________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હવે અજીવના સંબંધથી થતા આસ્રવ અને બંધ તત્ત્વ છે. આસવમાં પુણ્ય અને પાપ બન્ને ગર્ભિત આવી જાય છે. એ વિકારી પરિણામ પરદ્રવ્યના લક્ષે ઉત્પન્ન થયેલા ભાવો છે. તેનાથી આકુળતા ઉત્પન્ન થાય છે અને તેનાથી સંસાર પ્રાપ્ત થાય છે. માટે વિકારી વિભાવભાવ હોય છે. શુભભાવ છે તે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્ય નથી.
હવે આગળ કહે છે-એ જીવના પરિણામ અજીવનો સંબંધ કરતા હતા, પરંતુ જીવ અજીવનો સંબંધ કરતો નથી. અને કોઈ કાળે કરશે પણ નહીં. જીવ સામાન્ય છે તે શુદ્ધાત્મા અપરિણામી-નિષ્ક્રિય છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ એવો જે નિજ શુદ્ધાત્મા એ અજીવના સંબંધમાં ભૂતકાળમાં આવ્યો ન હતો, વર્તમાનમાં છે નહીં, અને ભાવિ કોઈ કાળે તે અજીવનો સંબંધ કરે એવો જીવનો ત્રણેકાળ સ્વભાવ નથી.
પ્રશ્ન થાય કે-અજીવનો સંબંધ કોણ કરે છે? એ. અજીવનો સંબંધ અજીવ કરે છે, હું કરતો નથી. ઝીણી વાત તો છે. હું અજીવનો સંબંધ કરું એવો મારો સ્વભાવ નથી. આતો નિજ ભાવના અર્થે શાસ્ત્ર છે ને!? આ શાસ્ત્ર બીજાને સમજાવવા માટે નથી.
શાસ્ત્ર લખવામાં એમને એટલું હતું કે-શાસ્ત્ર તો લખું છું મારી ભાવનાના અર્થે અને કદાચિત્ લાયક જીવના હાથમાં આ નિયમસાર શાસ્ત્ર આવશે... અને એ નિયમસાર શાસ્ત્રમાંથી એ શુદ્ધભાવ અધિકાર તેના હાથમાં આવશે અને જો તે ભાવથી એનું અધ્યયન કરશે તો એના સંસારકાળની મર્યાદા છ મહિનાની અંદરમાં આવી જશે. તેને છ મહિનામાં તો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે.. થશે ને થશે જ એવો કોલ કરાર કરનારો આ શુદ્ધભાવ અધિકાર છે.
શું કહ્યું? હું જીવ સામાન્ય છે તેથી કોઈ કાળે મેં અજીવનો સંબંધ કર્યો નથી. જે અજીવનો સંબંધ કરે છે તે અજીવનો સંબંધ છોડે છે. પરદ્રવ્ય પરદ્રવ્યનો સંબંધ કરે છે. અજીવ તત્ત્વ અજીવનો સંબંધ કરે છે. હું તો જીવતત્ત્વ છે તેથી હું અજીવનો સંબંધ કરતો નથી. એ અજીવના સંબંધને છોડવાની વાત પણ મારામાં નથી. જે બંધાય તે મૂકાય.. હું તો ત્રિકાળ મુક્ત સ્વભાવી આત્મા છું.
અજીવનો સંબંધ કોણ કરે છે? જીવ અજીવના સંબંધમાં જાય છે તે ખોટી વાત છે. જીવ અજીવના સંબંધથી રહિત છે. જીવ સામાન્ય જ્ઞાયકભાવ અપરિણામી નિત્ય તત્ત્વ જે છે તે તો જ્ઞાનઘન પરમાત્મા છે. તે જ્ઞાનઘન પરમાત્માએ તો ભૂતકાળમાં એક સમયમાત્ર અજીવનો-કર્મનો સંબંધ કર્યો નથી. તેણે અજીવનું લક્ષય કર્યું નથી. એનું લક્ષ કરે તેવા પરિણામ જીવ સામાન્યમાં નથી માટે એ અજીવનું લક્ષ કરતો નથી.
તો અજીવનો સંબંધ કોણ કરે છે? આ જે સાત પર્યાયો છે જેને (ભગવાને) પદ્રવ્ય કહી છે તે અજીવનો સંબંધ કરે છે. પરદ્રવ્ય પરદ્રવ્યનો સંબંધ કરે છે. આસ્રવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk