________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૪ ગાથા-૪૦
૫૪
પરિપૂર્ણ આનંદ છે એ મારી ખાણ અથવા ખજાનો છે-હું આટલો જ છું.
“ જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી.)” એ.. વસ્તુ કેવી છે! જેમાં આપદા નથી. મારી સંપદામાં વિપદાનો ત્રણેકાળ અભાવ છે. લૌકિકમાં આપણે નથી કહેતા કે- મારા ઉ૫૨ આપદા આવી પડી, દુઃખ આવી પડયું. વિપદા કહો કે દુઃખ કહો.. તે વિપદાઓનું અત્યંતપણે એટલે સર્વથાપણે અપદ છે.
આહા... હા ! શું કહે છે? મારો જે આ આત્મા છે તે સંપદા સંપન્ન છે. બહા૨માં આ ફેક્ટરીઓ, મકાન અને મોટો અને ગાડીઓ છે એતો મારી સંપદા નથી પણ મને જે અનિત્ય શુદ્ધ પરિણામ પ્રગટ થઈ ગયા છે અને અનિત્ય આનંદ પણ વર્તે છે પરંતુ એ મારી સંપદા નથી. તે મારી ચીજ નથી તેથી હું તેમાં મમતા પણ કરતો નથી. મારી ચીજ એટલા માટે નથી કે તે નાશવાન છે. તેને કર્મના અભાવની અપેક્ષા હોવાથી તે સાવરણ ભાવ છે જ્યારે હું તો નિત્ય નિરાવરણ પરમાત્મતત્ત્વ છું. અમારી સંપદા આટલી જ છે અને એ સંપદામાં વિપદાનો ત્રણેયકાળ અભાવ છે. સર્વથા અભાવ છે. તેનો ચિત્ સદ્ભાવ તો કહો ? ભાઈ ! તું કથંચમાં આવ્યો એટલે વ્યવહારમાં આવી ગયો.
વળી પાછો તે કહે કે–અમે તો જ્ઞાન કરવા માટે કચિત્ કહીએ છીએ ! આ તારો કાળ પર્યાયનું જ્ઞાન કરવા માટે છે કે દ્રવ્યનું જ્ઞાન કરવા માટે છે? હવે આ કાળ છે તે દ્રવ્યસ્વભાવનું જ્ઞાન કરવાનો કાળ છે. એ વ્યવહારના પક્ષવાળા જીવો જ્ઞાનના બહાના હેઠળ વ્યવહારનયના વિષયને આગળ કરે છે. જ્ઞાનનો વિષય તો છે ને! શાસ્ત્રમાં જાણેલો પ્રયોજનવાન તો કહ્યો છે ને ! જુઓ, એ શાસ્ત્રપાઠીએ શાસ્ત્રમાંથી આ કાઢયું ! એ શાસ્ત્રપાઠી પણ મૂરખ છે.. એવું આગમનું વચન છે. શાસ્ત્રપાઠી જ્ઞાનના વિષયને આગળ કરે છે અને સમ્યગ્દષ્ટિ છે તે દૃષ્ટિના વિષયને કાયમ આગળ રાખે છે અને પર્યાયને ગૌણ કરીને તે જાણી લ્યે છે. ખરેખર એમ પણ નથી પરંતુ તેના જ્ઞાનમાં જણાય જાય છે. આહા ! પર્યાયને જાણવાનો પુરુષાર્થ ન હોય, દ્રવ્ય સ્વભાવને જાણવાનો પુરુષાર્થ હોય.. તેનું નામ પુરુષાર્થ છે. સામાન્ય દ્રવ્ય શુદ્ધાત્મા જ્ઞાનમાં ઉપાદેયપણે જણાય છે, શેયપણે જણાય છે ત્યારે એ પરિણામ ઉપેક્ષારૂપ તેના જ્ઞાનમાં જણાય જાય છે. જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે તેથી ત્રિકાળી જ્ઞાયક છે તે સ્વ છે અને આનંદની પર્યાય પ્રગટ થઈ તે પર છે. એવો સ્વપરપ્રકાશક સ્વભાવ નિશ્ચયથી રહેલો છે. ઓલા સ્વપ૨પ્રકાશકની વાત વ્યવહારમાં જાય છે. આહાહા ! રાગ જણાય છે તે વ્યવહા૨માં ગયું.
આહાહા ! અહીં તો ત્રિકાળી દ્રવ્ય ઉપાદેયપણે જણાય છે અને અતીન્દ્રિયઆનંદ, અનિત્યઆનંદ, અનિત્યશુદ્ધતા જે પ્રગટ થઈ છે એ પણ જ્ઞાનમાં શૈયપણે જણાય છે. એક ઉપાદેયપણે જણાય છે અને એક ઉપેક્ષારૂપે જણાય છે. રાગ તો મારાથી બાહ્ય છે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk