________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩
66
‘આ નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.” તત્ત્વ એટલે ભાવ. તત્ત્વ એટલે સ્વરૂપ. તત્ત્વનો અર્થ ભાવ અથવા સ્વરૂપ. નિર્વિકલ્પ તત્ત્વના એટલે એના ભાવના સ્વરૂપનું કથન છે. આ ભગવાન આત્માની વાર્તા ચાલે છે. આ નિયમસાર શાસ્ત્ર ઊંચું અને એમાં પણ આ અધિકાર ટોંચનો છે. સત્ન જરા જેટલું-પૈસા જેટલું પણ લક્ષમાં લ્યે ને તો એક પૈસામાંથી સો પૈસા થઈ જશે. સત્ છે ને ! તેને પૈસા જેટલું તો લક્ષમાં લે ! અસત્તનો ઝગડો બહુ કર્યો. હવે એક પૈસા જેટલું સત્ને લક્ષમાં લે !
આ ગાથામાં કુંદકુંદભગવાને જે શુદ્ધાત્મા કહ્યો તેને અહીંયા નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જેને સમયસાર કહ્યો તેને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જેને જ્ઞાયક કહ્યો તેને નિર્વિકલ્પ કહેવામાં આવે છે જેને કારણ પ૨માત્મા કહ્યો તેને અહીંયા નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ એના સ્વરૂપનું કથન છે.
“ ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે ”, કહે છે કે જે શુદ્ધ પર્યાય થાય છે તે ક્ષણિક નિરુપાધિ સ્વરૂપ છે. શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે તે ક્ષણિક નિરુપાધિ સ્વરૂપ અર્થાત્ રાગથી રહિત છે. રાગની ઉપાધિ એમાં નથી. ભગવાન આત્મા કેવો છે ? તે ત્રિકાળ નિરુપાધિ છે, જેને કોઈપણ પ્રકારની રાગની ઉપાધિ લાગુ પડતી નથી. ભગવાન આત્મા કષાયની ઉપાધિથી રહિત છે. કર્મથી તો રહિત છે તે હવે પછીની ગાથામાં લેશે. રાગની ઉપાધિ અર્થાત્ દયા, દાન, કરુણા, કોમળતાના ભાવની ઉપાધિ જીવને લાગુ પડતી નથી. કેમકે એ ભાવો ત્રિકાળ જીવમાં નથી. ત્રણેય કાળ નિરુપાધિ અર્થાત્ ઉપાધિ રહિત જેનું સ્વરૂપ છે... જેનું એટલે આત્માનું સ્વરૂપ છે.
“ એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો (વિભાવરૂપ સ્વભાવના સ્થાનો ) નથી.” એકલા જીવાસ્તિકાય તેમ ન કહેતાં શુદ્ધ જીવાસ્તિકાયને એમ કહ્યું. છ દ્રવ્યમાં જે જીવદ્રવ્ય છે તે જીવાસ્તિકાય છે, પણ... તે શુદ્ધ જીવાસ્તિકાય નથી. જ્યારે મારો આત્મા શુદ્ધ જીવાસ્તિકાય છે. જીવાસ્તિકાયમાં મારો આત્મા અને બીજા આત્મા પણ તેમાં આવી ગયા. મારો આત્મા છે તે શુદ્ધ જીવાસ્તિકાયમાં આવે છે. એટલે જીવાસ્તિકાય જે દ્રવ્યો છે તે જ્ઞાનનું શેય છે. અને શુદ્ધ જીવાસ્તિકાય છે એ ધ્યાનનું ધ્યેય છે. છએ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જીવાસ્તિકાયરૂપ છે. પુદ્ગલ દ્રવ્યને પણ ઉપચારથી જીવાસ્તિકાય કહેવામાં આવે છે. પુદ્ગલ પરમાણું એક પ્રદેશી છે, તે બહુ પ્રદેશી નથી. ૫રમાણુની અપેક્ષાએ સ્કંધને ઉપચારથી બહુપ્રદેશી કહેવામાં આવે છે. ભગવાન આત્મા તો અનાદિ અનંત શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે. એ તો રાગની ઉપાધિથી રહિત છે.
આવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. આહા... હા... ! વિભાવને પણ સ્વભાવ કહ્યો. કેમકે આસ્રવની પર્યાયે એક સમયમાં ધારી રાખેલો ધર્મ હોવાથી તેને સ્વભાવ કહેવામાં આવે છે.., પણ તેને ગુણ કહેવામાં આવતો નથી. એ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk