________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
પ્રવચન નં:- ૩ ગાથા-૪) વાર્તા અમને સંભળાવે તો અમારું તાજું રહે. અમારે વિદ્યાલયમાં એકલા ભણવા ખાતર ભણવું નથી. ત્યાર પછી એ પ્રમાણે નક્કી થયું કે-દરેકે અમુક અમુક દિવસ, પંદર દિવસ આપવા. ત્યારે મારાથી પ્રોમિસ અપાઈ ગયું છે તેથી દર વર્ષે પંદર દિવસ હું જાઉં છું. હું રાજકોટમાં વાંચતો નથી પરંતુ જયપુરમાં વાંચવા જાઉં છું. હવે જોવાનું મન તો થતું નથી પરંતુ પાંચ વર્ષ સુધી તો મેં હા કહી છે. બે વર્ષ ગયો અને આ ત્રીજે વર્ષે શ્રાવણમાં જાઉં છે. ત્યાં પાંચ વર્ષે વિદ્યાર્થીની બેંચ પૂરી થાય છે.
જયપુરમાં કુંભોજના ગજ્જાબેન છે, તે બહુ વીર્યવાળી બાઈ છે. અભ્યાસી છે, સોનગઢ આવે છે. કારંજાથી તે ગજ્જાબેન અને બ્ર. ચૌરેજી અને બ્ર. યશપાલજી પણ આવ્યા હતા.
જયપુરમાં કર્તાકર્મ અધિકારની ૭૩મી ગાથા ચાલતી હતી. શુદ્ધ પર્યાયનો આત્મા કર્તા નથી માટે શુદ્ધ છે. એમાં એમ આવે છે કે-ષટ્ટરકની પ્રક્રિયાથી પાર ઉતરેલી, અનુભૂતિમાત્ર હોવાથી હું શુદ્ધ છું. જ્યારે એ વિષય ખૂલ્યો કે-શુદ્ધ પર્યાયનો આત્મા કર્તા તો નથી પણ આત્મા શુદ્ધભાવે-શુદ્ધરૂપે થયો પણ નથી. હું તો શુદ્ધ જ છું. ત્યારે ગજ્જાબેન બોલ્યા કે “કર્તા પના ગયા ઔર હોના ભી ગયા તબ હું રહે ગયા.” કર્તા ગયા, હોના ભી ગયા તબ હું રહે ગયા. મારે શુદ્ધ કયાં થાવું છે? શુદ્ધને કરવું તો નથી. મારે શુદ્ધ થવું છે એમાં હું અશુદ્ધ છું તેમ આવી ગયું. તેમાં પર્યાયષ્ટિ થઈ તો મિથ્યાત્વનો દોષ લાગી જશે એવી અધ્યાત્મની બહુ ઊંચી વાત છે.
મારે અને એને કાંઈ લાગતું વળગતું નથી. મારા પ્રદેશ અને એના પ્રદેશ ભિન્ન છે. મારે અને તારે કાંઈ સંબંધ નથી. તું તારામાં અને હું મારામાં છું. તારી ઉત્પત્તિ મને નડતી નથી. તારા ક્ષેત્રમાં જે કાંઈ પાક આવે તે મારા ક્ષેત્રને અડતો નથી.
શ્રોતા:- મારે ને મારી પર્યાયને પ્રદેશભેદ છે એવું તો અંદરમાં શલ્ય રહે છે.
ઉત્તર:- એ. શલ્ય કાઢવા માટે મારે અને તારે તે શબ્દ મેં વાપર્યો. અને તે વાત તમે પકડી લીધી. મારે અને મારી પર્યાય વચ્ચે પ્રદેશભેદ છે એમ નહીં. મારે અને તારે પ્રદેશભેદ છે-ક્ષેત્રભેદ છે. અહીં પર્યાય મારી છે તેમ પણ નથી કહેવું પરંતુ દ્રવ્ય પર્યાયની પ્રદેશભિન્નતા માટે મારે અને તારે શબ્દનો પ્રયોગ કરેલ છે. મારા બંગલાની હદ જુદી અને બાજુમાં પાડોશી રહે છે તેના બંગલાની હદ જુદી છે. હદ એટલે તેનું ક્ષેત્ર જુદું જ છે. એના ક્ષેત્રમાં કાંટા ઊગે કે એના ક્ષેત્રમાં ગુલાબના ફૂલ ઊગે તેની સાથે મારે કાંઈ સંબંધ નથી. મારું લક્ષ પરિણામ ઉપર નથી.. કેમકે મારા પ્રદેશ અને તારા પ્રદેશ જુદા છે.
ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. ભાવકર્મ આત્મામાં ઉત્પન્ન થઈ જશે એવો ભય રાખીશમાં ! મિથ્યાત્વ નામનું ભાવકર્મ મારામાં ઉત્પન્ન થઈ જશે તો? એવો ભય રાખીશમાં. એ ભયને કાઢી નાખ અને નિર્ભય થઈ જા! તારમાં ભાવકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk