________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
રાજીવ છે.
પ્રવચન :- ૪ ગાથા-૪૧ નથી. પંચમભાવ તો અહીંયા છે. આવે છે ને-પૂજિત પંચમભાવની પરિણતી. આ પંચમભાવના સ્વરૂપનું કથન છે. નાસ્તિ દ્વારા અસ્તિનું જ્ઞાન કરાવવું છે. નાસ્તિનું જ્ઞાન કરાવવું નથી, નાસ્તિના જ્ઞાનનું જ્ઞાન કરાવવું નથી, અસ્તિના જ્ઞાનનું જ્ઞાન કરાવવું નથી, પરંતુ માત્ર અસ્તિનું જ્ઞાન કરાવવું છે. જરા ઝીણું તો પડે, તેથી જ અભ્યાસ હોય તો મજા પડે તેવું છે.
આ પંચમભાવના સ્વરૂપનું કથન કરીએ છીએ. સાંભળ ભાઈ ! હવે ટીકાકાર વિસ્તાર કરે છે. આ પંચમભાવ કાઢયો શેમાંથી? જીવને નથી... , જીવમાં નથી, જીવમાં નથી એટલે પંચમપરિણામિકભાવ છે તેમાં આ ચાર ભાવો નથી. આ ક્ષાયિકના સ્થાનો નથી.. ક્ષયોપશમના નથી... નથી તમે કહો છો તો તે કોનામાં નથી ? એટલે ટીકાકાર કહે છે-જીવમાં નથી. મૂળમાં જીવ શબ્દ નથી. મૂળમાં ઔદયિકના સ્થાનો નથી, ઉપશમના નથી, એ નથી તેમાંથી ટીકાકારે જીવ શબ્દ કાઢયો છે. જીવ એટલે જે પંચમભાવ છે તેને જીવ કહેવામાં આવે છે. અને બાકી બધું અજીવ છે.
કહ્યું? ખરેખર જીવનો વિસ્તાર નથી. ખરેખર અજીવનો વિસ્તાર છે. સાત તત્ત્વો છે એમાં પહેલો શબ્દ જીવ છે. બીજો અજીવ છે.. અને અજીવની પાછળ બધી લાંબી લપ છે. જીવની પાછળ કાંઈ નથી. જીવ પછી વિસ્તાર સ્ટોપ થઈ ગયો. જ્યાં અજીવ શબ્દ આવ્યો તો અજીવનો વિસ્તાર છે. એટલે પરમાર્થમાં અધ્યાત્મમાં ચારેય ભાવને અજીવ કહેવામાં આવે છે. અજીવનો અર્થ એ છે કે તે મારાપણે નથી. હું જીવ છું તો મારી અપેક્ષાએ બધું અજીવ છે. પંચપરમેષ્ઠી અજીવ છે તે મારાપણે કયાં છે! તેનું લક્ષ કરતાં મારા પ્રયોજનની સિદ્ધિ થતી નથી. હું મારું ધ્યાન કરું તો મારું પ્રયોજન સિદ્ધ થાય. એક અપેક્ષાએ એ બધા જીવો હોવા છતાં મારી અપેક્ષાએ, આશ્રય છોડાવવાના પ્રયોજન અર્થે તે જીવ હોવા છતાં હું તેને અજીવ જાણું છું—એ મારું પ્રયોજન છે. એ બધા અજીવ થઈ જાય તેમ હું ભાવના ભાવતો નથી. તું ભાવના ભાવે તોય તેઓ જીવ ટળીને અજીવ નહીં થાય. પરંતુ અજીવ કહેવાનો આશય અને અપેક્ષા સમજવી જોઈએ. અપેક્ષા સમજે તો તેને બહુ મજા આવે. પહેલાં મજા આવે અને પછી અતીન્દ્રિયઆનંદ પણ આવે. પહેલાં મજા આવે અને ચિત્તની પ્રસન્નતા થાય તો તેને હર્ષ પણ આવે. એ હર્ષના સ્થાનો મારામાં નથી એ ધ્યાન રાખવા જેવી ચીજ છે. એ આગળ આવી ગયું આપણે.
“કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે.” આની વ્યાખ્યા-કર્મોના ક્ષયની જેને અપેક્ષા આવે એવો જે ભાવ હોય તે ભાવને ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. ક્ષાયક-ક્ષાયિક એટલે કર્મોના ક્ષય થઈને જે ભાવ ઉત્પન્ન થયો તે અપેક્ષાએ તેને ક્ષાયિકભાવ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk