः સ્વર:” [૨૨.૪.] તિ ૧. “પ્રત્યયઃ પ્રત્યારે ” [૭.૪.૨૫] તિ રા “પુટિ" [૨.૪.૬૮.] કૃતિ રૂ . “નાચત્તાવ o” [૨.રૂ.૨૫.] રૂતિ કI “ તું વળે” [૨.૨.૨૩] તિ, 4 “નામ સિદ્રવ્યને” [૨.૨.૨૨.] રૂતિ ૬ / “ી નવેતી" [.૨.૨૮] રૂતિ ૭ | “તોડતા” [૨.૪.૪૧.] રૂતિ ૮ | “દ્રિતો વા” [૮.૪.૨.] તિ . “તયોઃ સમૂહવન્દ્ર, बहुषु" [७.३.३.] इति १० । इत्यादीनि सूत्राणि प्रत्येकं ज्ञातव्यानि । एतेषां मध्ये इदमधिकारसूत्रमाशास्त्रपरिसमाप्तेः ।
- -: જાસસારસમુદ્ધારનો અનુવાદ - ' ઉપરની તમામ પંક્તિઓનો અનુવાદ બૃહન્યાસમાં આવી ગયો છે. માત્ર દશ પ્રકારના સૂત્રોમાં અમે ઉદાહરણો અલગ અલગ બતાવ્યા છે.
(न्या०स०) स्यादित्यव्ययमिति-विभक्त्यन्ताभत्वेन स्वरादित्वाद् वाऽनेकान्तं द्योतयति वाचकत्वेनेत्यनेकान्तद्योतकम् ।
અનુવાદ:- વિભક્તિ અંત જેવી આભા જેની છે એવું સ્વરૂપ હોવાથી, અથવા તો સ્વરાદિપણું હોવાથી થાત્ અવ્યયસંજ્ઞાવાળો થાય છે. વિભક્તિ અંત જેવી આભાથી અવ્યયસંજ્ઞા