________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
પ્રવચન નં:- ૩ ગાથા-૪) એ અશુદ્ધ અંત:તત્ત્વના ( પ્રદેશો ) આત્મામાં નથી.
આહા ! ભાવકર્મ આત્મામાં થતો નથી. આત્માથી ભિન્ન રહીને અશુદ્ધ અંત:તત્ત્વ ઉત્પન્ન થાય છે. અશુદ્ધ અંત:તત્ત્વ એટલે ભાવકર્મ. ભાવકર્મને અને શુદ્ધ અંતઃતત્ત્વને પ્રદેશભેદ છે. અર્થાત્ અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશ અને કર્મના પ્રદેશોને પરસ્પર પ્રદેશબંધ થાય છે. કેમકે મારા પ્રદેશ અને અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશ ભિન્ન છે. રાગના પ્રદેશની સાથે કર્મના પ્રદેશોનો પરસ્પર બંધ થાય છે.
કોની સાથે બંધ થાય છે? પાઠમાં લખ્યું છે કે-અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશો અને કર્મના પ્રદેશોને પરસ્પર બંધ થાય છે. હું તો શુદ્ધાત્મા છું તેથી મારા પ્રદેશની સાથે કર્મના પ્રદેશનો નિશ્ચયનયે તો બંધ થતો નથી પરંતુ વ્યવહારનયે પણ બંધ થતો નથી. (શ્રોતા:વાહ! વાહ! વાહ!) બહુ ઊંચી અને ઝીણી વાત છે. કામ થઈ જાય તેવી વાત છે.
આહા! આ લક્ષમાં રાખવા જેવી વાત છે. કદાચ ન બેસે તો ધારણામાં રાખશો તો ભવિષ્યમાં પાછું કામ લાગશે. જ્યારે તેની યોગ્યતા પાકશે ત્યારે તે ધારણામાંથી હા આવશે. જ્યારે તેને અંદરથી આવશે ત્યારે પેલી ધારણા સાથે મેળવશે તો તેને તેની શ્રદ્ધા દ્રઢ થશે કે આ વાત મને કુંદકુંદભગવાને અને ગુરુદેવે કરી હતી. એટલે અંતરમાંથી આવેલી વાતનો તેને ટેકો મળશે. આગમના વચનો અને ગુરુના વચનો દ્વારા તેનું શ્રદ્ધાન બળવાન થઈ જશે. આ રીતે તેની ધારણા પણ નકામી નહીં જાય. કયારે ? જ્યારે તેને અંદરમાંથી ભાવ આવશે ત્યારે. નહીંતર ધારણા બેકાર છે. બહુ ઝીણી વાત છે.
ભાવનગરમાં આપણા શશીભાઈ રહે છે. એ શશીભાઈનો બંગલો છે. હવે તેમના ઘેર જવા માટે તેમની શેરીમાં જઈએ તો બન્ને બાજુ બાવળના કાંટાવાળા ઝાડ છે. અને એ બંગલાની આજુબાજુ પણ બાવળના કાંટાના ઝાડ છે. પરંતુ તેમના બંગલામાં બાવળના કાંટાના ઝાડ કયાંય નથી. એ બાવળના કાંટા બંગલામાં છે? બંગલાની બહાર છે.
તેમ ભગવાન ચિદાનંદશુદ્ધ આત્મા, ધ્રુવ નિજ પરમાત્મા દ્રવ્ય છે. તેની બહાર રાગના કાંટા ઊગે છે. મારા શુદ્ધાત્માના ક્ષેત્રમાં કાંટા ઉગતા નથી. એ ભગવાનની ભક્તિનો-રાગનો કાંટો મારા ક્ષેત્રમાં ઉગતો નથી. –ઉદ્ભવતો નથી. મારા સ્થાનમાંથી રાગ આવતો નથી. મારા ક્ષેત્રમાં રાગ થતો નથી. રાગ બીજાના ક્ષેત્રમાં થાય છે. બીજાના ક્ષેત્રમાં રાગ થતો હોવાથી મારા પ્રદેશ અને રાગના પ્રદેશ ભિન્ન છે. આમાં લખ્યું છે. ( શ્રોતા – ખુલ્લું લખ્યું છે.)
આમાં ગુજરાતીમાં ખુલ્લું લખ્યું છે. આ કાંઈ ઘરની વાત નથી. છે તો ઘરની વાત પણ જેણે ઘર જોઈ લીધું છે તે લખે છે. લાયક જીવ એ વાતનો સ્વીકાર કરીને અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. હવે તેને લાંબા ભવ હોતા નથી. આહા !ભાવથી જે શુદ્ધભાવઅધિકાર સાંભળશે, ભણશે, વાંચશે, વિચારશે, ધ્યાવશે તેના કાળની મર્યાદા છ મહિનાની આવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk