________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭
શુદ્ધ અંત:તત્ત્વ
શ્લોક - પ૭
(વસંતતિનેT) यः सर्वकर्मविषभूरुहसंभवानि मुक्त्वा फलानि निजरूपविलक्षणानि। भुंक्तेऽधुना सहजचिन्मयमात्मतत्त्वं
प्राप्नोति मुक्तिमचिरादिति संशयः कः।। ५७।। [શ્લોકાર્થ-] (અશુભ તેમ જ શુભ) સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન થતાં, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છે-એમાં શો સંશય છે? પ૭.
શ્લોક - પ૭° ઉપર પ્રવચન (અશુભ તેમજ શુભ) અશુભ તેમજ શુભ બન્ને લઈ લીધાં. “સર્વે કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં”, આહા! શુભભાવ અને અશુભભાવ બેય ઝેરનું ઝાડ છે. એમાંથી ઝેરના ફળ આવે છે. તેના નિમિત્તે જે કર્મ બંધાય તે ઝેરથી બંધાયેલા હોવાથી, ભવિષ્યમાં એ કર્મના ઉદયનું લક્ષ કરશે ત્યારે એને ઝેરની જ ઉત્પત્તિ થશે. એટલે નૈમિત્તિકમાં પણ ઝેર અને નિમિત્તમાં પણ ઝેર. જ્યાં સુધી નિમિત્તનું લક્ષ કરે ત્યાં સુધી ઝેર છે. પછી તો તે જ્ઞાનનું જ્ઞય છે. અશુભભાવ તેમજ શુભભાવ બે પ્રકારના કર્મ છે. કર્મ એટલે કાર્ય, કાર્ય એટલે ભાવકર્મ. કર્મ એટલે જડકર્મની વાત નથી. પણ ભાવકર્મની વાત છે.
સર્વે કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં”, આહા.... હા ! પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું છે. પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું અને બે ઘડીની સામાયિક બાંધે તેને? એ વિષકુંભ છે તેમ જીવથી કમ બોલાય ! એ સામાયિક કરવા રોજ બેસે છે. એ શુભભાવરૂપ જે સામાયિક છે એ વિષકુંભ છે. અને નિશ્ચય સામાયિક છે એ તો ચારિત્રના વીતરાગી પરિણામ છે.. અને એ તો સાક્ષાત મોક્ષનું કારણ છે. પ્રતિકમણ, પ્રત્યાખ્યાન ને સામાયિક તે નિશ્ચય અને વ્યવહાર બે રૂપે છે.
શું કહે છે? અરે ભાઈ ! આ તારો અભિપ્રાય એક બાજુએ રાખીને નવી વાત તો સાંભળ. જ્ઞાનીઓ કહે છે–તારા અભિપ્રાયની અમને ખબર છે. અશુભભાવ છે તે ય છે અને શુભભાવ છે તે ઉપાદેય છે. અશુભભાવ વિષકુંભ છે અને શુભભાવ તે અમૃતકુંભ છે-આ તારી માન્યતાની અમને ખબર છે. અશુભભાવ દુ:ખરૂપ છે અને શુભભાવ એવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk