________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXVII
શુદ્ધ અંત:તત્ત્વ છૂટતું ન હતું, તેથી અત્યંત કરુણા કરી અને હાઈડોઝ આપ્યો કે-પરિણામ પરદ્રવ્ય છે. જ્યાં પરિણામ પરદ્રવ્ય ભાસ્યા ત્યાં તો આત્મા તેના હાથમાં આવી ગયો.
આચાર્યદવની દૃષ્ટિમાં તીક્ષ્ણતા તો જુઓ! તેમણે પરિણામને પર ન કહેતાં પરદ્રવ્ય કહ્યું. પરિણામ સાથે સર્વ પ્રકારના સંબંધનો પરિહાર કરવા કમર કસી છે. રાગાદિભાવો અચેતનનું પરદ્રવ્ય છે અને સમ્યગ્દર્શનાદિભાવો તે ચેતનનું પરદ્રવ્ય છે. પરિણામ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આત્મા સ્વ અને પરિણામ પર તેમ પણ ન કહ્યું. જે પરિણામ આત્માને જાણવાનું છોડે છે તે પરિણામ પર છે. જે પરિણામ આત્માને જાણે છે તે પરિણામ પરિણામ છે. તેવો વિભાગ ન કરતાં જે પ્રગટ થાય છે તે બધું જ અમને પરદ્રવ્ય છે. તેમને કોઈપણ ભેદ પોસાતો નથી. દૃષ્ટિમાં તો ભેદનો અભાવ જ છે પરંતુ જ્ઞયમાં પણ ભેદ ખટકે છે. આ તેમની પરિણામ પ્રત્યેની પરમ ઉદાસીનતાનું પ્રતિક છે.
તéપરાંત તેઓશ્રીએ પરિણામને પ્રમાણનો અંશ છે તેમ ન કહ્યું. પરિણામ વ્યવહારજીવ છે તેમ પણ ન કહ્યું. સંવર-નિર્જરા ને મોક્ષ પ્રગટ કરવા માટે ઉપાદેય છે તેમ પણ ન કહ્યું. કોઈ જ હિચકાટ-ખિચકાટ વિના સીધુ જ પરદ્રવ્ય કહ્યું. પર્યાય માટે પરદ્રવ્ય વિશેષણ લગાવ્યું તે તેમના વૈરાગ્યની ખુમારી દર્શાવે છે.
સમ્યગ્દષ્ટિ વૈરાગી કેમ છે? તેને સમ્યગ્દર્શન પ્રત્યે પણ મમત્વ નથી. ઇન્દ્રિયસુખની ઉપેક્ષાની તો વાત જ શું કરવી ! પરંતુ જેને અતીન્દ્રિય સુખની પણ પરમઉપેક્ષા વર્તે છે. સંતોની દૃષ્ટિમાં અવેદક-અભોક્તા સ્વભાવની ચરમ સીમા વર્તે છે. શુદ્ધ પર્યાય પરદ્રવ્ય છે એટલે તેમાં સ્વદ્રવ્યની મમતા થતી નથી. મમતા નથી માટે વૈરાગ્ય વર્તે છે. પરિણામને અમે પરદ્રવ્ય જાણીએ છીએ તેથી અમે વૈરાગી રહ્યા છીએ. જો અમે પર્યાયને સ્વદ્રવ્ય જાણીએ તો અમારો વૈરાગ્ય ચાલ્યો જાય અને અમે રાગી થઈ જઈએ.
મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. પરદ્રવ્યની સાથે “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધ: પરદ્રવ્યાત્મતત્ત્વયોઃ” પરદ્રવ્યની સાથે આ આત્માને કોઈ પણ સંબંધ નથી. અહીં પરદ્રવ્ય એટલે પર્યાયની વાત ચાલે છે તે ખાસ ધ્યાન રાખવું. પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધતો નથી પરંતુ જ્ઞાતા-શય સંબંધ પણ નથી. તોડી નાખ સર્વ સંબંધને તો તને આત્મદર્શન થશે.
જેમાં અનંતજ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રગટ થયા છે તે મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમકે આત્માનું લક્ષણ જે પરમ પરિણામિક ભાવ તે મોક્ષ પર્યાયમાં નથી. મોક્ષ પર્યાયનું લક્ષણ ક્ષાયિકભાવ છે મોક્ષ પર્યાયની તન્મયતા ક્ષાયિકભાવથી છે પરંતુ પરમ પારિણામિકભાવથી નથી. વળી તે કર્મકૃત સાપેક્ષ અને નાશવાન છે તેથી તે પરદ્રવ્ય છે.
પરપદાર્થ, તેના આશ્રયે તો ધર્મ ન થાય પરંતુ ધર્મના આશ્રયે પણ ધર્મ થતો નથી. માટે ધર્મની પર્યાય આત્મા છે તેવી બુદ્ધિ કરીશમાં. ધર્મ તો ધર્મીના આશ્રયે જ થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk