________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
શુદ્ધ અંત:તત્ત્વ કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા) જયવંત વર્તે છે. ૫૪. તા. ૧૪/૫/'૭૯ પ્રવચન નં- ૨ સ્થળ- મુંબઈ ઝવેરી બજારમંદિર
શ્લોક - ૫૪: ઉપર પ્રવચન આ ૫૪ નંબરનો કળશ છે. “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે”, સર્વ તત્ત્વોમાં અહીં તત્ત્વોમાં તે બહુવચન કહ્યું છે. સર્વ તત્ત્વો એટલે કે જીવતત્ત્વ, અજીવતત્ત્વ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો જે ૩૮ ગાથામાં કહ્યા તે સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે તે ખરેખર ઉપાદેય નથી. હવે જે સાત તત્ત્વો છે તેને અહીં સંક્ષેપમાં “સર્વ તત્ત્વોમાં' એમ કહ્યું. સાતે તત્ત્વોમાં સામાન્ય જીવ સાર છે બાકી બધું અસાર છે.
શું કહ્યું? સાત તત્ત્વોમાં જે છુપાયેલી આત્મજ્યોતિ, શુદ્ધાત્મતત્ત્વ છે... તે સમયસાર એક જ સાર છે. સાર એટલે ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ગ્રહણ કરવા યોગ્ય છે અને બાકીના જે પર્યાયના ભાવો છે તે અસાર છે. અર્થાત્ ય છે. હેય છે એટલે ત્યાજ્ય છે, ત્યાજ્ય છે એટલે ઉપેક્ષા કરવા યોગ્ય છે. અર્થાત્ તે આશ્રય કરવા યોગ્ય નથી. સર્વ તત્ત્વોમાં એક શુદ્ધાત્મા સાર છે. સાર છે એટલે ઉપાદેય છે.
“જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે”, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય એ ચાર પ્રકારના જે ભાવો છે. પરિણામો છે તે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવો છે અને તેનાથી જીવ અર્થાત્ શુદ્ધાત્મા દૂર છે. એટલે રહિત છે-ભિન્ન છે.
હવે આમાં એક વિશેષ વાત કરે છે. ભગવાન આત્મા સાત પ્રકારની પર્યાયોથી તો દૂર છે, પરંતુ અગુસ્લઘુગુણની પર્યાય, અસ્તિત્વગુણની શુદ્ધ પર્યાય તે પણ નાશ પામવા યોગ્ય હોવાથી તે પરિણામથી ભગવાન આત્મા દૂર છે. દૂર છે એટલે ભિન્ન છે, ભિન્ન છે. એટલે રહિત છે.
જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે”, ભગવાન આત્માએ દુર્વાર કામને નષ્ટ કર્યો છે. કામ એટલે ઇચ્છા તેનો આત્મામાં અભાવ છે. નાશ કર્યો છે તેનો અર્થ એવો નથી કે ઇચ્છા છે અને પછી આત્મામાંથી કામ-ઇચ્છાને કાઢે છે તેમ નથી. કરવું અને ભોગવવું એવી જે ઇચ્છા એનાથી અભાવ સ્વભાવે રહેલો છે. આત્મા અપોક છે. અપોહક છે એટલે રાગાદિના અભાવ સ્વભાવે રહેલો છે તે આત્મા ઉપાદેય છે.
“જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે”, પુણ્ય ને પાપ એ બન્ને અધ્યાત્મમાં પાપના પરિણામ કહેવામાં આવે છે. પાપ શબ્દ પુણ્ય ને પાપ બન્ને લઈ લેવા. પુષ્ય ને પાપનો ભેદ ન કરવો. પાપને તો સૌ કોઈ પાપ કહે છે પરંતુ પુણને વિરલા અનુભવી આત્માઓ પાપ કહે છે. એ પાપરૂપી વૃક્ષ એટલે મિથ્યાત્વ રૂપી જે પાપ એવું જે વૃક્ષ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk