________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
- પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ અવસ્થા સાવરણ છે, જ્યારે હું તો નિત્ય નિરાવરણ છું. આ ઉદયભાવને-રાગને તો સાવરણ કહેવાય પણ આ કેવળજ્ઞાન-મોક્ષની પર્યાય જે પ્રગટ થશે તેને પણ સાવરણ કહેશે. હમણાં એ વાત આવશે હોં! આ બધી વાત શાસ્ત્રમાં છે. ચારેય ભાવોને હુમણાં સાવરણ કહેશે. કેમકે તે કર્મના અભાવની અપેક્ષાથી જેનો જન્મ થયો છે માટે તે સાવરણ છે. પર્યાય સાથે સભાવ સંબંધ હોય કે અભાવ સંબંધ હોય. પરંતુ ક્ષયોપશમભાવનાં, ઔદયિકભાવના કે ઉપમભાવના સ્થાનો નથી.
ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે.” જુઓ, ૩૯મી ગાથામાં વિભાવ સ્વભાવો આવ્યું હતું ૩૯ ગાથાનો અન્વયાર્થ કાઢો. “જીવને ખરેખર સ્વભાવ સ્થાન નથી.” સ્વભાવ સ્થાનો નથી એટલે કે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. આ વિભાવ સ્વભાવના સ્થાનો એટલે વિકારીભાવો નથી. વિકારી ભાવો અર્થાત્ વિરુદ્ધભાવો, કષાયભાવો જીવમાં નથી. ૩૯ ગાથામાં વિભાવનો અર્થ કરવો-વિકારી ભાવો અને આ ગાથામાં વિભાવનો અર્થ કરવો વિશેષભાવો. વિભાવના બે અર્થ થાય એક વિરુદ્ધભાવ-કષાયભાવ અને એક વિભાવભાવ એટલે વિશેષભાવ.
સામાન્યભાવમાં વિશેષભાવનો અભાવ છે. સામાન્ય એટલે દ્રવ્ય સ્વભાવ છે તેને સામાન્યભાવ કહેવાય, અને એના પરિણામ જે છે તેને વિશેષ કહેવાય. ચાર વિભાવ સ્વભાવોમાં મોક્ષ આવી ગયો. ક્ષાયિકભાવ આવી ગયો. ક્ષાયિકભાવ તે વિભાવભાવ છે. આહા! આ અભ્યાસ તો માંગે છે હોં ! બહારના અભ્યાસમાં બધા હોંશિયાર કહે. અહીં સંતો કહે છે–ભાઈ ! તું આ અભ્યાસમાં પ્રવિણ થા. તો તારું હિત થશે.
આહાહા ! કહે છે કે-ચાર વિભાવ સ્વભાવો એટલે વિશેષ ભાવો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉદય એ ચાર પ્રકારના જે પરિણામો પ્રગટ થાય છે તે વિભાવ સ્વભાવ છે. ઉદયભાવ પરલક્ષે થાય છે અને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે સ્વલક્ષ થાય છે. આ ચારેય પ્રકારના જે પર્યાયો છે તે વિશેષભાવો છે, તે સામાન્યભાવો નથી.
વિભાવ એટલે વિશેષભાવ, “એ સ્વરૂપ કથન દ્વારા” એટલે તેના સ્વરૂપના કથન દ્વારા પંચમભાવનું સ્વરૂપ કહે છે. અહીં સમજાવવું છે શું? ચાર ભાવો સમજાવવાનું પ્રયોજન નથી. પંચમભાવ એટલે પરમપરિણામિકભાવમાં આ ભાવો નથી. જીવમાં ચારે ભાવો નથી. આ ગાથામાં જીવ જે શબ્દ પડયો છે તે પરમપરિણામિકભાવે બિરાજમાન છે. અને ચાર ભાવો જે છે તે વિભાવભાવે રહેલા છે. આ વાત મૂળગાથામાં છે. “જીવ’ શબ્દ છે ને! એ જીવશબ્દમાંથી કાઢયું પરમપરિણામિકભાવ. પંચમભાવને અદ્ધરથી કાઢયો નથી. અદ્ધરથી કાઢયો છે? મૂળમાં કુંદકુંદભગવાને કહ્યું છે-જીવને નથી. જીવ કોને કહેવો? પરમપરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવું નિજ પરમાત્મદ્રવ્ય તે જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk