________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯
એકમેક થાઉં તો એના નાશે મારો નાશ થઈ જાય, પરંતુ એમ તો બનતું નથી. શુદ્ધ જીવાસ્તિકાય શબ્દને બધામાં કૌંસમાં લીધો. કેમકે વાંચતા-વાંચતા ભૂલી જાય તેને યાદ કરાવે છે. શેમાં આ ભાવો નથી ! આ ભાવો શેમાં નથી ? તો કૌંસ કરવો પડયો,
–
“ વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતીનો અભાવ અશુભ કર્મ નથી”, આહા! આ જે મિથ્યાત્વની-પાપની પરિણતી છે તેનો ભગવાન શુદ્ધ
જીવાસ્તિકાયમાં અભાવ છે. મિથ્યાત્વનો અભાવ છે અને ચારિત્રના હિંસાદિ પાપના પરિણામોનો પણ ભગવાન આત્મામાં ત્રણેકાળ અભાવ હોવાથી.. અશુભકર્મ નથી. તેને પાપકર્મની પ્રકૃતિ બંધાણી નથી અને પાપની પ્રકૃતિનો ઉદય પણ આવતો નથી. અશુભ કર્મનો અભાવ હોવાથી.., અશાતા વેદયનીય કર્મનો અભાવ હોવાથી મને દુ:ખ નથી. આગળની લીટીમાં સુખ નથી તેમ કહ્યું હતું અને અહીં દુઃખ નથી તેમ કહ્યું.
આહાહા ! ઘણાં કહે–અમને બહુ પ્રતિકૂળતા છે, અમારા જેવો કોઈ દુઃખી નથી. રહેવા દે.. રહેવા દે... ! બોલીશ માં ! આહા.. ભાઈ! કોઈને દેહની પ્રતિકૂળતા, કોઈને સંયોગની પ્રતિકૂળતા તેમ અનેક પ્રકારની બાહ્યમાં પ્રતિકૂળતા છે તે ખરેખર પ્રતિકૂળતા નથી.
બે મિત્રો હતા તે કરોડોપતિ હતા. બે મિત્રો પણ ભાઈ કરતાં વધારે પ્રેમ. એક દિવસ પણ ખાલી ન જાય કે તે બે મળ્યા ન હોય. તેમાં એક શેઠ બહુ ઉદાસીન થવા લાગ્યા, ઉદાસીન બહુ થઈ ગયા એટલે બીજા મિત્રને તે ખ્યાલ આવી ગયો. થોડા દિવસ તેણે નિરીક્ષણ કર્યું- કાંઈ બોલે નહીં. મિત્રના ચહેરા ઉપર બહુ ઉદાસીનતા લાગવા માંડી, જાણે તે બહુ દુ:ખી હોય તેમ લાગે. એક દિવસ, બે દિવસ આમ આઠ દિવસ ગયા... પંદર દિવસ પછી પૂછ્યું, ભાઈ ! મને એક વાત પૂછવાનું મન થાય છે, તમને જે હોય તે વાત કરજો ! ઘણાં દિવસથી તમે બહુ ઉદાસ છો અને તમે કાંઈ ચિંતામાં હો તેવું મને લાગે છે. મારા બેઠાં તમે દુ:ખી થાવ! તમે મને વાત કરો, હું તમારું દુ:ખ દૂર કરીશ. તેને તો એમ કે પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા જોતા હશે !
પેલો મિત્ર કહે- વાત તો તમારી સાચી છે. મારા જેવો બીજો કોઈ દુ:ખી મને દેખાતો નથી.
બીજો મિત્ર- તમને શું દુઃખ છે તે તો વાત કરો !
પેલો મિત્ર− હું તને વાત કરું તો તું મારું દુઃખ ભાંગી નાખીશ ?
બીજો મિત્ર કહે- ચોક્કસ ભાંગીશ, હું જીવતો છું, હું કયાં મરી ગયો છું.
પેલો મિત્ર કહે- મારા જ્ઞાન અને દર્શનમાં મારો ભગવાન આત્મા મને જણાતો નથી અને દેખાતો નથી અને અનુભવમાં આવતો નથી તે મને મોટી પ્રતિકૂળતા છે. આ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk