________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
શુદ્ધ અંત:તત્ત્વ ઉત્પન્ન થતા જ નથી –તેને અવકાશ જ નથી. તેથી ભય રાખીશ માં કે-હાય ! હાય ! મારામાં અજ્ઞાનભાવ ઉત્પન્ન થશે તો? અરે ! તારામાં ભાવ મિથ્યાત્વ કયાંથી ઉત્પન્ન થાય ! તું તો શુદ્ધ ચિદાનંદ આત્મા છો ને!નિજ પરમાત્મદ્રવ્ય છો ને ! તેથી રાગને ને મારે બન્નેને પ્રદેશભેદ છે. અવકાશ નથી તેવો કડક શબ્દ વાપર્યો છે. ઊંચામાં ઊંચો શબ્દ વાપર્યો છે.
આહાહા..! ઉત્પન્ન થાય અને પછી નાશ થાય તે વાત પરિણામની છે. પરંતુ અહીંયા તો ઉત્પન્ન જ થતું નથી તે વાત છે. મારા બંગલામાં બાવળના કાંટા ઊગતા જ નથી ને! આહા! પછી એ કાંટાને મારે દાતરડાંથી કાઢવા તે પ્રશ્ન રહેતો જ નથી ને ! અવકાશ નથી એ શબ્દ છે ને? આત્મામાં ભાવકર્મ ઉત્પન્ન થાય તેનો અવકાશ નથી. નિજ નિરંજન પરમાત્માને વિષે નથી.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે-પદ્મપ્રભમલધારિદેવ સમયસારનો આધાર આપે છે. “જગત મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો” શું કહે છે? સમ્યક્ સ્વભાવને જ અનુભવો કથંચિત્ આને અનુભવો અને કથંચિત્ આને એમ નથી. સર્વથા શુદ્ધાત્માના સ્વભાવને અનુભવો... એટલે અનુસરો.
કે જેમાં આ બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.” આ ૧૪મી ગાથાનો આધાર આપ્યો. જેમ પાણી અગ્નિના નિમિત્તે ઉષ્ણ થાય છે એમ જીવના પરિણામમાં કર્મના નિમિત્તે રાગ થાય છે. એ ઉત્પન્ન થાય છે પણ મારામાં સ્થિતિ પામતા નથી. કેમકે તે ઉપર ઉપર તરે છે. ઉપર ઉપર તરે છે અને ઉપરથી આવે છે અને ઉપરથી જાય છે. આકાશમાંથી ઉડતું ઉડતું તણખલું આવે છે અને પાછું આકાશમાં ચાલ્યું જાય છે. મારા ક્ષેત્રમાં એ રાગનું તણખલું આવતું નથી.
બદ્ધ પૃષ્ટવ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે, પ્રત્યક્ષપણે ઉપર તરતા હોવાથી તે ભગવાન આત્માના ક્ષેત્રથી બહાર પર્યાયના ક્ષેત્રમાં છે. પર્યાયમાં ઉપરા-ઉપર હોવા છતાં ખરેખર તે ભગવાન આત્મામાં સ્થિતિ પામતાં નથી. તે આત્માના સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. શિયાળાના ધીમાં જેમ આંગળી પ્રવેશે નહીં તેમ જ્ઞાનઘન પરમાત્મામાં પર્યાય પ્રવેશી શકતી નથી.
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk