________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
- પ્રવચન :- ૨ ગાથા-૩૮ તેને છેદનાર કુહાડા સમાન છે. એટલે શુદ્ધાત્માનું અવલંબન લેતાં એ પાપ મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. અથવા તે મિથ્યાત્વના અભાવ સ્વભાવે રહેલો છે. બન્ને સાથે લેવા.
બધી લીટીમાં “જે” “જે ' શબ્દ આવે છે. પહેલી લીટીમાં “જે' પછી બીજી લીટીમાં “જે” અને પછી ત્રીજી લીટીમાં “જે આવ્યું ને? “ જે” એટલે શુદ્ધાત્મા. અત્યાર સુધી “જે” નો અર્થ કર્યો. “જે શુદ્ધજ્ઞાનનો અવતાર છે”, આ બધા આત્માની વાત ચાલે છે. નિગોદનો જીવ પણ આવો છે અને સિદ્ધનો આત્મા પણ આવો છે અને સાધકનો આત્મા પણ આવો છે, ભવ્યનો આત્માપણ આવો છે, અભવ્યોનો આત્મા પણ આવો છે. ભવીને અભવીના આત્મામાં કાંઈ ફરક નથી. આત્મા એટલે શુદ્ધાત્મા, જે શુદ્ધજ્ઞાનનો અવતાર છે એટલે કે જે શુદ્ધાત્મા છે તે શુદ્ધજ્ઞાનનો અવતાર છે, તે આત્મામાં એકલો જ્ઞાન અને આનંદ ભરેલો છે. અવતાર એટલે એમય છે. સુખમય, જ્ઞાનમય, આનંદમય એવો એનો અવતાર છે. અવતાર છે એટલે અવતરવું-જન્મવું એમ નહીં. શુદ્ધજ્ઞાનનો અવતાર છે તે આત્માનો સ્વભાવ છે.
જે સુખ સાગરનું પૂર છે”, અહીં જ્ઞાન અને સુખ બે ગુણો લીધા. જે જ્ઞાનનો અવતાર છે તેમાં જ્ઞાનગુણ અને સુખ સાગરનું પૂર તેમાં સુખગુણ લીધો. જેમ નદીમાં ઘોડાપૂર આવે છે તેમ અંદરમાં સુખ સાગરનો પ્રવાહ ચાલે છે. સુખનો પ્રવાહ ચાલે છે. કોઈ કૂવાના પાણીના જાણકાર હોય તેને જમીન ઉપર ચાલે અને ખબર પડે કે કયાં પાણીનો પ્રવાહ ચાલે છે. મારી બહુ નાની ઉંમરની વાત કરું છું-અનુભવેલી વાત કરું છું. કાન પાટા ઉપર રાખીએ તો ટ્રેન ઘણે દૂર હોય તો પણ તેને ખબર પડે છે. તેમ ભગવાન આત્મામાં અંદરમાં સુખનો પ્રવાહ પૂર ચાલે છે. સુખથી સભર-ભરેલો સમુદ્ર છે. જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું પૂર છે. તે સુખ સાગરનું પૂર છે.
જે કલેશદધિનો કિનારો છે તે સમયસાર (શુદ્ધાત્મા) જયવંત વર્તે છે.” કલેશદધિનો કિનારો છે અર્થાત્ સંસારરૂપી કલેશ આત્મામાં નથી. અત્યાર સુધી “જે' શબ્દ આવતો હતો હવે “તું” શબ્દ આવ્યો. અહીંયા સમયસાર એટલે શુદ્ધાત્મા. અહીંયા સમયસાર શાસ્ત્રની વાત નથી. સમયસાર એટલે શુદ્ધાત્મા ત્રિકાળ જયવંત વર્તે છે. ત્રણેય કાળ ભગવાન આત્મા જયવંત વર્તે છે. આત્મા છે, છે ને છે. જ્યારે શુદ્ધાત્માને પ્રતીતમાં લેશે, આત્માનો અનુભવ કરશે ત્યારે તેની દશામાંથી મિથ્યાત્વનો નાશ થઈ અને મોક્ષમાર્ગ પ્રગટશે. આત્મા જયવંત વર્તે છે. પર્યાય જયવંત વર્તે છે તેમ નહીં, કારણ કે પર્યાય નાશવાન છે તે જયવંત કયાંથી વર્તે ? એ ભાવો તો નાશવાન છે અને નાશવાન ભાવો થી ભગવાન આત્મા દૂર છે. દૂર એટલે રહિત છે. તે ભગવાન સમયમસાર શુદ્ધાત્મા જયવંત વર્તે છે. ૩૮ ગાથામાં જે ઉપાદેય તત્ત્વ બતાવ્યું તેનો આ કળશમાં સાર કહ્યો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk