________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૬૦
પ્રવચન નં:- ૪ ગાથા-૪૦
જેને માનની પણ ભૂખ નથી એવા સંતો ફરમાવે છે કે–આ શુભાશુભ ભાવ છે તે ઝેરના પરિણામ છે. એના ફળમાં તને આકુળતા થશે. તને આપદા અને દુઃખનું વેદન સમયે સમયે થાય છે તેથી તારો આનંદભાવ હણાય જાય છે. એટલે ભાવમરણ થાય છે.
નિજરૂપથી વિલક્ષણ, ભગવાન ચિદાનંદ આત્માથી વિરુદ્ધ લક્ષણવાળા, અમૃતના કુંભથી વિરુદ્ધ લક્ષણવાળા શુભાશુભભાવો એ બધાં ઝેરના લક્ષણ છે. એવા ફળોને છોડીને એટલે તેની ઉપેક્ષા કરીને. છોડવું છે શું ? દૃષ્ટિમાં ગ્રહ્યું છે તેથી દૃષ્ટિમાંથી ત્યાગ કરવાનો છે. છોડવાનું એટલે શું? એનું સ્વામિત્વપણું છૂટી જાય છે. સમકિતીને ગૃહસ્થ અવસ્થામાં તેનું સ્વામિત્વપણું છૂટે છે. આ કોઈ ચીજ મારી નથી. આહા... હા ! હું તો એક ચિદાનંદ આત્મા છું. બીજું મારું આ જગતમાં કાંઈ દેખાતું નથી. મારા સગાવ્હાલા તો મારી અંદર છે. આ મારો પરદેશ છે. હું કયાં આવી ચડયો આમાં !
66
“નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે, તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે-એમાં શો સંશય છે ? ” “ એનાં ફળોને છોડીને જે જીવ હમણાં ”, એટલે કાલ નહીં અને આજ પણ નહીં. કાલ તો નહીં પરંતુ આજે નહીં પરંતુ હમણાં એટલે આ ક્ષણે. હમણાં એટલે આ સમયે સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે. આહાહા ! સહજ અકૃત્રિમ, અનાદિ-અનંત સ્વભાવથી જ ચૈતન્યમય છે. કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી અને કોઈ સંયોગના વિયોગથી તેનો નાશ થતો નથી. તે કોઈ દિ ' જન્મતો નથી અને કોઈ દિ ’ મરતોએ નથી. એવો સહજ અકૃત્રિમ ચૈતન્યમય સ્વભાવ છે. ચૈતન્યમય જ્ઞાન અને આનંદમય એવું જે આત્માનું તત્ત્વ એટલે આત્માનું જે સ્વરૂપ છે તેને હમણાં ભોગવે છે તે કાલ ઉપર રાખતો નથી. આજે શુભાશુભભાવ ભોગવી લઉં અને કાલે આત્માને ભોગવીશ.. તેમ કરતો નથી.
કાલ.. કાલ.. ભાઈ કાલ, આજ.. આજ ભાઈ અત્યારે. ” અત્યારે ને બદલે તેમણે હમણાં કહ્યું. અત્યારે કહો કે હમણાં કહો તે બન્ને એક જ છે.
આહાહા ! “ જે જીવ આવા આત્મતત્ત્વને”, જીવ એટલે જે બહિર્માત્મા છે તે આવા શુદ્ધાત્માને, સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે તે જીવ-તે આત્મા ! અલ્પકાળમાં મુક્તિને પામે છે. તે અલ્પકાળની અંદર પૂર્ણઆનંદની પ્રાપ્તિ કરે છે. મુક્તિ એટલે પૂર્ણઆનંદ, પૂર્ણઆનંદની પ્રાપ્તિ. નિયમસારમાં ચોથી ગાથામાં મોક્ષનો વિસ્તાર કરતા કહ્યું કે-પૂર્ણઆનંદની ઉપલબ્ધિ તેને મોક્ષ કહેવામાં આવે છે. પૂર્ણઆનંદની ઉપલબ્ધિ એટલે પ્રગટતા. ઉપલબ્ધિ એટલે પ્રગટતા નામ પ્રાપ્તિ, પ્રાપ્તિ એટલે વ્યક્તતા. પૂર્ણ આનંદ જ્યાં પ્રગટ થયો તેને ભગવાન મુક્તિ કહે છે.
સાધક જીવ અલ્પકાળમાં હોં ! લાંબા કાળે નહીં એક વાત કરી. હમણાં તો હમણાંનું
66
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk