________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
પ્રવચન નં:- ૩ ગાથા-૪) જાય એવું છે. આ ગાથા દષ્ટિ પલટાવી નાખશે. આ શુદ્ધભાવ અધિકાર તેને સંસારમાં નહીં રહેવા દે ! જો સાંભળવા આવવું હોય તો ધ્યાન રાખજો કે સંસારમાં રહેવું હોય તો પણ રહેવા દેશે નહીં. એવો આ શુદ્ધભાવ અધિકાર છે. સમજીને આવવું સાંભળવા. સંસારમાં રહેવું હોય તો આ સાંભળવા જેવું નથી. કેમકે આ સંસારમાં રહેવા દેશે નહીં. આમાં લખેલું છે અને ગુરુદેવે આપણને સમજાવ્યું છે. આ એનું વિવેચન કરવામાં આવે છે.
આહાહા ! શું કહ્યું? ભાવકર્મના ઉદયના એટલે ઉત્પત્તિના સ્થાનોનો અવકાશ નથી. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ, આ જે સાંભળવાનો રાગ ઉત્પન્ન થાય છે ને ! દેશનાલબ્ધિ સાંભળવાનો રાગ ઉત્પન્ન થાય છે ને ! તેની ઉત્પત્તિનો અવકાશ ભગવાન આત્મામાં નથી. આત્મામાં રાગ ઉત્પન્ન થાય તેનો અવકાશ નથી. ભાવલિંગી મુનિરાજ પ્રત્યે ભક્તિના લીધે તેમને આહારદાન દેવાનો જે શુભરાગ આવે છે, એ રાગની ઉત્પત્તિ મારામાં થાય એનો અવકાશ મારામાં છે નહીં.
સાક્ષાત તીર્થકર ભગવાન બિરાજતા હોય અને તેના પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યો હોય તો જે શુભભાવ થાય છે તે શુભભાવની ઉત્પત્તિ મારામાં થાય તે વાતને સ્થાન જ નથી. મારામાં શુભભાવની ઉત્પત્તિ થાય તો નાશ કરું ને? મારામાં જો રાગ ઉત્પન્ન થાય તો તેનો નાશ કરવાનો પ્રસંગ આવે ! પણ મારામાં એનો અવકાશ જ નથી.
શું કહ્યું? આહા! આ જે ભક્તિનો રાગ, દેશનાલબ્ધિ સાંભળવાનો જે રાગ આવ્યો, ભગવાનની પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવ્યો તે શુભભાવ મારામાં થતો નથી. “જિનપ્રતિમા જિનસારખી” છે. અરિહંત ભગવાન તમે અત્યારે સાક્ષાત મુંબઈમાં બિરાજો છો અને તમારી સામે જોઈને પછી હું મારી સામે જોઉં છું. હું તમારી સામે જોવા માટે આવ્યો નથી. પરંતુ ચોવીસ કલાક વેપાર ધંધામાં મારા આત્માનું વિસ્મરણ થઈ ગયું છે એટલે મંદિરે આવી તમારા દર્શન કરું છું. તમને જોતાં મને મારું સ્વરૂપ સ્મરણમાં આવે છે. એ વખતે જે શુભભાવ થાય છે તેની ઉત્પત્તિ મારામાં થાય છે એમ મને જાણવામાં માનવામાં આવતું નથી. રાગની ઉત્પત્તિ મારાથી બહાર થાય છે. મારી સાથે તેનો પ્રદેશભેદ છે. એટલે કે બીજાના ક્ષેત્રમાં ભાવકર્મ ઉત્પન્ન થાય છે, મારા ક્ષેત્રમાં ભાવકર્મ ઉત્પન્ન થતું નથી.
શ્રોતા:- ઘણી કઠિન વાત છે.
ઉત્તર:- મેં પહેલાં જ કહ્યું હતું કે-વાત કઠણ છે. કદાચ સમજાય નહીં તો આમ નિષેધ ન કરવો. કેમકે આ કથન સર્વજ્ઞ ભગવાનનું છે. અને સમજ્યા વિના હા પણ ન પાડવી. પરંતુ સ્થિર રહેવું. આ વાતને વિચાર કોટીમાં રાખવી. જ્યારે સમજાય ત્યારે હી પાડવી. પરીક્ષા કરીને પ્રમાણ કરવું પણ ના તો પાડીશ માં. આ સર્વજ્ઞ ભગવાનનું અનુભવીનું વચન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk