________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૬
પ્રવચન નં:- ૩ ગાથા-૪૦ શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને વિષે ) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદ્દેયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને વિષે ) નથી.
તા. ૧૫/૫/ ’૭૯
પ્રવચન નં:- ૩ સ્થળઃ- મુંબઈ-ઝવેરીબજાર મંદિર
ગાથા ૪૦ : ઉ૫૨ પ્રવચન
-
દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ એક નિયમસાર નામનું શાસ્ત્ર છે. તેના મૂળ કર્તા કુંદકુંદાચાર્ય ભગવાન છે અને ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. તેનો શુદ્ધભાવ અધિકાર ચાલે છે.
ભગવાન આત્મા ત્રણેયકાળ શુદ્ધ છે તે વાત તેણે એક સમયમાત્ર સ્વીકારી નથી.. તેનું લક્ષ કર્યું નથી. હું શુદ્ધ છું એમ લઈને ખરેખર તે અનુમાન જ્ઞાનમાં અર્થાત્ આત્માના પક્ષમાં પણ આવ્યો નથી.
અહીં આચાર્યદેવ સમજાવે છે કે–તારો આત્મા શુદ્ધ છે. કેમકે મારો આત્મા શુદ્ધ છે એમ મને અનુભવ થયો છે. જો મારો આત્મા સ્વભાવે શુદ્ધ છે તો બધા આત્મા પણ શુદ્ધ હોય. કોઈ જીવ અશુદ્ધ નથી અને કદી અશુદ્ધ પણ હતો નહીં અને ભવિષ્યકાળમાં કોઈ દિવસ અશુદ્ધ થવાનો નથી. એવો આ સમ્યગ્દર્શનના વિષયનો અધિકાર છે. એટલે કે જેને ધર્મ કરવો હોય તેને આવો શુદ્ધાત્મા સમજવો પડશે. જ્યારે સમજશે ત્યારે તેને ધર્મ થશે. આ ગાથામાં જીવનું સાચું સ્વરૂપ શું છે તે સમજાવે છે. અજ્ઞાની આત્માને આવા શુદ્ધાત્માનો અનુભવ થયો નથી. અનંતકાળ વીત્યો તેણે કામ, ભોગ, બંધનની કથા સાંભળી છે, પણ તેણે શુદ્ધાત્માની વાર્તા રુચિપૂર્વક-પ્રીતિપૂર્વક દી સાંભળી નથી.
“ અહીં ( આ ગાથામાં ) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધના સ્થાનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.”
આ ૪૦ નંબરની ગાથામાં પ્રકૃતિબંધ અને એક સ્થિતિબંધની એટલે કર્મની વાત છે. જડકર્મ આઠ પ્રકારના છે. સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, પ્રકૃતિબંધ એ ચાર પ્રકારના બંધ છે. એ આઠ પ્રકારના કર્મો છે તેનો જીવની પર્યાયની સાથે સંબંધબંધ થાય છે, પરંતુ જીવની સાથે નહીં.
શું કહ્યું ? શુદ્ધાત્માની સાથે ભૂતકાળમાં કર્મનો બંધ થયો નથી વર્તમાનકાળમાં શુદ્ધાત્મા કર્મથી બંધાણો નથી; કેમકે આત્માનો સ્વભાવ અબદ્ધ છે તેથી તે કર્મથી બંધાતો નથી. ત્યારે બંધ થયો છે... તો કોની સાથે થયો છે? આ ચાર પ્રકારનો બંધ કોની સાથે થયો છે? તે બંધ અશુદ્ધ અંત:તત્ત્વ સાથે થયો છે પરંતુ મારી સાથે તેનો બંધ થયો નથી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk