________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
પ્રવચન નં:- ૪ ગાથા-૪) જે તારી અનાદિની માન્યતા છે તે મિથ્યાશ્રદ્ધારૂપ છે. હવે જે વાત તારા અનુભવમાં આવી છે અને તારા સાંભળવામાં પણ આવી છે અને પરસ્પર આચાર્યપણું પણ તું કરી રહ્યો છે એની અમને ખબર છે. હવે બે ઘડી તું એ વાતને તારા ખાનામાં ડીપોઝીટ રાખ! હમણાં ફેંકીશ નહીં. તને કોઈ સારી ચીજ મળી જાય તો ફેંકી દેજે.
શુભ અને અશુભથી રહિત એવો જે આત્મા છે તે આત્માને ચૂકીને, આત્માને ભૂલીને, પારદ્રવ્યનું લક્ષ કરીને, કર્મના ઉદયમાં જોડાઈને જે શુભ અને અશુભ પરિણામ થાય છે એ સર્વ કર્મરૂપી વિષવૃક્ષો છે. વિષ એટલે ઝેરનું ઝાડ છે. વિષ એટલે ઝેર અને વૃક્ષ એટલે ઝાડ. વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં શુભને અશુભ બન્ને ફળો છે. વિષવૃક્ષથી ઉત્પન્ન થયેલાં શુભને અશુભ ફળ બન્ને ઝેર છે. વિષ્ટા ન કહ્યું. વિષ્ટા ખાય તો મરે નહીં પરંતુ ઝેર ખાય તો...?
આહા... હા ! પુણ્યને વિષ્ટા કહી ત્યાં તો આખું ભારત ચમકી ગયું. વિષ્ટા અને ઝેર એ બે શબ્દોમાં મોટો આંતરો છે. “વિષ” શબ્દ તો સમયસારમાં છે, તેની સામે ઉહાપોહ થઈ શકે તેમ નથી. સંતો કહે છે–સાંભળ ! બે ઘડી તારી માન્યતાને એક બાજુએ રાખી અને એક નવી વાત સાંભળ ! હું તને તારા હિતની વાત કહું છું બાપુ! અમે જેનાથી હિત સાધ્યું છે અર્થાત્ અનુભવ કરીને આ વાત તને કહીએ છીએ. તારા જે શુભાશુભ પરિણામ છે એ વિષવૃક્ષોથી ઉત્પન્ન થયેલાં ઝેરના ફળોને છોડ હવે. સામાયિકનો વિકલ્પ તે વિષવૃક્ષ છે.
હવે કહે છે–સામાયિક બે પ્રકારની છે. (૧) વીતરાગી સામાયિક અને (૨) શુભરાગરૂપી સામાયિક. સમકિતીને આવી બે પ્રકારની સામાયિક હોય છે. (૧) નિશ્ચય સામાયિક અને (૨) વ્યવહાર સામાયિક. અજ્ઞાનીને નિશ્ચય સામાયિક નહીં હોવાથી તેના શુભભાવરૂપ વ્યવહારને સામાયિક નામ પણ આપવામાં આવતું નથી. તેને કષાયની મંદતા કહેવામાં આવે છે. તેને નિશ્ચય ન હોવાથી ઉપચારથી સામાયિકપણ કહેવામાં આવતી નથી.
અજ્ઞાની કહે છે–સામાયિક તો દરરોજ બે ઘડી કરીએ છીએ. પ્રતિક્રમણ પણ સવાર-સાંજ કરીએ છીએ. તો કહે છે–તું કર્તા બુદ્ધિએ કષાયની મંદતા કરી રહ્યો છે. તને અકર્તા સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. આવા વિષવૃક્ષથી ઉત્પન્ન થતાં ફળોને. આમાં પહેલા વાકયમાં વિષવૃક્ષ છે અને બીજા વાકયમાં ફળ લીધું છે. શુભાશુભ ભાવ તે વિષવૃક્ષનું ફળ છે. એ ફળ કેવું છે તે કહે છે.
નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને”, નિજ જ્ઞાન ને આનંદ એવી જે મારી સંપદા તે અમૃતનો કુંભ છે. એ અમૃતકુંભથી વિલક્ષણ એટલે વિરુદ્ધ આ શુભાશુભ ભાવો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk