________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
શુદ્ધ અંત:તત્ત્વ નિમિત્ત કહેવામાં આવે છે. પર્યાયની યોગ્યતામાં રાગ થાય ત્યારે તેમાં કર્મની પ્રકૃતિ નિમિત્ત થાય છે. કર્મની પ્રકૃતિ અને રાગ બન્ને ભિન્ન-ભિન્ન છે. આઠેય કર્મની પ્રકૃતિ ભિન્ન-ભિન્ન છે. તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્માને નથી.
જેમ ૩૯ ગાથામાં વારંવાર શુદ્ધ જીવાસ્તિકાયને તેમ કહેતા હતા ને! કેમકે તે વારંવાર આત્માને ભૂલ્યો છે એટલે શ્રીગુરુ વારંવાર શુદ્ધાત્માની વાત તેને સંભળાવે છે. નિરંજન નિજ પરમાત્માને આ પ્રકૃતિબંધના સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારની પ્રકૃતિ ભગવાને કહી તેનો બંધ મને નથી. તેનું સ્થાન રહેઠાણ મારામાં નથી. મારે અને તેને પ્રદેશભેદ છે. કર્મ કર્મની સત્તામાં છે મારી સત્તામાં તેની ત્રણેકાળ નાસ્તિ છે. ડો. સાહેબ! આ ડોક્ટર સાહેબ નવા છે પરંતુ તેને થોડા વખતમાં બહુ બેસી ગયું છે. તે આત્મા છે ને!
શ્રી સોગાનીજીએ એક વ્યાખ્યાન સાંભળ્યું-જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન છે. રાત્રે ધ્યાનમાં બેસી ગયા અને સવારે ચાર વાગ્યે તો સમ્યગ્દર્શન લઈને ઊઠ્યા. આહા ! આત્મા છે ને ! આ તો મારે એની તલવાર છે. બે વાત કરી હવે ત્રીજી વાત આવે છે તે સાંભળવા જેવી છે.
આ વાતનો સ્વીકાર આવે તેની તો બલિહારી છે, પરંતુ કોઈને સ્વીકાર ન આવે તો સાંભળીને ધારણામાં રાખવા જેવી તો છે. આ વાતનો અત્યારે કદાચ સ્વીકાર ના આવે, તારો પર્યાયનો કાળ હજુ પાકયો ન હોય તો આ સર્વજ્ઞભગવાને કહેલી વાત, જિનેન્દ્ર ભગવાને કહેલી વાતને કુંદકુંદભગવાન કહે છે. ટીકાકાર મુનિ ભગવંત ફરમાવે છે કે-તને હું એક વાત કહું છું તે વાત તે સાંભળી નથી. કેમકે તને વ્યવહારનો પક્ષ બહુ છે. તારી પાસે વ્યવહાર તો નથી... પરંતુ વ્યવહારનો પક્ષ ઘણો છે. અજ્ઞાની પાસે વ્યવહારનય ન હોય. જ્ઞાની શ્રુતજ્ઞાની પાસે નિશ્ચયનયપૂર્વક વ્યવહારનય હોય. કેવળીને પણ નય ન હોય અને મિથ્યાષ્ટિને પણ નય ન હોય, પરંતુ વ્યવહારનયનો પક્ષ હોય. સાંભળ તને એક વાત કહું છું તે વાત અપૂર્વ અને ઝીણી છે. આવી વાત બીજી જગ્યાએ કયાંય ખુલ્લી નથી.
અશુદ્ધ અંત:તત્ત્વના (અશુદ્ધાત્માના) અને કર્મ પુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે;” જુઓ, પાઠમાં લખેલું છે-અશુદ્ધ અંત:તત્ત્વના એટલે શુદ્ધ અંત:તત્ત્વના નહીં-શુદ્ધાત્માના નહીં. આમાં કૌંસમાં લખ્યું છે-“અશુદ્ધ આત્માના” પરંતુ એ વ્યવહારનયનું કથન છે. આહા ! અશુદ્ધ અંત:તત્વના અને કર્મના તેમ વાંચવું. અશુદ્ધ અંત:તત્ત્વ એટલે પરાશ્રયે જે રાગ-દ્વેષ અને મોહના ભાવ થાય છે તે અશુદ્ધ અંત:તત્ત્વ છે. જડકર્મ અને નોકર્મ એ તો પ્રગટપણે આત્માથી ભિન્ન હોવાથી બહુ દૂર છે. અને આ પરિણામ તો આત્માની નજદીક થાય છે પણ આત્મામાં થતા નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk