________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ નથી, મારામાં સુખ-દુઃખ નથી તેવો હું શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે. આવા શુદ્ધાત્માની રુચિ કેમ કરતો નથી ? અને આ કરુણા, કોમળતા, દયા-દાન-ઉપવાસના પરિણામ તેવો શુભભાવ કે જે સાંસારિક સુખનું કારણ છે તેવા પુણ્યને અને પુણ્યના ફળને તું કેમ વાંછી રહ્યો છે. હવે તને આ શોભતું નથી. હવે આવો અપૂર્વ કાળ આવ્યો અને તું સાંસારિક સુખને ઇચ્છે છે? છોડ એ સાંસારિક સુખની દૃષ્ટિને અને શુદ્ધાત્માનું લક્ષ કર. હવે આત્માની રુચિ કર. એક સમયની કમાઈ અનંતકાળ સુધી ખાઈશે. એક સમયનો અનુભવ અને તેના ફળમાં સાદિ અનંતકાળ આનંદનું વેદન. એ પણ વ્યવહારનયે તને વેદન આવશે, નિશ્ચયનયે તો આનંદનું વેદન આવતું નથી.
આવા આત્માની તું કેમ રુચિ કરતો નથી ? દુષ્કૃત એટલે શુભભાવ હોં ! અશુભભાવની વાત નથી. સાંસારિક સુખનું નિમિત્તે શુભભાવ છે.. અને એ શુભભાવ દુષ્કૃત્ય છે. બીજાની સેવાનો ભાવ છે તે દુષ્કૃત્ય છે. એ તારું કર્તવ્ય નથી માટે તેને શ્રદ્ધામાંથી છોડી દે! શ્રદ્ધામાંથી છોડ્યા પછી ચારિત્રની નબળાઈમાં આવી જાય તો કરણી જુદી અને શ્રદ્ધા જુદી છે.
આપણા ઉપર એક આરોપ હતો કે તમારી કથની કાંઈ અને કરણી કાંઈ છે. ત્યારે ગુરુદેવે તેનો જવાબ જડબાતોડ આપ્યો. શું જવાબ આપ્યો? બે ગુણ જુદા છે તેની જગતને ખબર નથી. એક ગુણ શુદ્ધ થઈ જાય છે અને બીજો ગુણ આંશિક શુદ્ધ થાય છે તે ચારિત્ર ગુણમાં અશુદ્ધતા ઘણી રહી જાય છે. એ બધા ચાળા ચારિત્રગુણના છે. તે ચાળા મારા નથી. મારા જ્ઞાનનું તે વ્યવહાર જ્ઞય છે, પરંતુ તે કર્તાનું કર્મ થઈ શકતું નથી. આહા ! આવો સુંદર જવાબ આપ્યો હતો.
આ પૈસાથી કાંઈ લાભ ન થાય, બિલકુલ સુખ થાય નહીં અને રોજ દુકાન ખોલે અને પાછો કમાવાનો લોભ રહે. અરે ! અરે ! શ્રદ્ધામાંથી તો લોભનું સ્વામિત્વ છૂટી ગયું છે. પરંતુ ચારિત્રનો લોભ હજુ જીવાતો નથી. એટલે શ્રીમદ્ રાજચંદ્રજીને પણ દુકાને આવવું પડતું હતું. તેઓ જાણતાં હતાં કે-ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો ગુણ શુદ્ધ થયો હતો પરંતુ ચારિત્રગુણની શુદ્ધિ કરવાની તાકાત-બળ હજુ આવ્યું ન હતું. તેથી ભાવના ભાવે છે કે
અપૂર્વ અવસર એવો કયારે આવશે.” તેમણે ભાવના ભાવી પરંતુ ચારિત્રના એ પ્રકારના રાગને જીતી શકતો નથી. તેમને નબળાઈનું પણ જ્ઞાન વર્તે છે અને સબળાનું પણ જ્ઞાન વર્તે છે. કેવા સ્વભાવમાં કેમ ઠરવાથી રાગનો અભાવ થશે તેનું જ્ઞાન પણ તેને વર્તે છે. છતાં ઠરી શકાતું નથી. તેથી અજ્ઞાનીને એમ લાગે છે કે કરણી ભિન્ન અને કથન પદ્ધતિ ભિન્ન છે, બાકી ખરેખર એમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk