Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 346
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ પરિશિષ્ટ – ૪ લક્ષણ પરમ પરિણામિકભાવ છે પેલા ચાર વિભાવ છે, પરભાવ છે માટે પરદ્રવ્ય છે.. અને માટે હેય છે. તેમ આ આત્મા એક જ ઉપાદેય છે. આવા ઉપાદેય આત્મતત્ત્વનું વર્ણન કર્યું. આ સ્વદ્રવ્યનો આધાર એટલે ગુણોનો આધાર એવો અર્થ તેમને આવી ગયો. આનો અર્થ કોઈ દિ' કર્યો નહોતો. એમ તો થાતું હતું કે આમાં શું કહેવા માગે છે. ભગવાન કહે ત્યારે આપણને ખબર પડેને ! આજે ભગવાન બોલ્યા. મેં વિનંતી કરી કેભગવાન! આજે ઘણું માણસ છે આનો જે અર્થ હોય તે મને કહી દેજે. પોતે જ ભગવાન છે. પોતે પોતાને વિનંતી કરી, બીજા ભગવાનને નહીં. પોતાના પરમાત્માને જ વિનંતી કરી. એટલે એવું જ્ઞાન ઉઘડી જાય કે જેવો અર્થ હોય તેવો આવી જાય. કેમકે તે અર્થનો જાણનાર તો અંદર બેઠો જ છે. જે શક્તિમાં છે તે વ્યક્તિમાં આવી જવું જોઈએ ને? શક્તિમાં તો છે પરંતુ તે વ્યક્તિમાં-જ્ઞાનમાં આવી જવું જોઈએ. આહા ! એ ગુણોને દ્રવ્યનો આધાર હોય, તેને ક્ષાયિકભાવનો આધાર નથી. દ્રવ્યને આધારે ક્ષાયિકભાવ ન હોય એમ કહ્યું. કેમકે એ નાશવાન છે, તે કર્મકૃત-કર્મ સાપેક્ષ છે, તે વિભાવ છે, પરદ્રવ્ય છે, હેયતત્ત્વ છે, તે ઉપાદેયતત્ત્વ કોઈ કાળે બને જ નહીં. તે ત્રણે કાળે ય છે. પ્રમાણજ્ઞાનનો વિષય જ્ઞય છે, વ્યવહારનયનો વિષય ય છે અને શુદ્ધનયનો વિષય ઉપાદેય છે. આટલી જ વાત છે. જગતના જીવોને, પ્રાથમિક શિષ્યોને પ્રથમ પ્રમાણનો ઉપદેશ અપાય છે. સ્વચતુષ્ટય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં દ્રવ્ય ગુણ પર્યાય, “ઉત્પાદ-વ્યયબ્રુવયુક્તસત્” છે. આ સને આખા પદાર્થથી જુદું પાડી દીધું છે. પદાર્થમાં જ સ્વદ્રવ્ય છૂપાયેલું છે ને ! સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બન્ને મળીને એક પદાર્થ થાય છે. બોલો એવી વાત છે. બધું અંદરમાં ને અંદરમાં છે, કયાંય બહાર જવાનું નથી. સંસાર ઉત્પન્ન થાય છે વિશેષના લક્ષ, મોક્ષ ઉત્પન્ન થાય છેસામાન્યના લશે. બસ.. “સામાન્ય ” શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્ છે. હે યોગી ! પરમાર્થથી જીવ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બંધ | અને મોક્ષને કરતો નથી, એમ જિનેન્દ્રદેવ કહે છે. (શ્રી પરમાત્મ પ્રકાશ ગાથા-૬૮). શુદ્ધ પારિણામિકભાવ ધ્યાનના કાળે ધ્યેયરૂપ હોય છે, ધ્યાનરૂપ, હોતો નથી, કારણ કે ધ્યાન પર્યાય વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિકભાવ તો દ્રવ્યરૂપ હોવાથી અવિનર છે. (બૃહદદ્રવ્ય સંગ્રહ-ગાથા-૧૩ની ટીકામાંથી) Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348