________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
- પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ નિશ્ચયમાં લઈ જાય છે. જ્ઞાનીઓના જન્મ તેના માટે જ હોય છે. જ્યારે-જ્યારે જ્ઞાનીઓનો જન્મ થાય છે ત્યારે ત્યારે સ્વભાવની પ્રાપ્તિ કરાવવા માટે જ તેમનો જન્મ થાય છે.
આ દેહાદિ તો તારા નથી પરંતુ આ સંયોગ પણ ક્યાંય દૂર રહી ગયા. હવે જે પરિણામ પ્રગટ થાય છે. પછી તે સ્વાશ્રિત હોય કે પરાશ્રિત એ પણ તારું સ્વરૂપ નથી. કેમકે તે વિભાવ સ્વભાવો છે. તે વિશેષ ભાવો છે. તે મારું પદ નથી કેમકે તે કર્મકૃતભાવ છે અને સાવરણ છે. જ્યારે હું તો નિત્ય નિરાવરણ પરમાત્મા છું.
આહા.... હા ! વ્યવહારનો નિષેધ કરાવે છે; હાય ! હાય! જો વ્યવહારનો નિષેધ કરશો તો અમારું શું થશે? અહીં કહે છે-તો તને કેવળજ્ઞાન થઈ જશે. વ્યવહારનયનો તમે આશ્રય છોડાવશો તો મુનિઓ નિરાધાર થઈ જશે, અશરણ થઈ જશે! આવો પ્રશ્ન ઊઠાવ્યો છે. શાસ્ત્રમાં. અહીં કહે છે-ના, ના, અશરણ નહીં થાય; કેમકે તેને ભગવાન આત્માનું શરણ રહેલું છે. તેનો તો જલ્દી મોક્ષ થશે.
સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો જે પરિણામે ભાવ હોય તે પારિણામિક તેમ કહ્યું. પરિણામે તેવો શબ્દ છે, તેનો અર્થ ઉત્પાદ વ્યય ન લેવો. ક્ષણિક પર્યાય નહીં. પરિણામે છે એટલે છે, છે, છે ને છે એવો જે ભાવ હોય તેને પરિણામિકભાવ કહેવામાં આવે છે. પરિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે અને ઉપરના જે ચાર ભાવો કહ્યાં તે પર્યાયરૂપ છે. તે પર્યાયરૂપ હોવાથી નાશવાન છે. વળી તે કર્મ સાપેક્ષ છે. દ્રવ્યરૂપ જે પારિણામિકભાવ છે તે નિત્ય છે.. અને કર્મથી નિરપેક્ષ છે-શાશ્વત છે. થોડોક અભ્યાસ તો જોઈએ હોં! આ પાંચભાવની ખબર ન હોય તેને સમજાય નહીં.
શ્રીમદ્જીએ તેના વખતમાં કહ્યું છે-આ કાળમાં નવ તત્ત્વના નામ હોં ! ભાવ નહીં, નામ જાણનારા પણ આંગળીને વેઢે ગણાય તેટલા છે. અને ભાવને જાણનારા તો મને કોઈ દેખાતા જ નથી. આ તો નામમાત્ર હોં! નામ આવડે એવા પણ આંગળીને વેઢે ગણાય એટલા છે. અત્યારે આ ૪૫ વરસમાં કાળ એવો આવ્યો છે એ તો શ્રીમદ્જીના કાળ કરતાં ઘણો ઊંચો કાળ આવ્યો છે. આહા... હા ! આની સભામાં એવા પાત્ર જીવો પણ પાકયા છે. અને પાકતા આવે છે. જેમ ચૂલા ઉપર ચોખા ચડાવ્યા હોય તો પાકી જાય છે કે નહીં ? કે કાચા રહે છે? એમ આ જે દેશનાલબ્ધિ સાંભળે છે ચિત્તની પ્રસન્નતાથી તો એ ભાવિ નિર્વાણ ભાજનમ છે. તેનો સંસાર લાંબો રહેતો નથી.
હવે આ પાંચ ભાવોનું વર્ણન કરે છે. “એ પાંચ ભાવોમાં, ઔપશમિકભાવના બે ભેદ છે.” ઔપશમિકના બે ભેદમાં (૧) ઉપશમ સમકિત છે અને (૨) ઉપશમ ચારિત્ર છે. ક્ષાયિકભાવના નવ ભેદ છે તે આગળ આવશે. ક્ષાયોપથમિકભાવના અઢાર ભેદ છે તે હમણાં કહેશે. ઔદયિકભાવના એકવીસ ભેદ છે તે પાછળ વિસ્તારથી આવશે. પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk