________________
૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ કાવ્યપ્રકાશના ચોથા ઉલ્લાસમાં આ અનુસંધાનમાં એક શ્લોક આવે છે. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે – જે કાવ્યમાં અથવા ગદ્યમાં વાચ્યાર્થ બીજો હોય અને પ્રતીયમાન (જણાતો) અર્થ બીજો હોય તે ધ્વનિકાવ્ય કહેવાય છે. કાવ્યો ત્રણ પ્રકારનાં છે : જઘન્ય, મધ્યમ અને ઉત્તમ. જે ધ્વનિકાવ્યો છે તે ઉત્તમ કાવ્યો છે.
અવિવક્ષિતવાચ્યવાળું જે ધ્વનિકાવ્ય છે એ ધ્વનિકાવ્યમાં અર્થાન્તરમાં સંક્રમિત એવું વાચ્ય હોય છે અથવા તો અત્યંત તિરસ્કૃત એવું વાચ્ય હોય છે. લક્ષણા જેના મૂળમાં છે એવા ગૂઢવ્યંગ્યાર્થીની પ્રધાનતા ધ્વનિકાવ્યમાં હોય છે. વાચ્યાર્થ આવા કાવ્યોમાં વિવક્ષિત હોતો નથી.
લક્ષણા બે પ્રકારની છે : (૧) જેમાં મુખ્યાર્થ તિરસ્કૃત થાય છે તથા મુખ્યાર્થ બાધિત થઈને અર્થાન્તરમાં સંક્રમિત થાય છે. (૨) સંક્ષેપમાં વાચ્યાર્થી સંપૂર્ણ બાધિત થાય છે અથવા તો આંશિક બાધિત થાય છે. આ પ્રમાણે બે પ્રકારવાળી લક્ષણો છે. કોઈ નબળા માણસને બહાદૂર કહેવામાં આવે તો અહીં મુખ્યાર્થ અત્યંત તિરસ્કૃત થાય છે તથા યષ્ટી: પ્રવેશય (તું લાકડીઓને પ્રવેશ કરાવ.) અહીં લાકડીઓ સ્વરૂપ વાચ્યર્થ છે તો ખરો, પરંતુ એકલી લાકડીઓને પ્રવેશ કરાવાય નહીં. આથી લાકડીવાળાઓને તું પ્રવેશ કરાવ એવો અર્થ થશે. આથી મુખ્યાર્થ તો લાકડીવાળાઓ જ થશે. આ પ્રમાણે વાચ્યાર્થ સ્વરૂપ લાકડીઓ અહીં મુખ્યાર્થ ન રહેવાથી વાચ્યાર્થ આંશિક બાધિત થાય છે.
અહીં યત્ર સ ધ્વની તિ મનુવાહિત ધ્વનિરિતિ શેઃ પંક્તિઓ લખી છે તો ત્યાં ય સર્વનામથી જે લખાયું હોય તેનો બોધ તત્ સર્વનામથી સૂચિત થયેલામાં થાય છે, તેને અનુવાદ કહેવામાં આવે છે. દા.ત. જે અલ્પ ભોજન કરવાવાળા છે તે મુનિ છે. અહીં વત્ સર્વનામથી સૂચિત અલ્પ ભોજન કરવાવાળા સ્વરૂપ પદાર્થ છે, જ્યારે તત્ સર્વનામથી સૂચિત મુનિ શબ્દ છે. આ મુનિ શબ્દ એ અનુવાદથી થયેલો બોધ કહેવાય. એ પ્રમાણે યત્ર ધ્વની પંક્તિનો અર્થ જ ધ્વનિ કરવામાં આવ્યો તે અનુવાદથી થયેલો બોધ કહેવાય. યત્ર ધ્વનૌમાં ધ્વનિ શબ્દ યર્ સર્વનામથી સૂચિત છે અને સ ધ્વનિમાં તત્ સર્વનામથી સૂચિત છે. આ પ્રમાણે તે ધ્વન: એ અનુવાદથી થયેલો બોધ જાણવા યોગ્ય છે.
અવિવક્ષિત વાગ્યવાળું ધ્વનિકાવ્ય બે પ્રકારનું છે. ત્યાં વાચ્યાર્થનો ઉપયોગ ન હોવાથી અર્થાન્તરમાં પરિણત એવું વાચ્ય હોય છે. દા.ત. “અહીં બુદ્ધિમાન લોકોની બેઠક ચાલી રહી છે. આથી જો તમે અહીં બેસવા માંગતા હો તો સમજી વિચારીને બેસજો.” અહીં વક્તાનો શ્રોતા પ્રત્યે હિતકારિતા સ્વરૂપ મુખાર્થ છે. અહીં આંશિક વાચ્યાર્થ તો રહે જ છે, પરંતુ મુખ્યતાથી તો વક્તાનો શ્રોતા પ્રત્યે હિતોપદેશ જ છે. આમ, વાચ્યાર્થ અર્થાન્તરમાં સંક્રમિસ્ત થયેલું છે. “અરે ! તમારા ઉપકારોનું શું વર્ણન કરું? તમે જે સજ્જનતા બતાવી છે, એવી સજ્જનતા