________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં:- ૩ ગાથા-૪) કર્મની પ્રકૃતિ છે. એ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી ને ખરી જાય છે. જ્યારે ઉદયમાં આવીને ખરે છે ત્યારે પરિણામ તેની સન્મુખ થાય છે.. ત્યારે એ પરિણામમાં દુ:ખ થાય છે, પરંતુ ભગવાન આત્મામાં દુઃખ થતું નથી.
અજ્ઞાનીને એમ ભાસે છે હું દુઃખી થઈ ગયો. ભાઈ ! તું દુઃખી થયો નથી. એ બધા વ્યવહારના કથનો છે. આહાહા! આ અજ્ઞાની આત્મા! અનંતકાળથી ચારગતિ અને ચોર્યાશી લાખ યોનિમાં રખડી અને બહુ દુ:ખ ભોગવે છે. એ બધા વ્યવહારના કથનો છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. સમજાવવા માટે બીજું શું થાય ?
શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુ:ખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મ તત્વને વિષે) નથી.” શુભાશુભ કર્મની એટલે જડકર્મની હોં! નિર્જરા એટલે ખરવાના સમયે એનો કાળ પાકે છે ત્યારે એ કર્મ ખરે છે. કેમકે ઉપર પાઠમાં સ્થિતિ બંધ કહ્યો હતો ને ! એ કર્મની સ્થિતિનો પરિપાક પૂરો થાય ત્યારે કર્મ ખરે છે. જેમ ઝાડમાં કેરી પાકે પછી ખરી જાય, પાંદડુ સૂકાય જાય તો તે પાંદડુ પણ ડાળીમાંથી ખરી પડે છે.
તેમ નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો જે અનુભાગબંધ એટલે કર્મની અંદર એક અનુભાગ છે. સુખ અને દુઃખ એવો જે રસ એ જડકર્મમાં રહેલો છે, એનું જ્યારે લક્ષ કરે છે ત્યારે અશુદ્ધ અંતઃતત્ત્વમાં સુખ-દુ:ખ થાય છે. નિમિત્તમાં સુખ-દુ:ખ છે. એ નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે નૈમિત્તિક પર્યાયમાં સુખ-દુઃખ થાય છે. શુદ્ધાત્મામાં તો સુખ-દુ:ખ થતું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે ન હોય. પર્યાય અને પર્યાય વચ્ચે હોય એ પણ વ્યવહારનયનું કથન છે. ખરેખર તો નિમિત્તનૈમિત્તિક સંબંધનો પણ ત્રણેકાળ અભાવ છે. અને પારદ્રવ્યની સાથે જ્ઞાતા-શૈય સંબંધનો પણ ત્રણેકાળ અભાવ છે.
નાસ્તિ સર્વોf સત્પન્થ: પ૨દ્રવ્યાત્મતત્ત્વયો:” આ આત્માને પરની સાથે કર્તકર્મ સંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે અને ખરેખર નિશ્ચયથી જવામાં આવે તો-ઉપાદેયની પ્રધાનતાથી જોવામાં આવે તો જ્ઞાતા-શયના સંબંધનો પણ અભાવ છે.
શ્રોતાઃ- પોતે જ જ્ઞાતાને પોતે જ જ્ઞય છે...!
ઉત્તર:- એવો ભેદ પણ નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુ:ખરૂપ ફળ દેવાની શક્તિવાળુ એ કર્મ છે. એ.. કર્મમાં સુખ દુઃખ થાય છે. નિશ્ચયથી સુખ-દુ:ખ કર્મમાં થાય છે. અને વ્યવહારે જીવની પર્યાયમાં થાય છે. એ પણ સુખ દુઃખમાં જોડાય છે ત્યાં સુધી થાય છે.
સુખ દુઃખમાં કોણ જોડાય છે? કહે-પર્યાય જોડાય છે. કઈ પર્યાય જોડાય છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk