________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
પ્રવચન :- ૫ ગાથા-૪૧ તા. ૧૭/૫/૭૯ પ્રવચન નં:- ૫ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
આ દ્રવ્યાનુયોગ શાસ્ત્રમાં જે નિયમસારશાસ્ત્ર છે તેની ૪૧મી ગાથા ચાલે છે. આ દષ્ટિના વિષયની ગાથા છે. આવા શુદ્ધાત્મામાં દષ્ટિ લગાવવાથી તેને શુદ્ધાત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ શુદ્ધાત્માના પરિણામના ત્રણ ભેદ છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે એટલો મોક્ષનો માર્ગ છે. એ શુદ્ધાત્મામાં ઉપશમભાવનો અભાવ છે. આગળ ઉપશમ ભાવના બે ભેદ કહી ગયા. ક્ષાયિકભાવના નવભેદ કહ્યાં... તે અભેદ આત્મામાં નથી. એ પરિણામ અપરિણામી આત્મામાં નથી. એ સક્રિયભાવો નિષ્ક્રિય તત્ત્વમાં નથી.
હવે ક્ષયોપશમભાવના અઢારભેદ કહે છે. ક્ષયોપશમભાવના વિગતવાર અઢારભેદ આ પ્રમાણે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાનના ચાર પ્રકાર છે. કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ સાત પ્રકારની જ્ઞાનની પર્યાયો ક્ષયોપશમભાવે છે. ત્રણ અજ્ઞાન અને ચાર જ્ઞાન કુલ સાત ભેદો તે બધા પરિણામના ભેદો છે.
હવે દર્શનઉપયોગના ભેદ કહે છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એવા ત્રણ પ્રકારના દર્શનના ભેદ છે. આ ક્ષયોપશમ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ક્ષાયિકદર્શન ઉપર ક્ષાયિકના ભેદમાં ગયું. ચાર જ્ઞાનના ત્રણ કુશાનના એમ સાત અને ત્રણ દર્શનના ભેદો મળીને કુલ દશપ્રકાર થયા.
હવે પાંચભેદ લબ્ધિના કહે છે. ક્ષયોપશમલબ્ધિ, ઉપદેશલબ્ધિ એટલે દેશનાલબ્ધિ, કરણલબ્ધિ અને ઉપશમલબ્ધિ એટલે વિશુદ્ધિલબ્ધિ અને પ્રાયોગ્યલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ છે. સાતને + ત્રણ = દશ અને પાંચ લબ્ધિ મળીને કુલ પંદર થયા.
હવે ચારિત્રના ભેદ કહે છે. ક્ષયોપશમ ચારિત્ર, વેદક સમ્યકત્વ એટલે ક્ષયોપશમ સમ્યગ્દર્શન અને વેદક ચારિત્ર એટલે ક્ષયોપશમ ચારિત્ર અને સંયમસંયમ પરિણતી એ પણ ક્ષયોપશમભાવે છે. ઉપશમ ચારિત્રમાં ઉપશમ આવ્યું અને ક્ષાયિક ચારિત્રમાં યથાખ્યાત ચારિત્ર આવ્યું. આ રીતે ક્ષયોપશમ ચારિત્રના ત્રણ ભેદ કહ્યાં. (૧) વેદક સમ્યકત્વ (૨) વેદક ચારિત્ર (૩) સંયમસંયમ પરિણતી તે પંચમ ગુણસ્થાને હોય છે. વેદક ચારિત્ર એ ક્ષયોપશમભાવ હોવાથી સાધકને દશમાં ગુણસ્થાન સુધી હોય છે. વેદક સમ્યત્વ એ ક્ષયોપશમ સમ્યગ્દર્શનની પર્યાય છે. એ ત્રણ ભેદો અને ઉપરના પંદર બધા મળીને અઢાર ભેદો થયા તે પર્યાયના ભેદો એટલે ક્ષયોપશમના ભેદો છે.
હવે “ઔદયિકભાવના એકવીસ ભેદ છે”, તે આ પ્રમાણે છે. આ જીવના પરિણામની યોગ્યતાની વાત છે. નરકગતિ તે જીવના પરિણામની યોગ્યતા છે. તેમાં કર્મ તો નિમિત્ત માત્ર છે. આ બધા જીવના પરિણામો છે તેમાંથી કેટલાક પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk