________________
૭૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સ પ્રત્યય થતાં પક્ષ શબ્દ બને છે. આમ સાધ્ય-ધર્મથી વિશિષ્ટ એવો જે ધર્મી છે તે “પક્ષ' કહેવાય છે અને આ પક્ષ, હેતુ વગેરેવડે પ્રગટ કરાય છે. દા.ત. ધ્વનિ: નિત્ય / અહીં અનિત્યત્વધર્મ ધ્વનિ સ્વરૂપ પક્ષમાં રહે છે. આથી અનિત્યત્વ એ સાધ્ય સ્વરૂપ ધર્મ બનશે અને આવા સાધ્ય સ્વરૂપ ધર્મથી વિશિષ્ટ ધ્વનિઃ એ પક્ષ કહેવાય છે.
હવે પ્રતિપક્ષની વ્યાખ્યા કરે છે – “પ્રતિ: પક્ષ = પ્રતિપક્ષ:' જે લોકો શબ્દમાં અનિત્યત્વ નથી માનતા અને માત્ર નિત્યત્વ માને છે તેવા લોકોને માટે “ધ્વનિઃ નિત્ય:' એ પ્રતિપક્ષ બની જશે. હવે જેને માટે પક્ષ છે તે જ વસ્તુ અન્ય લોકો માટે પ્રતિપક્ષ બની જશે તથા બીજાઓનો જે પક્ષ છે તે પણ બીજાઓ સિવાયનાં અન્યો માટે પ્રતિપક્ષ બની જશે. આથી પરસ્પર પક્ષનો અને પ્રતિપક્ષોનો ભાવ એવો અર્થ અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવનો થશે. આનું સંપૂર્ણ તાત્પર્ય આ પ્રમાણે થશે - એક ધર્મોમાં પરસ્પર વિરોધી ધર્મની સ્થાપના કરવી (રજૂઆત કરવી) તે અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવ થશે.
ત્યારબાદ તત: લખવા દ્વારા ઉપરોક્ત સંપૂર્ણ શબ્દને પંચમી કરી છે એવું જણાવે છે, અથા શબ્દ દષ્ટાંતની રજૂઆત કરવા લખ્યો છે. પરે શબ્દથી આચાર્ય ભગવંતનાં શાસન સિવાયનાં બીજાઓ સમજવાં.
હવે મરિ: શબ્દની વ્યુત્પત્તિને બતાવે છે – અહીં મત્સર શબ્દને અર્થમાં ન્ પ્રત્યય લાગે છે. જે ગતિશીયન અર્થને જણાવે છે. પ્રશંસા અથવા નિંદાના યોગમાં ગતિશીયન શબ્દ આવે છે અને આવા અર્થનો દ્યોતક મત અર્થનો રૂન પ્રત્યય થાય છે. આથી જેઓ અત્યંત અસહનશીલતાનાં સ્વભાવવાળાં છે તે મરિનું કહેવાય છે અને આ મત્સરિનનું પ્રથમા બહુવચન મરણ થાય છે. આથી અત્યંત અસહનશીલતાવાળા બીજાઓ છે એવો અર્થ થશે.
હવે પ્રવાઃ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – પોતે સ્વીકારેલા અર્થનું જેઓવડે દઢતાથી પ્રતિપાદન કરાય છે તેવા અર્થમાં પ્ર + વત્ ધાતુને વ્યગ્નનાર્ – (૫/૩/૧૩૨) સૂત્રથી ધન્ લાગતાં પ્રવા શબ્દ બને છે, જેનું પ્રથમા બહુવચન પ્રવાતા થાય છે. અહીં, કરણ અર્થમાં ધમ્ પ્રત્યય લાગતાં પ્રવાવાડનો અર્થ પ્રવચનો અર્થાત્ “શાસ્ત્રો કર્યો છે.
જે પ્રમાણે બીજા શાસ્ત્રો એકબીજાનાં વિરોધવાળા હોવાથી અત્યંત અસહનશીલતાવાળા છે તે જ પ્રમાણે તારું શાસ્ત્ર અસહનશીલતાવાળું નથી.
અહીં “પક્ષપાતી એ તવ સમય:"નું વિશેષણ છે અને વિશેષણ દ્વારા ગ્રંથકારે હેતનું કથન કર્યું છે. દા.ત. વિદ્વાન પુરુષો ક્ષતિ કરતાં નથી. અહીં પુરુષો એ પક્ષ છે તથા ક્ષતિ કરતાં નથી એ સાધ્ય છે. આથી જિજ્ઞાસા થાય છે કે વિદ્વાન પુરુષો કેમ ક્ષતિ કરતા નથી? એના અનુસંધાનમાં