________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૭૧
હવે ઔપમિકભાવના બે ભેદ છે તે આ પ્રમાણે છે. હવે તેઓ એક-એકનો વિસ્તાર કરે છે. અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ પહેલાં સમ્યગ્દર્શન પામે છે ત્યારે તેને ઉપશમ સમ્યગ્દર્શન હોય છે. એટલે ઉપશમભાવના બે ભેદ તેમાં એક ઉપશમ સમ્યક્ત્વ અને બીજું ઉપશમચારિત્ર છે. અગિયારમાં ગુણસ્થાને ઉપશાંત મોહ જ્યારે થાય છે ત્યારે તેને ઉપશમચારિત્ર કહેવામાં આવે છે. આ રીતે ઉપશમ પરિણામ બે પ્રકારે લાગુ પડે છે. ઉપશમ સમ્યક્ત્વ (૧) શ્રદ્ધાગુણની પર્યાયને અને (૨) ચારિત્રગુણની પર્યાયને લાગુ પડે છે. બન્ને વીતરાગી પરિણામ છે.
શ્રદ્ધાગુણની પર્યાયમાં જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે ઉપશમ થાય છે. પ્રથમ તો તેને એટલે સમ્યગ્દર્શનના પરિણામને શ્રદ્ધાગુણની પર્યાય કહેવામાં આવે છે. હવે જ્યારે તે આત્મા ઉપશમ શ્રેણી માંડે છે અને તેને અગિયારમું ગુણસ્થાન જ્યારે આવે છે ત્યારે તેને ચારિત્રનો રાગ બિલકુલ રહેતો નથી. તે રાગ ઉપશમ થાય છે તેને ઉપશમ ચારિત્ર કહેવામાં આવે છે. આ રીતે ઉપશમભાવ શ્રદ્ધામાં અને ચારિત્રમાં લાગુ પડે છે. ઉપશમભાવ બેમાં લાગુ પડે છે. આ જાણવાનો વિષય છે, આ આદરવાનો વિષય નથી. પરંતુ તે બધું આવે છે એટલે તેનો વિસ્તાર ટૂંકાણમાં તો કરવો જોઈએને !
ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છે. આમાં ક્ષાયિક સમકિત આવે છે. ઉપશમભાવમાં ઉપશમસમકિત જ લીધું હતું. હવે સમ્યગ્દર્શનમાં એક ક્ષાયિક સમ્યગ્દર્શન પણ થાય છે. કેવળી તીર્થંકર ભગવાનની સમીપે જીવને ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. પછી ક્ષાયિકભાવનો બીજો ભેદ ચારિત્ર છે. યથાખ્યાતચારિત્ર તે બારમા ગુણસ્થાને પ્રગટ થાય છે. અગિયારમાં ગુણસ્થાને ઉપશમચારિત્ર હોય છે. ક્ષપકશ્રેણી માંડે ત્યારે બારમા ગુણસ્થાને ક્ષાયિકચારિત્ર હોય. રાગનો તદ્ન અભાવ થઈ જાય છે તેને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે. કેવળજ્ઞાન-ક્ષાયિકભાવ તે તેરમા ગુણસ્થાને પ્રગટ થાય છે. ક્ષાયિક સમકિત ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. યથાખ્યાત ચારિત્ર બારમા ગુણસ્થાને પ્રગટ થાય છે.
ક્ષાયિક કેવળ તેરમે પ્રગટ થાય છે. કેવળદર્શન તેમે પ્રગટ થાય છે. અંતરાય કર્મના ક્ષયથી અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ તેરમે ગુણસ્થાને પ્રગટ થાય છે. આ ગુણસ્થાનની પરિપાટીની અપેક્ષાએ વાત છે. પેલો શ્રદ્ધાગુણનો પૂર્ણ પર્યાય છે. બીજો ચારિત્રગુણનો પરિપૂર્ણ પર્યાય છે. ત્રીજો જ્ઞાનગુણનો પૂર્ણપર્યાય છે. ચોથો દર્શન ઉપયોગનો પૂર્ણ પર્યાય છે. એટલે દર્શન નામના ગુણનો પૂર્ણ પર્યાય છે. તેમજ બીજી બધી પર્યાય અંતરાય કર્મના ક્ષયજનિત છે દાન, લાભ, ભોગ, ઉપભોગ. વીર્ય ગુણના પરિણામ રહેલા છે. ભોગવવું એટલે વારંવાર ભોગવવું. આનંદને ભોગવે અને ફરી ફરીને ભોગવે. ઇત્યાદિ ક્ષાયિક ભાવના નવ ભેદો રહેલા છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk