________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
પ્રવચન નં:- ૪ ગાથા-૪) શ્લોક - ૧૬
(અનુદુમ ) नित्यशुद्धचिदानन्दसंपदामाकरं परम्।
विपदामिदमेवोचैरपदं चेतये पदम्।। ५६ ।। [ શ્લોકાર્ચ- ] જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી) એવા આ જ પદને હું અનુભવું છું. પ૬. તા. ૧૬/૫/ '૭૯ પ્રવચન નં- ૪ સ્થળ:- મુંબઈ-ઝવેરીબજાર મંદિર
શ્લોક - પ૬ : ઉપર પ્રવચન આ નિયમસાર શાસ્ત્ર છે. ટીકાકારે આ શાસ્ત્રને પરમાગમની ઉપમા આપી છે. એકલું આગમ નહીં પરંતુ અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. એવા સમયસાર આદિ પરમાગમોમાંનું આ નિયમસાર પણ અધ્યાત્મનું પરમાગમ શાસ્ત્ર છે. આ દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે.
શ્રી ટોડરમલ્લજી સાહેબે કહ્યું કે પ્રથમ જીવે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અને પછી સ્વરૂપમાં ન ટકાય તો ચરણાનુયોગ, કરણાનુયોગ અને પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો. પ્રથમમાં પ્રથમ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાનું કારણ એ છે કે-દ્રવ્યાનુયોગમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું છે અને જેટલી અશુદ્ધતા છે, સંયોગ છે તે પર્યાય છે અને તેને પદ્રવ્ય કહીને તેને હેય કહી છે. દ્રવ્યાનુયોગમાં હેય અને ઉપાદેયની સ્થિતિ કહી છે.
જ્યારે કરણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ તે જાણવાના શાસ્ત્રો છે. અને દ્રવ્યાનુયોગમાં તો એક શુદ્ધાત્મા જ માત્ર ઉપાદેય છે તેવું જેમાં પ્રતિપાદન કરેલું છે. મોક્ષનું કારણ સંયમ છે અને સંયમનું કારણ સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું કારણ દ્રવ્યાનુયોગ છે. એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાની ૨૯ વર્ષની ઉંમરે લખ્યું છે-તેવો પાઠ છે.
પરમાગમ શાસ્ત્રોમાં આ નિયમસાર છે. નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય. નિયમથી જો કરવા યોગ્ય હોય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે, કારણ કે તે આત્માને હિતરૂપ અને સુખનું કારણ થાય છે. જગતમાં આ ભવ કે બધા ભવોમાં એકમાત્ર સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે.
નિયમસાર ના બે અર્થ કર્યા છે. (૧) કરવા યોગ્ય એટલે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના વીતરાગી પરિણામ છે તે આત્માની સન્મુખ થઈને કરવા યોગ્ય છે. એ કાર્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk