________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૫૩
નિયમરૂપ છે. ( ૨ ) એ કાર્ય નિયમનું જે કારણ છે તે તો ચિદાનંદ ભગવાન આત્મા છે, એ કારણ નિયમ છે.. એમ આ શાસ્ત્રમાં કહે છે.
નિયમથી કરવા યોગ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. એ પરિણામ કેમ પ્રગટ થાય ? કહે–કારણ નિયમનું અવલંબન લ્યે ત્યારે કાર્ય પ્રગટ થાય. તો આ બહુ ઊંચામાં ઊંચું શાસ્ત્ર છે. તેની ચાલીશ ગાથા પૂર્ણ થતાં હવે ૫૬ નંબરનો શ્લોક આવે છે. “ જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે,” આ મારો ભગવાન આત્મા છે તે નિત્ય શુદ્ધ છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અનિત્ય શુદ્ધ છે તેથી એ મારી સંપદા નથી કેમકે તે નાશવાન ભાવો છે. એ નાશવાન ભાવોથી મારું સ્વરૂપ દૂર છે. દૂર છે એટલે ભિન્ન છે. આ વાત ૫૪ નંબરના શ્લોકમાં આવી ગઈ છે.
અહીં કહે છે–જે નિત્યશુદ્ધ છે તે જ હું છું. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે અનિત્ય શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે તે અનિત્ય શુદ્ધ હોવાથી મારી સંપદા નથી. તે પરિણામ મારા ધ્યાનનું ધ્યેય નથી.. તેથી એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. પરિણામ છે એમ જણાય છે પણ તે મારા છે એમ મને જાણવામાં આવતું નથી. આ કોણ કહે છે ? સાધક કહે છે.
એ સાધક એમ જાણે છે અને કહે છે કે–જે અનિત્ય શુદ્ધ પરિણામ મને પ્રગટ થઈ ચૂકયા છે તેમાં હું આત્મબુદ્ધિ કરતો નથી. કેમકે તે મારી નિત્ય શુદ્ધતા નથી, અનિત્ય શુદ્ધતા છે. અનિત્ય શુદ્ધ તે વ્યવહારનયનો વિષય છે.. અને તેથી તે હેય છે. નિત્યશુદ્ધ તે નિશ્ચયનયનો વિષય હોવાથી તે એક જ ઉપાદેય છે. ‘ જે નિત્ય શુદ્ધ ’ એટલાનો અર્થ થયો.
“ચિદાનંદરૂપી સંપદા ”, ચિક્ એટલે જ્ઞાન. સહજ જ્ઞાન અને સહજ આનંદ તે બન્ને ત્રિકાળી ગુણ લેવા, પર્યાય નહીં. ચિદ્ એટલે જ્ઞાન અને આનંદ માત્ર એ જ મારી સંપદા છે. નિત્ય શુદ્ધ અર્થાત્ નિત્ય જ્ઞાન અને નિત્ય આનંદ તે મારી સંપદા છે. આ જે અનિત્ય આનંદ મને પ્રગટ થઈ ગયો છે તે મારી સંપદા નથી. મારી સંપદા તો નિત્ય શુદ્ધ ચિદાનંદરૂપી સંપદા છે.. તે મારી સંપદા છે.
66
ઉત્કૃષ્ટ ખાણ છે.” એ ઉત્કૃષ્ટ ખાણ નામ ખજાનો છે. આત્મા જ્ઞાન અને આનંદનો ખજાનો છે. એ મારો ખજાનો છે. નિત્ય શુદ્ધ એટલું જ મારું તત્ત્વ છે. અનિત્ય શુદ્ધ એ મારું તત્ત્વ અને મારું સ્વરૂપ નથી. એ મારો સ્વભાવ નથી-એ વિભાવ એટલે કે વિશેષભાવ છે.. તેથી એ મારી ચીજ નથી.
વળી આ ભાવો સાપેક્ષ છે અને હું તો નિરપેક્ષ છું. એ સાવ૨ણ છે જ્યારે હું તો નિરાવરણ છું. સદા નિરાવરણની ખાણ છું. ખજાનો એટલે ખાણ. મારા ખજાનામાં શું છે? મારો ખજાનો નિત્ય શુદ્ધરૂપ જ છે. મારા ખજાનામાં સહજ જ્ઞાન નામનો ગુણ જેનું લક્ષણ પ૨મ પારિણામિક છે, અને જે નિરપેક્ષ નિત્ય શુદ્ધ છે. પૂર્ણ જ્ઞાન અને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk