________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭ ભિન્ન, કાળથી ભિન્ન ને ભાવથી ભિન્ન છે. શુભભાવો મારી સત્તામાં નથી. આહા ! શુદ્ધ
જીવાસ્તિકાય તત્ત્વ છું ને! હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું ને! હું તો શુદ્ધ તત્ત્વ છું ને! એ શુદ્ધ તત્ત્વમાં આ અશુદ્ધપણું ને અશુદ્ધતા કયાંથી આવે? અશકય છે. એ ભાવો બહાર છે, એનું સ્થાન ભિન્ન છે એના પ્રદેશ ભિન્ન છે અને મારા પ્રદેશ ભિન્ન છે.
આહા.... હા ! કર્મનો અભાવ હોવાથી સાંસારિક સુખ નથી. સાંસારિક સુખ છે ને એ મારામાં નથી. આહા ! આતો અજબ-ગજબની વાત છે. આ તો કોઈ આસન્ન ભવ્ય જીવ હોય તો જ તેને લક્ષમાં આવવા યોગ્ય છે. આહા ! દૂરભવી જીવ હોય તેને તો પર્યાય દષ્ટિનું જોર વર્તે છે. જ્યારે શુદ્ધાત્માની વાત ચાલતી હોય ત્યારે આવા જીવનું લક્ષ પર્યાય ઉપર ચાલ્યું જાય છે. તેને એમ થાય છે–પર્યાયમાં તો છે ને! દ્રવ્યમાં ન હોય તો કાંઈ નહીં! દ્રવ્યમાં નથી તો નથી એમ અમે સ્વીકાર કરીએ છીએ. નિશ્ચયનયે જોવામાં આવે તો દ્રવ્યમાં શુભભાવ નથી. વ્યવહારનયે હું સંસારી જીવ છું અને હું હજુ સિદ્ધ થયો નથી એટલે મારામાં શુભભાવ તો થાય છે... તે મારામાં જ થાય છે ને? તે દુનિયામાંથી ગયો. તે જડ થઈ ગયો... અર્થાત્ તેની બુદ્ધિ જડ થઈ ગઈ. તેને આત્મજ્ઞાન ઉદય થાય તેવા લક્ષણ પણ વર્તમાનમાં દેખાતા નથી. ભવિષ્યમાં થાય તો ભલે થાય.
શ્રોતા- આત્મામાં શુભભાવ થતો જ નથી, તેથી મને કર્મ બંધાતા નથી.
ઉત્તર:- હા, આત્મા શુભભાવને કરે તે સવાલ જ ઉઠતો નથી. મારામાં શુભભાવ થયો અને તેના નિમિત્તે કર્મ બંધાણા અને તે કર્મનો ઉદય આવ્યો અને સંસારી સુખ મને પ્રાપ્ત થયું એ વસ્તુના સ્વભાવમાં નથી. આહા! કેટલી ચોખવટ કરીને લખે છે.
આહા ! અનંતો ઉપકાર સંતાનો છે. તેઓ જંગલમાં રહીને અને આનંદનો અનુભવ કરતાં-કરતાં આવા શાસ્ત્રો આપણા માટે લખી ગયા છે. એ શાસ્ત્રમાં ગાથાએ ગાથાએ આપણું નામ લખેલું છે, તેને વાંચતા આવડતું નથી. એ નામ એવી શાહીથી લખાય કે અગ્નિની સામે તે અક્ષર દેખાય. તેમ અંતરમુખ થાય તો ખબર પડે કે મારા માટે લખેલું છે.
“સંસાર સુખનો અભાવ હોવાથી હર્ષ સ્થાનો નથી.” આહા! આ સંસાર સુખ મારામાં નથી. અરે ! હું સુખી પણ નથી અને દુ:ખી પણ નથી. હું તો સુખનું પૂર છું અને જ્ઞાનનો દરિયો છું. સાંસારિક સુખનો શુદ્ધ જીવાસ્તિકાયમાં અત્યારે અભાવ હોવાથી હર્ષ સ્થાનો નથી. આત્મામાં હર્ષના સ્થાનો નથી. આહા... હા! મને બહુ હર્ષ આવ્યો ! મને હર્ષ આવ્યો કે હર્ષ સંબંધીનું જ્ઞાન થયું ? કે જ્ઞાયક સંબંધેનું જ્ઞાન થયું ? હર્ષ સંબંધીનું જ્ઞાન થયું એ અજ્ઞાન છે. જ્ઞાયક સંબંધીનું જ્ઞાન થયું તે સમ્યજ્ઞાન છે. એ સમ્યજ્ઞાનની પણ અમને ઉપેક્ષા છે. જે ઉત્પાદુ ધ્રુવ પરમાત્માને પ્રસિદ્ધ કરે છે તે ઉત્પાદની પણ અમને ઉપેક્ષા છે. જે પર્યાય મને પ્રસિદ્ધ કરે છે તે પર્યાય પણ મારું સ્વરૂપ નથી. કેમકે એ બધા ભાવો નાશવાન છે, તેનાથી હું જુદો છું. હું એ ભાવોથી એકમેક થયો નથી. જો હું તેનાથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk