Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ IV Aસંપાદઠિય...કલમે... “શુદ્ધાતમ્ વિચારે ધ્યાવે.. શુદ્ધાતમેં કેલિ કરે; શુદ્ધાતમમેં સ્થિર રહે. અમૃતધારા વરસે રે....” શ્રી જિનેન્દ્રદેવના જ્ઞાનદર્પણમાં ઝલકી રહેલ મુક્તિ વધુના મુખચંદ્રને પ્રત્યક્ષ દેખવા માટે જેમણે કમરકસી છે તેવા પદ્મપ્રભમલધારિદેવ આચાર્ય કુંદકુંદના હૃદય સરોવરમાં પેસી, શુદ્ધાતનું અવગાહન કરી અને આત્મરસના રસાસ્વાદી બની અને ટીકામાં તેમણે મુક્તિના મંડપ સ્થાપ્યા. આ ભાવલિંગાણાની પ્રચુર આનંદની મસ્તીમાં ચાલેલી કલમની કમાલ છે. શુદ્ધભાવ અધિકાર એટલે શુદ્ધાત્માનો અધિકાર. આ અધિકાર ત્રિકાળ સ્વભાવને બતાવનારો અજોડ અધિકાર છે. આ ભેદજ્ઞાનની પરાકાષ્ટાનો અર્થાત્ અધ્યાત્મની ટોંચનો અધિકાર છે. શુદ્ધ સ્વભાવની અસ્તિની મતિ સંતોને કેવી વર્તે છે તે બતાવનારો અધિકાર છે. આ અધિકારને પ્રયોગાત્મક વિધિથી અને અનુભવ દેષ્ટિથી જોઈએ તો તેનિજ આત્મામાં “હું પણું ” સ્થાપિત કરાવનાર મહાન અધિકાર છે. અંતમાં કહું તો આ અધિકાર ભરતક્ષેત્રનો ભગવાન છે. આ અધિકાર વ્યવહારનો તો નથી, પ્રમાણનો પણ નથી; પરંતુ વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનો પણ નથી. આ અધિકાર નવતત્ત્વોને દર્શાવનારો નથી; કેમકે નવતત્ત્વો વ્યવહારનયનો વિષય છે તેથી આ અધિકાર ઉપર નવતત્ત્વોમાંથી કોઈ તત્ત્વનું નામ ન આપ્યું. આ અધિકારનું નામ તેના પેટાળમાં રહેલા ઊંડાણના આત્મસ્પર્શી ભાવોનું દર્શન કરાવે છે તેથી શુદ્ધભાવ નામ આપ્યું છે. આ અધિકારમાં સામાન્ય તત્ત્વને સ્કુરાયમાન કરતું પરમાર્થ પ્રભાવક નિરૂપણ કર્યું છે. ભવ્યોના ધન્યભાગ્ય અને ધન્યકાળે આ અધિકાર રચાય ગયો છે. આચાર્ય કુંદકુંદદેવ અને પદ્મપ્રભદેવ ધ્રુવદળની ઊંડાઈમાં લઈ જતાં ડર્યા નહીં. તેમણે નિશંક થઈ અને સર્વાગીપણે દૃષ્ટિનો વિષય પીરસ્યો. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી પરાકાષ્ટાએ કરી. સંતોની દૃષ્ટિમાં કોઈ પણ પ્રકારનો ભેદ સહ્ય નથી. જિનાગમ રત્નાકરમાંથી સંતોએ નિષ્કારણ કણાપૂર્વક અમૂલ્ય નિધાનને વીણી-વીણીને આપ્યા છે. તે સહજ ગુણમણિની રત્નમાળા ભવ્યજીવોના કંઠનું આભરણ બની છે. કારણનિયમ અને કાર્યનિયમની વ્યાખ્યા કરનારો ગ્રંથ એટલે નિયમસાર. નિયમ એટલે નિયમથી કરવા યોગ્ય કાર્ય. આ જગતમાં હિતકારક હોય તો તે સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ છે. અને તે કાર્ય નિયમરૂપ છે. આવા મંગલકાર્યની ઉત્પત્તિ કારણના આશ્રયે થાય છે. એ કારણ નિયમ તે શુદ્ધાત્મા છે. કારણ નિયમ અર્થાત્ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 348