________________
૦ ૧-૧-૨
“अविवक्षितवाच्यो यस्तत्र वाच्यं भवेद् ध्वनौ । [અર્થાન્તરે સંમિતમત્યનું વા તિરસ્કૃતમ્' શ્॥ काव्यप्रकाशस्य चतुर्थोल्लासे सूत्रम् ॥३९॥
૭૭
तद्वृत्तिः-लक्षणामूलगूढव्यङ्गयप्राधान्ये सत्येवाविवक्षितं वाच्यं यत्र स 'ध्वनौ' इत्यनुवादाद् ध्वनिरिति ज्ञेयः । तत्र च वाच्यं क्वचिदनुपयुज्यमानत्वादर्थान्तरे परिणतम्, क्वचिदनुपपद्यमानतयाऽत्यन्तं तिरस्कृतम् । कारिकार्थस्तु - अविवक्षितम्-अनुपयुक्तम् अन्वयायोग्यं वा वाच्यं वाच्योऽर्थो यत्र तादृशो यो ध्वनिः तत्र, तस्मिन् ध्वनौ 'उत्तमे काव्ये' वाच्यं वाच्योऽर्थः अर्थान्तरे वाच्यलक्ष्यसाधारणे-ऽर्थे संक्रमितं परिणमितम्, अत्यन्तं तिरस्कृतं त्यक्तं वा भवेदिति] इत्यत्र स ध्वनिरिति वदति, तेनाभिधेय - प्रयोजनयोः परता तन्निष्ठतापीत्यर्थः सिद्धो भवतीति ॥२॥
*
અનુવાદ :- પૂર્વપક્ષ :- કોઈપણ વ્યક્તિને અભિલાષ ઉત્પન્ન કરવામાં પ્રયોજન જ કારણ બને છે. શબ્દાનુશાસન ગ્રન્થ સમ્યજ્ઞાન પ્રયોજનવાળો છે અને તેનું અભિધાન (કથન) કરવામાં આવ્યું તે જ પ્રમાણે અભિધેયનું (અર્થનું) કથન કરવા યોગ્ય છે. અભિધેયનું કથન કરવામાં આવે તો જ વ્યક્તિને જણાઈ શકે છે કે આ વસ્તુ મારા માટે શક્ય છે અથવા નથી. દા.ત. અહીંથી મારે અમદાવાદ જવું હોય તો સૌ પ્રથમ તો અમદાવાદ જવાનું પ્રયોજન બતાવવામાં આવે તો જ તે પ્રયોજનના રસવાળા વ્યક્તિને અમદાવાદ જવાની અભિલાષા થશે. જેમ કે સુતરાઉ કાપડ ખરીદવા જવાનું છે આવું કહેવામાં આવે ત્યારે તે ખરીદીના રસવાળાને અમદાવાદ જવાની અભિલાષા થશે, તે જ પ્રમાણે સુતરાઉ કાપડ સ્વરૂપ વાચક શબ્દનો પદાર્થ શું છે ? તે પણ જણાશે તો જ તે તે વ્યક્તિઓ ત્યાં જવાની ઉત્સાહવાળી થશે. આથી અભિધેયનું કથન પણ આવશ્યક છે.
આ ગ્રન્થમાં પ્રયોજન બતાવાયું છે પરંતુ અભિધેય બતાવાયું નથી. અભિધેયનું ઉદ્દેશ્યપણું હોવાથી તેનું કથન અહીં થવું જોઈએ, પરંતુ તે અહીં નથી થયું. આ ગ્રન્થમાં (સૂત્રમાં) એવું કહેવામાં આવ્યું નથી કે હું શબ્દાનુશાસનનો આરંભ કરું છું. જે પ્રમાણે જીવવિચાર પ્રકરણમાં પહેલી જ ગાથામાં જીવના સ્વરૂપનું કથન મારાવડે કરાય છે, એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ પ્રમાણે અહીં સૂત્રમાં શબ્દાનુશાસન સ્વરૂપ ઉદ્દેશપણાંનું કથન કરવામાં આવ્યું નથી.
ઉત્તરપક્ષ :- આ ગ્રંથમાં શબ્દોની સિદ્ધિ આવવાની છે. દરેક ધાતુ અને નામોને કયાં-કયાં પ્રત્યયો લાગીને કેવી રીતે શબ્દોની સિદ્ધિ થશે ? તે બતાવવામાં આવશે. આમ, તેના અનુવાદથી પણ વિધિનો નિર્ણય થઈ શકશે. વિધેય સ્વરૂપ શબ્દાનુશાસન છે, જે અભિધેય સ્વરૂપે છે તેનું કથન અનુવાદથી થઈ શકશે.