________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
પ્રવચન નં:- ૩ ગાથા-૪) જેમ અનંતગુણનો પિંડ આત્મા ધ્યાનનું ધ્યેય છે તેમ શુદ્ધ પર્યાય પણ આત્માના પ્રદેશથી અભેદ હોય તો આત્માનું અવલંબન લેતા, ગુણોનું અવલંબન લેતાં પર્યાયનું અવલંબન આવી જાય. પરંતુ પર્યાયનું અવલંબન ત્રણકાળમાં આવતું નથી. માટે પ્રદેશભેદ છે. આ ભાઈ બહુ જૂનો છે. તે કહે છે યથાર્થ વાત છે. લ્યો !
આહા.... હા ! અહીં કહે છે-એકવાર તો વ્યવહારનો પક્ષ છોડ ! એકવાર તો નિશ્ચયના પક્ષમાં તો આવ બાપલા ! અરે ! નિશ્ચયના પક્ષમાં આવતા તને અપેક્ષિત શાંતિ થશે. અરે! અપેક્ષિત શાંતિ પણ નહીં પરંતુ સમ્યગ્દર્શન થશે એવા અંદરથી ભણકારા આવી જશે.
શ્રોતા:- એ પક્ષને છોડે તો થાય ને!
ઉત્તર:- કોણ છોડે ? હું છોડું તો થાય એમ લેવું. છોડે તો છૂટે એમ ન લેવું. આ હું ની વાત છે. બીજાની વાત નથી. આપણું નામ લખેલું છે ને તેથી આપણે આપણા ઉપર લેવું. તમારા પુસ્તકમાં ઉપર કાંતિભાઈ લખ્યું છે અને આમાં લાલચંદભાઈ લખ્યું છે. આ ધર્મપિતાના પુત્રો છે. પિતાને તો બધા પુત્રો સરખા હોય ને! લૌકિક કહેવત છે ને.. અમારે તો બધી આંખ સરખી છે.. એમ ધર્મપિતા સંભળાવે છે.
તને શલ્ય ગરી ગયું છે કે મારા પ્રદેશમાં રાગ થાય છે, તેથી રાગનો કર્તા અને ભોક્તા હું છું. સાંભળ તારે પ્રદેશભેદ છે માટે કર્તા ભોક્તાપણું અશકય છે. રાગના કર્તાભોક્તાપણે થવું અશકય છે. કથંચિની વાત હમણાં થોડીકવાર છોડી દે! થોડીકવાર તો છોડ! આહાહા ! સંવર અધિકારમાં જે પ્રદેશભેદ કહ્યો છે ત્યાં જરા થોડો વિચાર વિશેષ માગે છે. તેમાં તો હજુ બીજો અર્થ નીકળી શકે છે પરંતુ આ ગાથામાં બીજો અર્થ નીકળી શકતો નથી. અહીંયા તો વધારે સૂક્ષ્મ છે.
બધા ઠવણી કાઢી નાખો અને બધા આગળ આગળ આવો તેમ આચાર્ય ભગવાન કહે છે હોં ! અહીંયા આવો.. અહીંયા આવો.. આ પદ તમારું છે. તમારું માનેલું પદ અપદ છે. માટે ઠવણી કાઢીને બધા ગુરુદેવની પાસે આવો. અહીં ગુરુદેવ બિરાજમાન છે ને ! તેની પાસે બધા આવો. આ વ્યવહારગુરુ છે અને નિશ્ચયગુરુ અહીંયા અંદર છે.
શું કહ્યું? આહા.. હા ! આતો દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે.. અને એ દ્રવ્યાનુયોગમાં પણ રાજા-ભૂપ સમયસાર અને નિયમસાર એ ભૂપ સમાન અર્થાત્ રાજા સમાન છે. આ કાળમાં દ્રવ્યાનુયોગના બીજા શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ નથી. બીજા શાસ્ત્રો હોય શકે છે પરંતુ અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ હોય તેના વખાણ કરીએ. કયાંક ભંડારોમાં હોય તો આપણા જાણવામાં નથી. આહા.. હા ! પણ એની સામે દુર્લક્ષ કર્યું છે. જગતને દ્રવ્યશ્રુતની કાંઈ કિંમત નથી. આહા... હા ! પાનાઓ બધા સડે છે સમજી ગયા ! તેના માટે કુંદકુંદ કહાન ટ્રસ્ટ ઉભું થયું છે.
અહીં શું કહે છે? અશુદ્ધ અંત:તત્ત્વને એમ કહ્યું ને! તેના પ્રદેશો અને કર્મ પુદ્ગલના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk