________________
સૂ૦ ૧-૧-૨
૬૯
નામની મંહાનદી પાર કરવી અત્યંત દુષ્કર થશે. અહીં નવા સંબંધનું નામ અવિષ્વભાવ શબ્દ દ્વારા બતાવાયું છે.
આ પ્રમાણે અત્યંત ભેદ માનવામાં આવશે અથવા તો અત્યંત અભેદ માનવામાં આવશે તો વિશેષણ-વિશેષ્યભાવ ઘટી શકશે નહીં. આથી અનિચ્છાએ પણ દરેક પદાર્થમાં ભેદાભેદ સ્વરૂપ સ્યાદ્વાદ સ્વીકારવા યોગ્ય છે. આમ થવાથી ‘પમ્ વસ્તુ સત્ વ' વગેરે શબ્દપ્રયોગમાં વિશેષણવિશેષ્ય ભાવ સહેલાઈથી ઘટી શકશે.
1
(श० न्या० ) आदिग्रहणात् स्वसंज्ञादयोऽपि । तथाहि - अकाराकारयोर्यदि साधर्म्यमेव स्यात्, तदाऽस्तित्वेनेवान्यैरपि धर्मैः साधर्म्यं सर्वमेकं प्रसज्येत । यदि च वैधर्म्यमेव, तदा कस्य - चिदस्तित्वमपरस्य नास्तित्वमन्यस्य चान्यदिति तुल्यत्वाभाव इति । साधर्म्य - वैधर्म्यात्मकस्याद्वादसमाश्रयणे ह्रस्वदीर्घयोः कालभेदेन वैधर्म्येऽपि तुल्यस्थानाऽऽस्यप्रयत्नत्वेन साधर्म्यमस्तीति स्वसंज्ञाव्यवहारः । किञ्च, शब्दानुशासनमिदम्, शब्दं प्रति च विप्रतिपद्यन्ते - नित्य इत्येके, अनित्य इत्यपरे, नित्यानित्य इति चान्ये ।
અનુવાદ :- બૃહવૃત્તિ,ટીકામાં ‘વિશેષવિશેષ્યમાવાય:' પંક્તિ લખી છે ત્યાં આવિ શબ્દથી સ્વ-સંજ્ઞા વગેરેને પણ ગ્રહણ કરવા અર્થાત્ સ્વ-સંજ્ઞા વગેરે પણ સ્યાદ્વાદથી જ સિદ્ધ થાય છે.
સ્વ-સંજ્ઞા એ સાધર્મ્સધર્મથી જ સિદ્ધ થઈ શકશે. પરંતુ વૈધર્મધર્મથી સ્વ-સંજ્ઞા સિદ્ધ થઈ શકશે નહીં. સમાન ધર્મવાળાપણું એટલે સાધર્મ અને વિરુદ્ધ ધર્મવાળાપણું એટલે વૈધર્મ. હવે, બાર અને બાર વચ્ચે માત્ર સાધર્મ (સમાન ધર્મવાળાપણું) ધર્મ જ માનીશું તો અસ્તિત્વ વગેરેની જેમ અન્ય અન્ય ધર્મોથી પણ સાધર્મ્સ થઈ જશે અને આમ થશે તો બધું જ એક થઈ જશે. આથી અાર સાથે જેમ આારનું સાધર્મ્સ થશે તે જ પ્રમાણે ફાર, ગુજ્જર વગેરે તમામની સાથે પણ સમાન ધર્મવાળાપણું થઈ જતાં બધા જ વર્ણોમાં સ્વ-સંજ્ઞા થઈ જવાની આપત્તિ આવશે. આ આપત્તિ ન આવે તે માટે જો તમામ પદાર્થોમાં માત્ર વૈધર્મ્સ જ માનવામાં આવે તો કોઈકમાં અસ્તિત્વધર્મ રહેશે અને કોઈકમાં નાસ્તિત્વધર્મ રહેશે તથા અન્યમાં બીજો કોઈ ધર્મ રહેશે. આ પ્રમાણે તો બધા જ પદાર્થો એકબીજા સાથે વિરુદ્ધ ધર્મવાળા થવાથી તુલ્યપણાંનો જ અભાવ થઈ જશે. આથી સાધર્મ્સ-વૈધર્મ સ્વરૂપ સ્યાદ્વાદ જ અનિચ્છાએ પણ સ્વીકારવો પડશે. આ સ્યાદ્વાદનો સ્વીકાર થતાં બારનાં ઉચ્ચારણમાં એક માત્રા જેટલો સમય છે અને આારનાં ઉચ્ચારણમાં બે માત્રા જેટલો સમય છે. આથી હ્રસ્વ અને દીર્ઘમાં કાળનાં ભેદથી વૈધર્મ્સ હોવા છતાં પણ સમાન એવા સ્થાન અને આસ્ય પ્રયત્નથી સમાન ધર્મવાળાપણું પણ થાય જ છે. આ પ્રમાણે વર્ષોમાં સાધર્મ-વૈધર્મી સ્વરૂપ ઉભય ધર્મની એકસાથે પ્રાપ્તિ થતી હોવાથી સ્વસંજ્ઞાના વ્યવહારની પણ અબાધિતપણે પ્રાપ્તિ થશે જ. આ બધું સ્યાદ્વાદથી જ શક્ય થશે.