________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં:- ૩ ગાથા-૪) સિદ્ધને કર્મનો બંધ ન થાય પરંતુ સંસારીને કર્મનો બંધ થાય કે નહીં? રહેવા દે ભાઈ ! વ્યવહારનયના પક્ષને છોડીને વાત કર. અરે ! વ્યવહારનયથી પણ વાત છેડવા જેવી નથીકરવા જેવી નથી. તો પછી વ્યવહારનયના પક્ષથી તો વાત કરવા જેવી જ કેમ હોય ? નહીંતર તારું અત્યંત બુરું થઈ જશે. આ અજબ-ગજબની વાત છે.
સાધક મુનિ જ્ઞાની-સમ્યગ્દષ્ટિ પોતે પોતાને સંબોધે છે. તે કહે છે-શું કરીએ ! પર્યાયનો કાળ છે એટલે સમજવાનો ભાવ “એનામાં—પર્યાયમાં આવે છે. અને સમજનારો તેની પર્યાયમાં સમજે છે. મારો આત્મા મારા પરિણામથી રહિત છે. સામે સમજનારો આત્મા પણ તેના પરિણામથી રહિત છે. આ તો નિજ ભાવનાનો ગ્રંથ છે ને?
આ નિયમસાર શાસ્ત્ર છે તે તેની ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. એટલે શુદ્ધાત્માની ભાવનાની તેને મસ્તી ચડી ગઈ છે. તે કહે છે કે સ્થિતિબંધના સ્થાનો આત્મામાં નથી તે વાત કરી. આચાર્યદેવને કદાચિત્ સમજાવવાનો ભાવ આવે છે તો એ પરિણામમાં આવે છે. બીજાને સમજાવવાનો ઉછાળો પરિણામમાં આવ્યો છે. કેમકે પરિણામ હજુ સ્વરૂપમાં ઠરતા નથી તેથી બીજાને સમજાવવાનો ઉછાળો આવે છે. એ પરિણામનું મને જ્ઞાન વર્તે છે અને સાથે એમ પણ જાણવામાં આવે છે કે એ પરિણામ મારા નથી. જે સાંભળનાર છે તે પરિણામથી સમજે છે. એ પરિણામ પણ તેના આત્મામાં નથી. મારો આત્મા મારા પરિણામથી ભિન્ન છે અને શ્રોતાનો આત્મા પણ તેના પરિણામથી ભિન્ન છે. પરિણામ અજ્ઞાનરૂપ થાય છે અને પરિણામ જ્ઞાનરૂપ થાય છે, પરંતુ હું તો જ્ઞાનમય આત્મા છું. હું અજ્ઞાની થયો જ નથી ને! તેથી મારે જ્ઞાની થવાનું હોઈ શકે નહીં. જે બંધાય તે મૂકાય છે. પરંતુ હું તો પ્રથમથી જ મુક્ત છું.
આહા..! ગઈકાલે એક મુમુક્ષુ ભાઈએ કહ્યું કે-આમાં તો આત્માની ભાવના ચૂંટાયા છે. તેવી આત્માની વાત આવે છે. આહા! આતો આત્માની મસ્તી ચડી જાય એવું છે. કુંદકુંદભગવાન આપણને સમજાવે છે.
“જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુગલ દ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેના સ્થાનો (નિરંજન નિજ પરમાત્મ તત્ત્વને) નથી.” આઠ પ્રકારના કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ પ્રકારના કર્મ છે. કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૪૮ છે. તેના બે ભાગ ઘાતિ અને અઘાતિ તે જાણવાનો વિષય છે. એ પર પદાર્થનો બહુ વિચાર કરવા જેવો નથી. જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાં તે તે કર્મને યોગ્ય એટલે જ્ઞાનાવરણીયને યોગ્ય, દર્શનાવરણીયને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ છે.
જ્ઞાનની પર્યાય હીણી થાય છે તે તેના સ્વકાળથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીય ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk