________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
શુદ્ધ અંત:તત્ત્વ
કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપથમિક ભાવ છે.” કર્મોમાં પણ ક્ષયોપશમ થાય છે. અઘાતિકર્મનો ઉદય અને ઘાતિકર્મના ઉદયનો એ વખતે અભાવ હોય છે. દેશવાતિકર્મનો ઉદય અને સર્વવાતિકર્મનો અનુદય હોય છે. આવી ક્ષયોપશમ કર્મની સ્થિતિ હોય છે. ક્ષયોપથમિક જે ભાવ હોય તેને ક્ષાયોપથમિક ભાવ કહેવામાં આવે છે. એક કર્મ છે અને એક કર્મના સંબંધથી થયેલાં પરિણામ છે. એ કર્મના સંબંધથી થયેલાં જીવના પરિણામ છે માટે તેની આત્મામાં નાસ્તિ છે. તે કર્મકૃત ભાવ થયો. કારણ કે તેને કર્મની સાપેક્ષતા લાગે છે. આ ક્ષયોપશમભાવ છે તે ધર્મરૂપ છે. અને ક્ષાયિકભાવ તે ધર્મનું ફળ છે. “કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે.” અને તે અધર્મરૂપ છે. ઉદય, રાગ, દ્વેષ, મોહ પ્રશસ્ત કે અપ્રશસ્ત તે બધું અધર્મ છે. “કર્મના ઉપશમે જે ભાવ હોય તે ઔપથમિક ભાવ છે”—એ ધર્મના પરિણામ છે, તે ધર્મનું ફળ નથી પણ ધર્મના પરિણામ છે. ક્ષાયિકભાવ ધર્મનું ફળ છે. ઉદયભાવ અધર્મ હોવાથી તે સંસારનું ફળ છે. એક મોક્ષનું ફળ અને એક સંસારનું ફળ છે, જેમાં સંસાર ફળે છે તે ઔદયિકભાવ છે.
“સકળ કર્મોપાધિથી વિમુક્ત એ વો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે.” જેમાં કર્મના સદભાવની અને અભાવની અપેક્ષા આવતી નથી અર્થાત્ તેનાથી જે વિમુક્ત છે તે પારિણામિકભાવ છે. કર્મઉપાધિથી વિશેષ કરીને રહિત એવો જે ભાવ હોય તે પરિણામિકભાવ છે. પરિણામે એટલે છે, છે, છે, છે, છે, છે. પરિણામ એટલે ઉત્પાદ-વ્યય નહીં. પરિણામે એટલે છે, છે, છે, છે, છે, ને છે તેને પરિણામે કહેવામાં આવે છે. એવા પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે. આ ચાર ભાવો કહ્યાં તે પર્યાયરૂપ છે-કર્મ સાપેક્ષ છે. જે આ પરિણામિક એક ભાવ કહ્યો તે કર્મની અપેક્ષા રહિત હોવાથી તે પારિણામિકભાવ છે. આ પારિણામિક ભાવ છે તે દ્રવ્યરૂપ છે. દ્રવ્યનું લક્ષણ છે પરિણામિક અને પર્યાયનું લક્ષણ આ ચાર ભાવો છે.
દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણજ્ઞાનનો વિષય થાય છે. એટલે જાણવાનો વિષય થાય છે. એ પ્રમાણજ્ઞાનનો વિષય પણ વ્યવહારનયનો વિષય છે. કેમકે પ્રમાણ નિશ્ચયને તો રહે છે પણ સાથે.. સાથે વ્યવહારનયના વિષયને પણ ગ્રહે છે. માટે પ્રમાણ એ લક્ષણ વ્યવહારનયનું છે. એ નિશ્ચયનું લક્ષણ નથી. કેમકે પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી. નિશ્ચયનય તેને કહીએ કે જે વ્યવહારનો નિષેધ કરે છે. જે પરિણામ વ્યવહારનો નિષેધ કરે તેને ભગવાન નિશ્ચયનય કહે છે.
| નિશ્ચયનય નિષેધક છે અને વ્યવહારનય નિષેધ કરવા યોગ્ય છે. સોનગઢના સંત વ્યવહારનો નિષેધ કરે છે? હા, તેનો જન્મ વ્યવહારનો નિષેધ કરવા માટે જ થયો છે. તેણે તો વ્યવહારનો નિષેધ કર્યો અને બીજા જીવોને પણ વ્યવહારનો નિષેધ કરાવી અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk