________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ આ વિષય બીજો છે. જીવાદિ બાહ્ય તત્ત્વમાં મોક્ષ પણ બહિર્તત્ત્વ છે, હમણાં તેને પરદ્રવ્ય કહેશે. જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે. કર્મોપાધિજનિત જે ગુણ-પર્યાયો છે તેનાથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. સાધક આત્માને આત્મા ઉપાદેય છે, સાધક આત્માને જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે.
હવે ૩૮ ગાથાની ટીકા-“આ”, આ એટલે આ ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે! તેનું સંક્ષેપથી વર્ણન કરે છે. “હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.” આ હેય તત્ત્વ શું છે ? અને ઉપાદેય તત્ત્વ શું છે? ક્યનું સ્વરૂપ શું છે? અને ઉપાદેયનું સ્વરૂપ શું છે? તેનું આ ગાથામાં કથન કરવામાં આવે છે.
“જીવાદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ”, મૂળ સંસ્કૃતમાં “જીવાદિ” હતું તેમાંથી ટીકાકારે કાઢયું-“જીવાદિ સાત તત્ત્વો”. કુંદકુંદભગવાને “જીવાદિ' લખ્યું હતું ને ! તેમાંથી કાઢયું કે જીવાદિ સાતતત્ત્વોનો સમુહ. હવે ‘બાહ્ય તત્ત્વ' શબ્દનો ટીકાકાર વિસ્તાર કરે છે-બાહ્ય તત્ત્વ એટલે શું? એ પરદ્રવ્ય હોવાને લીધે બહિર્તત્ત્વ છે.
હવે આમાંથી એક પ્રશ્ન થાય કે –જીવ અજીવ, આસ્રવ બંધ, સંવર, નિર્જરા, મોક્ષ તે સાત તત્ત્વો કહ્યાં, તેમાં પુણ્ય-પાપ તો આસ્રવ તત્ત્વમાં આવી જાય અને તેઓ બહિર્તત્ત્વ ભલે હો ! પરંતુ જીવને બહિર્તત્ત્વમાં કેમ લીધું ? તેનો ખુલાસો સમયસાર ૩૨૦ ગાથા જે જયસેન આચાર્યદેવની ટીકા છે તેમાં કરેલો છે.
દશ પ્રકારના પ્રાણથી જે જીવ જીવે છે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. અશુદ્ધ પરિણામિક ભાવને જીવ કહેવામાં આવે છે. એટલે કે જીવના જે દશ પ્રકારના પ્રાણ છે, જેનાથી વ્યવહારે જીવે છે-તે બહિર્તત્વ છે. અને જીવ સામાન્ય છે તે અંત:તત્ત્વ છે. એક પ્રમાણ જ્ઞાનના વિષયભૂત જીવ દ્રવ્ય છે એ જીવદ્રવ્યને પ્રમાણનો વિષય કહેવાય અને જીવતત્ત્વને શુદ્ધનયનો વિષય કહેવાય. આમ ‘જીવદ્રવ્ય ’ શબ્દ એક છે. તે જીવદ્રવ્યમાં... જીવ સામાન્ય પણ આવી જાય.., જે જીવ શુદ્ધ જીવત્ત્વશક્તિથી જીવે છે તે નિશ્ચયનયનો વિષય છે. અને જે દશ પ્રકારના પ્રાણથી જીવે છે તે બન્ને મળીને પણ જીવદ્રવ્ય કહેવાય, પરંતુ તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. હવે તે પ્રમાણજ્ઞાનના વિષયમાં, પ્રમાણજ્ઞાન નિશ્ચયને પણ ગ્રહણ કરે છે અને તે પ્રમાણજ્ઞાન વ્યવહારનયને પણ ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન વ્યવહારનો નિષેધ કરતું નથી. જ્યારે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે.
પાઠમાં “જીવાદિ' શબ્દ છે ને ! જીવ આદિમાં ક્યો જીવ ય છે? દશ પ્રકારના પ્રાણથી જે જીવ જીવે છે એવો જે વ્યવહારજીવ એટલે કે પરિણામ તે જીવ હેય છે. દશ પ્રાણમાં પાંચ ઇન્દ્રિય, ઇન્દ્રિયનો ઉઘાડ, મનબળ, વચનબળ અને કાયબળ, તેત્રણ શ્વાચ્છોશ્વાસ અને આયુ તે હેય છે. આયુકર્મ તે અજીવ તત્ત્વમાં જાય છે. એ જીવની યોગ્યતા કે અમુક કાળ ની મર્યાદા સુધી જીવ શરીરમાં રહે તે યોગ્યતાને ભાવ આયુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk