________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
શુદ્ધ અંત:તત્ત્વ
આહા.. હા ! દ્રવ્યાનુયોગમાં આ નિયમસાર પરમાગમ શાસ્ત્ર અલૌકિક છે. ટીકાકાર સંત ફરમાવે છે કે હું ભવ્ય. આત્મા ! શુભાશુભભાવથી ઉત્પન્ન થયેલો આ આકુળતામયદુ:ખમય જે ભાવ છે એ વિષ નામ ઝેર છે. એ ઝેરથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના જે આનંદમય પરિણામ છે તેનો નાશ થઈ જાય છે, એટલે કે તેનું મરણ થાય છે, પરંતુ ભગવાન આત્માનું તો મરણ થઈ શકતું નથી. વિષનું પાન કરવાથી કોનું મરણ થાય છે? કહે છે–તેનું ભાવમરણ થાય છે. શ્રીમદ્જીમાં આવે છે-“ક્ષણક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.”
જ્યાં થોડો શુભભાવ અને હત્ પુણ્ય કર્યું તો રાજી થઈ ગયો. મિથ્યાષ્ટિનું પુણ્ય છે તે હત્ પુણ્ય છે. અહીં કહે છે-ભાઈ ! એમાં તારું ભાવમરણ થયું. તું એ ઝેરનું પાન કરી રહ્યો છો. એ સમ્યગ્દર્શનમાં ઉત્પન્ન થતો અતીન્દ્રિયઆનંદ શુભાશુભભાવમાં હણાય જાય છે. અને તને હિંસા થઈ જાય છે. તારું સમયે-સમયે ભાવમરણ થાય છે. તેની તને ખબર પડતી નથી. અરે ! એ વિષપાનને તું છોડ અને અમૃતપાન તું કરી લે ! એક વખત અમૃતનો સ્વાદ આવ્યા પછી એ તને વિષ જ લાગશે. અત્યારે તને અમૃત લાગે છે. અત્યારે શુભભાવ મીઠો-મધુરો લાગે છે. પણ એ કડવો, કષાયેલો અને ઝેરરૂપ ભાવ છે. એક વખત આત્મસન્મુખ થઈને અતીન્દ્રિયઆનંદનું તું પાન કરીશને અને પછી સવિકલ્પદશામાં આવીશને ત્યારે તને આ ઝેર લાગશે. એટલે ઝેર પ્રત્યે તને અત્યંત ઉપેક્ષા થશે. અત્યંત ઉપેક્ષા થવાથી ફરી ફરીને ઉપયોગ અંદરમાં આનંદના અનુભવમાં આવી જશે. આહા ! એ અત્યારે તને કેમ વિષ લાગતું નથી ? પેલો અતીન્દ્રિયઆનંદનો અનુભવ નથી એટલે વિષ લાગતું નથી. તેમાં તેને મીઠાસ લાગે છે.
આહા.. હા ! મકાનના ફર્નિચર શું કરાવે! પાંચ લાખના દશ-દશ લાખના ફર્નિચર કરાવે. દશ લાખનો ફલેટ અને દશલાખનું ફર્નિચર કરાવે. આહા ! એ બધું રહેવા દે ભાઈ ! એમાં મમતા કરમાં. જે દરવાજા બનાવ્યા છે એ દરવાજામાંથી તને કાઢશે.. રામ બોલો ભાઈ રામ! એ મકાનનું, દરવાજાનું તું અભિમાન લઈને આવી રહ્યો છે. એ સ્મશાન તારે છોડવા પડશે.
શ્રોતા:- વર્તમાનમાં સ્મશાન છે.
ઉત્તર:- હા, આચાર્ય ભગવાન ત્યાં સુધી ફરમાવે છે કે જે ઘરની અંદર તત્ત્વચર્ચા થતી નથી એ ઘર સ્મશાન સમાન છે. શું કહ્યું? વીસ લાખના ફલેટમાં જ્યાં તે ટી. વી. જોઈ રહ્યો છો.. પણ તું તત્ત્વની પા કલાક કે અડધો કલાક કે કલાક પણ બેસીને તત્ત્વની વાત કરતો નથી તો અમે કહીએ છીએ કે-તારું મકાન સ્મશાન છે. આહા ! “નાગા બાવા બાદશાહથી આઘા” ગુરુદેવે આમ ફરમાવ્યું છે ને! મુનિઓને શું છે? તેને કાંઈ ખરડો કરવો છે? તેને કાંઈ અપેક્ષા છે? અરે ! ચક્રવર્તી વંદે છતાં પણ ન મળે માન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk