________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
પ્રવચન નં:- ૪ ગાથા-૪) હું આવો છું અને મારામાં આપદા નથી એમ અતિ નાસ્તિ અનેકાન્તનું જ્ઞાન કરાવ્યું. એ અનેકાન્તનું જ્ઞાન કયારે થાય ? નિત્ય શુદ્ધનું અવલંબન લે ત્યારે અનેકાન્તનું જ્ઞાન થાય. મારામાં આપદા નથી એમ ખબર કયારે પડે ? અસ્તિને અવલંબે ત્યારે.. અસ્તિમાં જે છે એનું જ્ઞાન થયું અને એની સાથે.. સાથે મારામાં શું નથી એનું જ્ઞાન એની સન્મુખ થયા વિના થયું.
શ્રોતા:- એની સન્મુખ થયા વિના.
ઉત્તર- તેની સન્મુખ થયા વિના સહજપણે થઈ જાય છે. મારામાં જેની નાસ્તિ છે તેની સન્મુખ જ્ઞાન થતું જ નથી. અસ્તિની સન્મુખ થતાં, અસ્તિના અવલંબને જે એમાં નથી એનું જ્ઞાન થાય તેને અનેકાન્તિક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યફ એકાન્ત એવા નિજપદનું અવલંબન લિધા વિના દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન થઈ શકતું નથી.
આ જ પદને હું અનુભવું છું.” આહાહા ! શું કહે છે? સાધક ભાવલિંગી સંત એમ ફરમાવે છે કે હું આ જ પદને અનુભવું છું. કથંચિત્ શુદ્ધાત્માને અનુભવું છું અને કથંચિત્ પર્યાયને આત્માપણે હું અનુભવું છું એમ કથંચિત્ નથી. આહા! અજ્ઞાનીને કથંચિનું જ્ઞાન જ ન હોય. એ તો વ્યવહારના પક્ષથી બોલે છે.
કહ્યું કે “આ.. જ પદને', મારું પદ નિત્ય શુદ્ધ છે. મારું સ્વરૂપ છે તેને હું અનુભવું છું એટલે આ જ હું છું તેમ શ્રદ્ધાને જ્ઞાનમાં અને ચારિત્રમાં આવે છે. આ એક શુદ્ધાત્મા જ મારો છે તેમ અનુભવમાં આવે છે. મારા પરિણામનો વિષય અપરિણામી છે. આ અપરિણામી અને નિષ્ક્રિય શબ્દ જ્યાં સોગાનીજીની વાતમાં બહાર પડ્યો ત્યાં તો ઉહાપોહ થયો. બીજે તો થાય પણ ઘરમાં થયો. પરંતુ પૂ. બહેનશ્રીના વચનામૃતમાં બોલ ન ૨૦૧ અને ૨૦૨ માં અપરિણામી અને નિષ્ક્રિય કાલ વંચાવ્યું હતું. ઘરે જઈને બધા વાંચી લ્ય. બધાની પાસે હવે તો શાસ્ત્ર છે.
આહાહા ! દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ અપરિણામી અને નિષ્ક્રિય જ છે-અનાદિ અનંત આવી જ છે. એમાં સાંખ્યમત આવતો નથી. કેમકે નિશ્ચયનયે અપરિણામી છે એટલે બીજીનયે બીજો છે તેવું જ્ઞાન થઈ જાય છે. નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. અસ્તિના અવલંબને નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. આપણે આપણા ઘરમાં દાખલ થયા એટલે આજુબાજુના ઘર મારા નથી એ ગોખવું પડે ? તમે તમારા ઘરમાં બેઠા એટલે આજુબાજુના જે મકાનો છે તે બધા મારા નથી એમ સહેજ આવી જાય છે. તેને અસ્તિનાસ્તિ અનેકાન્તિકજ્ઞાન કહેવામાં આવે છે.
આહા. હા! આ જ પદને હું અનુભવું છું. એકાન્ત મારા શુદ્ધાત્માને જ અનુભવું છું, નિરંતર અનુભવું છું. હું શુદ્ધાત્માને જ સેવું છું. હું નિરંતર શુદ્ધાત્માની જ ઉપાસના કરું છું. હું બીજાની ઉપાસના કરતો નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk