________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૪૩
જશે... તેની મર્યાદા વધારેમાં વધારે છ મહિનાની, બાકી સમ્યગ્દર્શન અંતર્મુહૂર્તમાં થાય છે. આચાર્યદેવ કહે છે-વધારેમાં વધારે તને છ મહિનામાં સમ્યગ્દર્શન થઈ જશે. આ શુદ્ધભાવઅધિકારનું ભાવથી ભાસન થશે તો તેને અંદ૨માંથી કોલકા૨ આવી જશે.. તેવો ઊંચો અધિકાર છે. આચાર્ય ભગવાન વિદાય સંદેશો આપે છે. સંસારની વિદાય, સંસારનો અભાવ થાય તેવો સંદેશો આ અધિકારમાં છે. આ તેમનો વિદાય સંદેશો છે.
સર્વજ્ઞભગવાનના આડતિયા કુંદકુંદભગવાન એમ ફરમાવે છે કે-તારા ક્ષેત્રમાં દયાનો ભાવ ઉત્પન્ન થતો નથી. દયાનું ક્ષેત્ર એટલે અશુદ્ધ અંતઃતત્ત્વનું ક્ષેત્ર અને શુદ્ધ અંત:તત્ત્વનું ક્ષેત્ર તે બે વચ્ચે અત્યંત અભાવ છે, કેમકે તેને પ્રદેશભેદ છે.
આહા ! અલૌકિક અધિકાર અને અલૌકિક ગાથાઓની રચના થઈ ગઈ છે. આપણા મહા ભાગ્યયોગે તેને ઉકેલનારા આપણાં ગુરુદેવ મળ્યા. નહીંતર આપણે એકલે હાથે ઉકેલ કરી શકત નહીં. માટે આપણા સીધા ઉપકારી તો પૂ. ગુરુદેવ છે. પરોક્ષ ઉપકારી કુંદકુંદભગવાન આદિ બધા આચાર્યો છે.
પેલા ભાઈ કહે છે કે–આમાં તો ચોખ્ખું લખ્યું છે કે-પ્રદેશભેદ છે. ‘ પ્રદેશો ’ શબ્દ છે તે અંતઃદીપક છે. જે શબ્દ છેડે હોય તેને બધે લાગુ પાડવો. તેને અંતઃદીપક કહેવાય. એક આધ દીપક અને એક મધ્ય દીપક હોય છે તે વાત બધી લાંબી-લાંબી છે. આપણે તો અહીંયા અધ્યાત્મનો રસ કસ કાઢવો છે.
શું કહે છે? અશુદ્ધ અંતઃતત્ત્વના પ્રદેશોનો અને કર્મપુદ્ગલ પ્રદેશોનો પરસ્પર પ્રવેશ થાય છે. આહાહા..! ભગવાન આત્માના પ્રદેશમાં નિશ્ચયનયે તો કર્મના પ્રદેશનો પ્રવેશ થઈ શકતો નથી... પરંતુ વ્યવહારનયે પણ શુદ્ધાત્માના પ્રદેશમાં એ કર્મના પ્રદેશનો પ્રવેશ થઈ શકતો નથી. અહીં આ ગાથામાં પ્રદેશભેદનો મોટો આધાર છે. આના કરતાં હજુ સૂક્ષ્મ વાત બાકી છે.
આગળની સ્થૂળવાતની અપેક્ષાએ આ વાતને સૂક્ષ્મ કહી હતી. હવે જ્યારે હું આને સ્થૂળ કહું છું ત્યારે એક સૂક્ષ્મ વાત બાકી રહી જાય છે. કહે છે કે-રાગની પર્યાયનો અર્થાત્ પર્યાયમાત્રનો પ્રદેશભેદ છે. એટલે જેમાં રાગ થાય છે તે પર્યાયનો પ્રદેશભેદ થાય છે, તો રાગથી રહિત જે વીતરાગી પર્યાય થાય છે તેનો પણ પ્રદેશભેદ જ છે. એ પ્રદેશ આત્માનો નથી. કેમકે આત્માનું ક્ષેત્ર અને વીતરાગી પરિણામનું ક્ષેત્ર નિશ્ચયથી એક જ હોય તો વીતરાગી પરિણામનો નાશ થવાથી આત્માના ક્ષેત્રનો પણ નાશ થઈ જાત, પરંતુ એમ ત્રણકાળમાં બનતું નથી. માટે જે પર્યાયમાં રાગ થાય છે એ પર્યાયમાં રાગનો વ્યય થઈને વીતરાગભાવ થાય છે માટે તેના પ્રદેશ મારામાં નથી. મારાથી નિર્મળ પર્યાયનો પ્રદેશભેદ છે. જો શુદ્ધ પર્યાયનો પ્રદેશ મારામાં હોય, દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ એક હોય તો ધ્યેયમાં ધ્યાનની પર્યાય આવી જશે. સમજાણું ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk