________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૬૫
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ અનંતચતુષ્ટય અરિહંતને પ્રગટે છે તે જીવમાં નથી. એ ચાર પ્રકારના કેવળજ્ઞાનાદિ પૂર્ણ પરિણામ તે જીવમાં નથી. હું કેવળજ્ઞાનથી ભિન્ન છું. કેવળજ્ઞાનથી ભિન્ન હોવાથી કેવળજ્ઞાન મારું નથી. અને આ બાયડી છોકરાં, મકાનને આ બધું જંગલ એ મારું છે. જેને હજુ ૫૨ પદાર્થ મારા છે તેવી ભાવના ઘૂંટાય છે અને કેવળજ્ઞાન ભિન્ન છે એમ કહે છે તેનો કે દિ’ આરો આવશે ?
આહા ! ભાઈ ! એ પરદ્રવ્યથી જેની બુદ્ધિ હજુ ખસતી નથી, જેની બુદ્ધિ શુભાશુભભાવથી છૂટતી નથી અને શુભાશુભભાવથી દાચિત્ છૂટે તો ઇન્દ્રિયજ્ઞાનમાં
ફસાતો દેખીને તેને પ્રથમથી જ લાલબત્તી ધરે છે. કહે છે–તને જે ઉપશમ સમ્યગ્દર્શન થાય એ પણ તારામાં નથી.
અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવને કહે છે કે–તને પ્રથમ ઉપશમનો ભાવ પ્રગટ થશે. તને ભલે હજુ થયો ન હોય તો પણ તું પહેલેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં રાખજે કે–આ ઉપશમભાવ પ્રગટ થયો એ મારો નથી, એ ભાવ મારામાં નથી... તેથી એ ચીજ મારી નથી-તેથી એ મારું તત્ત્વ નથી. મારામાં નથી એટલે એ ચીજ મારી નથી તેથી હું પ્રથમથી જ એની મમતાને છોડી દઉં છું. પ્રગટ થયા પહેલાં મમતા છૂટે છે.. તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. પ્રગટ થયેલા ભાવમાં મમતા ન થાય તેને આલોચના કહેવાય. આ ભાવો ભૂતકાળમાં મારામાં ન હતા તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી. અત્યારે પ્રત્યાખ્યાન કરાવે છે. અત્યારે ક્ષાયિકભાવ તો નથી.. કેવળજ્ઞાન તો નથી.. છતાં પણ શુદ્ધાત્માની શુદ્ધ દૃષ્ટિ કરાવવા આ જે પરિણામો પ્રગટ થશે તેને અત્યારથી હું મારા શ્રદ્ધા-જ્ઞાનમાં એમ લઉ છું કે–તે ભાવો મારામાં નથી. એ પરિણામ મારામાં નથી તેવો નિર્ણય અત્યારે થયો પછી અનુભવપૂર્વક નિર્ણય આવ્યો. હવે એ પરિણામ પ્રગટ થશે તો પણ તેમાં આત્મબુદ્ધિ થશે નહીં. અત્યારે લેશન પાકું કરાવે છે.
આહા.. હા ! ભાવિની પર્યાય પ્રગટ કરવાની છે એના પ્રત્યે અત્યારે હું મમતા છોડી દઉં છું આ રીતે મોક્ષનું પ્રત્યાખ્યાન કરાવે છે આહા... હા ! આ અધ્યાત્મશાસ્ત્ર છે, આ વાત અપૂર્વ છે. પ્રત્યાખ્યાન તો શુભાશુભ ભાવના હોય ને ! સાંભળ ભાઈ ! સાંભળ ! એ કથન સ્થૂળ છે. હવે આ સૂક્ષ્મ વાત ૪૫-૪૫ વરસ થયા ગુરુદેવ સમજાવે છે અને તને સૂક્ષ્મવાત ન બેસે એમ બને નહીં. કદાચ ન બેસે તો ના તો ન પાડતો. વિચાર કોટીમાં રાખજે.
જીવને એટલે મને ક્ષાયિકભાવના સ્થાનો નથી. આહા.. હા ! એ બધા અપદ છે, તે મારું પદ નથી. એ અનિત્ય શુદ્ધ છે અને હું તો નિત્ય શુદ્ધ છું. કેવળજ્ઞાન–મોક્ષ અનિત્ય શુદ્ધ છે, સાપેક્ષ શુદ્ધ છે. હું તો નિત્ય શુદ્ધ અને નિરપેક્ષ શુદ્ધ રહેલો છું. એ કેવળજ્ઞાનની
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk