________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ કહે છે-નિમિત્તનું લક્ષ કરવાથી દુર્ગતિ થાય છે. નિમિત્તનું લક્ષ કરવા માટે મારો જન્મ થયો નથી. મારો જન્મ તો ઉપાદાનનું લક્ષ કરવા માટે થયો છે. આહા ! નિમિત્તનું લક્ષ કરતાં તો દુર્ગતિ થાય છે... એમ ગુરુએ કહ્યું ને!? એતો ગુરુ જ કહને! જ્ઞાની કહે બીજું કોણ કહે! અષ્ટપાહુડમાં આવે છે-“ ધ્વાનો મારૂં” અરે...! સાક્ષાત તીર્થકર ભગવાનની સામે જઈશ તો તારી પરિણતી માઠી થશે. તારી ચૈતન્ય પરિણતી હણાય જશે, તને હિંસા થશે, કેમકે પરના લક્ષે રાગની ઉત્પત્તિ થઈ તેને ભગવાન નિશ્ચયથી હિંસાના પરિણામ કહે છે.
આચાર્યદવ કહે છે-આવા આત્માને અમે તને હથેળીમાં બતાવીએ છીએ કે તારો આત્મા આવી છે. આવા આત્માને તું કેમ લક્ષમાં લેતો નથી ? દેષ્ટિમાં કેમ લેતો નથી? એકવાર તો દૃષ્ટિમાં લે ! આહાહા...! આવા આત્માની તું કેમ રુચિ કરતો નથી ? આહા ! અમને આશ્ચર્ય થાય છે. તને આવો યોગ મળ્યો અને તેને સમજાવનારા ભાવલિંગી સંત મળ્યા, તેઓ સ્વર્ગમાંથી ભારતમાં નીચે આવીને તને બોધ આપે છે. આ બોધ કોનો છે? આહા.... હા ! આચાર્ય ભગવાન બોધ આપે છે ને! અમે સ્વર્ગમાંથી ઉતરીને તને આ બોધ આપીએ છીએ કે–તારો આત્મા જે શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે તે અનાદિ-અનંત શુદ્ધ છે. આત્મા નિત્ય શુદ્ધ છે. તે એક સમય માટે પણ અશુદ્ધ થયો નથી.
આત્મા કથંચિત્ અશુદ્ધ છે તેમ આવે છે ને? એલા..! કથંચિન્ને વળગમાં, કારણ કે તે મેલડીનો વળગાડ છે, તેમાં તું મરી જઈશ. આત્મા કથંચિત્ શુદ્ધ છે એમ જો તું કહીશ તો કથંચિત્ અશુદ્ધ છે એવા જ્ઞાનના પક્ષમાં અર્થાત્ વ્યવહારના પક્ષમાં આવી ગયો. અરે ! સર્વથા શુદ્ધ છે તેમ એકવાર તો હા પાડ! એકવાર તો હા પાડ કે સર્વથા શુદ્ધ છું. કથંચિત્ શુદ્ધ તે મારું સ્વરૂપ નથી. કથંચિત્ કયાં લાગુ પડે ? શુદ્ધાત્મામાં કયાંથી લાગુ પડે !
આહા ! જે શુદ્ધ હોય તે ત્રણેય કાળ શુદ્ધ હોય. જે શુદ્ધ હોય તે કોઈ સમયે અશુદ્ધ હોય તેમ ત્રણકાળમાં બની શકતું નથી. “એક સમય તે સૌ સમય.” શુદ્ધાત્મા જે શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે તે તો ત્રણેકાળ શુદ્ધ... શુદ્ધ ને શુદ્ધ જ છે. અત્યારે પર્યાયને યાદ કરીશ નહીં. આહા... હા ! રામ બોલો ભાઈ રામ અત્યારે ન હોય. અત્યારે મોક્ષના મંડપ રોપાણા છે.
અરે ! કુંદકુંદભગવાન સમયસારની પહેલી ગાથા લખતાં કહે છે-અમે અમારા આત્મામાં સિદ્ધને સ્થાપીને આ સમયસારની રચના કરીએ છીએ. અને હું શ્રોતાઓ ! તમારા આત્મામાં પણ અમે અત્યારે સિદ્ધની સ્થાપ્ના કરીએ છીએ. તેથી હું સિદ્ધ છું એમ સ્થાપના કરીને તું સાંભળજે, તો તું સિદ્ધ થયા વિના રહીશ નહીં. કોલ કરારથી કહીએ છીએ અને અમારા આશીર્વાદ તને સાથે આપીએ છીએ. હું પામર છું, હું સંસારી છું, હું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk