________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭
શુદ્ધ અંત:તત્ત્વ
અહીં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધના સ્થાનો ચાર કહ્યાં. હવે આગળ જે વાત કરે છે તે તેના કરતાં વધારે માર્મિક છે. “તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. કર્મનો ઉદય આત્મામાં થતો નથી. કર્મનો ઉદય આત્મામાં ન થાય. કર્મનો ઉદય એટલે ઉત્પત્તિ કર્મમાં થાય છે. જડની વ્યક્તિ-અવસ્થા જડમાં થાય છે. ભાવકર્મનો ઉદય પણ આત્મામાં થતો નથી તેમ કહેશે. ભાવકર્મ આત્મામાં થાય તેવો અવકાશ નથી. ભાવકર્મના સ્થાનો આત્મામાં નથી. ટીકાની છેલ્લી લીટીમાં એ વાત કરશે.
આ ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. આ રીતે જે પાંચ પ્રકાર કહ્યા તે જીવને નથી. એટલે કે મને નથી. કર્મનો બંધ મને નથી અને કર્મનો ઉદય મને થતો નથી તેમ કહ્યું. આ અન્વયાર્થની વાત સંક્ષેપમાં કહી હવે તેનો વિસ્તાર કહે છે.
સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે” જે સદાય એટલે હંમેશને માટે-ત્રણેયકાળ નિરુપરાગ જેનું સ્વરૂપ છે. મારા આત્માનું સ્વરૂપ નામ સ્વભાવ એવો છે કે-હું ત્રણેયકાળ રાગ રહિત છું. નિરુપરાગનો નીચે અર્થ કર્યો છે-“ઉપરાગ વિનાનું”. ઉપરાગ વિનાનું એટલે રાગ વિનાનો છે. રાગનું સમીપપણું મને નથી. હું રાગની સમીપમાં નથી. અને રાગ મારી સમીપમાં નથી.
ઉપરાગ એટલે કોઈ પદાર્થમાં અન્યઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ”, ઔપાધિકભાવ, મલિનતા તે ભગવાન આત્મામાં નથી. ભગવાન આત્મા રાગ રહિત અને મલિનતા રહિત છે. આત્મા રાગ રહિત થાય છે તે વ્યવહારનયનું કથન છે. અને આત્મા ઉપરાગ રહિત છે તે કથન નિશ્ચયનયનું છે. આત્મા રાગ રહિત થયો અને મારે રાગ રહિત થવું છે તે વાત તેને ગમે છે. પણ હું રાગ રહિત છું એ વાત તેને સાંભળવી ગમતી પણ નથી. જે દિવસે એ વાત એને ગમશે તે દિવસે એ સાક્ષાત રાગ રહિત થઈને વીતરાગ પરમાત્મા થઈ જશે.
મારે દુ:ખથી રહિત થવું છે. તેથી હે પ્રભુ! દુઃખથી રહિત થવાનો ઉપાય મને બતાવો. ત્યારે જ્ઞાની ધર્માત્મા તેને દુઃખના નાશનો ઉપાય બતાવતાં કહે છે કે તારામાં ત્રણે કાળ દુઃખનો અભાવ છે. આ દુ:ખના નાશનો ઉપાય છે. દુઃખના નાશનો ઉપાય શું? કહેતું તો ત્રણેકાળ દુઃખથી રહિત છો. રાગ અને રાગના ફળથી રહિત છો. કર્મચેતના અને કર્મફળચેતના ભગવાન આત્મામાં નથી. કેમકે તે સદા નિરુપરાગ છે. સદા ઉપરાગથી રહિત છે.
ભગવાન આત્મા અત્યારે અંતરમાં બિરાજમાન છે. દેહનો સંયોગ છે ત્યારે, આઠ કર્મનો સંયોગ છે ત્યારે; અને પરિણામમાં પર સન્મુખતાવાળો ભાવકર્મ થાય છે ત્યારે ભગવાન આત્મા નિરુપરાગ છે. પરિણામમાં ભાવકર્મ થાય છે ત્યારે દ્રવ્યમાં ભાવકર્મ થતો નથી. ભાવકર્મ જીવમાં થતો નથી, ભાવકર્મ આસ્રવમાં થાય છે. ભાવકર્મ આસ્રવનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk