________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હોવાને લીધે તેને ભાવાંતરો કહ્યાં છે.
આવો કારણ પરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે. અરે! મારું જે લક્ષણ છે તે તો પરમપરિણામિક ભાવે છે અને તે નિરપેક્ષ છે. આ ચાર ભાવો છે તે સાપેક્ષ છે. હું નિત્ય છું, આ ભાવો છે તે અનિત્ય છે. હું શુદ્ધ છું અને તે શુદ્ધાશુદ્ધ એવા સાપેક્ષ છે. શુદ્ધાશુદ્ધ તે ચારેય ભાવો સાપેક્ષ છે. હું તો ત્રિકાળ શુદ્ધ નિરપેક્ષ છું. એટલે મારા પરમપરિણામિક ભાવની સાથે મેળવવા જાઉં છું તો તે અણમળતા ભાવો છે. રાગાદિક ભાવતો આત્માની સાથે મળતા નથી તેની તો વાત હું કરતો જ નથી. કેમકે હું નિજ ભાવનાને અર્થે આ શાસ્ત્રની રચના કરું છું. મને આ ધર્મધ્યાનના જે પરિણામ પ્રગટ થયા છે, સંવર-નિર્જરાના પરિણામ પ્રગટ થયા છે તે મારા ભાવની સાથે અણમળતા ભાવ હોવાના કારણે તે હેય છે. તે ભાવો મારી સાથે મળતા આવતા નથી.
મારું લક્ષણ પરમપરિણામિકભાવ છે અને સંવર-નિર્જરાનું લક્ષણ ઉપશમ અને ક્ષયોપશમભાવ છે. જ્યારે મોક્ષનું લક્ષણ ક્ષાયિકભાવ છે. માટે તે અનેરાભાવો છે. મારા લક્ષણની સાથે તે પરિણામનું લક્ષણ મળતું આવતું નથી. માટે પરમપરિણામિક ભાવ જેનો એટલે મારો સ્વભાવ છે. જેનો એટલે આત્માનો, મારો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવોને અગોચર છે. તે ચાર ભાવોથી રહિત રહેલો છે.
ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણ પરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાયો વિનાનો છે.” હવે જે આત્મા આત્માને ઉપાદેય થયો છે તે આત્માનું શું સ્વરૂપ છે? જે ઉપાયભૂત તત્ત્વ ભૂતાર્થ સ્વભાવ છે તેનું સ્વરૂપ બતાવે છે. એ દ્રવ્યકર્મ વિનાનો છે તેમ કહે છે. દ્રવ્યકર્મનો અભાવ થાય છે તેમ ન કહ્યું, પરંતુ અનાદિ અનંત આઠ પ્રકારના દ્રવ્યકર્મથી તે રહિત છે-વિનાનો છે, અર્થાત્ આઠ કર્મથી સહિત નથી. હવે કહે છે-ભાવકર્મ એના વિનાનો એટલે તેનાથી પણ રહિત છે અનાદિ અનંત નોકર્મરૂપ ઉપાધિથી રહિત છે.
વિભાવરૂપ ગુણ પર્યાયો વિનાનો છે.”શું કહે છે! આઠ કર્મથી તો રહિત છે. ભાવકર્મ એટલે વિકારથી રહિત છે. હવે જે અવિકારી પરિણામ પ્રગટ થયા એ વિભાવરૂપ પર્યાયો વિનાનો છે. તેવો ભગવાન આત્મા ઉપાદેય છે. આ નાસ્તિથી વાત કરીને હવે આત્માના સ્વરૂપની અસ્તિથી વાત કરે છે.
તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમ પારિણામિકભાવ જેનો સ્વભાવ છે-એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અનાદિ અનંત શબ્દ છે તે કાળવાચક છે. અરૂપ શબ્દ મૂર્તનો નિષેધ કરે છે. ભગવાન આત્મા અનાદિ અનંત અતીન્દ્રિય સ્વભાવથી ભરેલો છે. અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે તો પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય હોવાથી હેય છે. હેય હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk