________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮
ર
તો તેને મિથ્યાત્વ કાયમ રહી જશે. તેને મિથ્યાત્વનો અનુભાગ ઘટશે પણ નહીં. “પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે ૫૨મ જિનયોગીશ્વર છે,” આહા... હા ! શું કહે છે ? પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર છે તે મર્યાદા બહાર જતો હતો તે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વ્યાપાર મર્યાદામાં આવી જાય છે. હવે તેને વારંવાર આત્માનો વિચાર આવે છે. હવે તેને ઇન્દ્રિયજ્ઞાનનો ફેલાવ રોકાય ગયો છે.
“દેહમાત્ર જેને પરિગ્રહ છે ” એટલે દેહનો સંયોગ છે પરંતુ દેહ ઉપર તેને મૂર્છા નથી. મૂર્છાને પરિગ્રહ કહેવાય છે. દેહ છે તે નિમિત્તરૂપે છે પણ તેની મૂર્છા નથી. દેહનો સદ્ભાવ દેખીને ઉપચારથી પરિગ્રહ કહેવામાં આવે છે.
“તે ૫૨મ જિનયોગીશ્વર છે,” આહા... હા ! આ કેવળીની વાત નથી. ૫૨મ જિનયોગીશ્વર એટલે યોગીમાં પણ જે ઉત્કૃષ્ટ છે... તેને યોગીશ્વર કહેવામાં આવે છે.
સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા ’ ખરેખર ઉપાદેય છે. જુઓ, અહીં પરદ્રવ્યની સામે સ્વદ્રવ્ય લીધું. પરિણામમાત્ર પરદ્રવ્ય છે અને ત્રિકાળ સામાન્ય શુદ્ધાત્મા જે શાયકભાવ છે તે સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તેવા સાધક આત્માને આત્મા ઉપાદેય છે. જે પદ્રવ્યોથી પરાભુખ છે અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ આત્મા ઉ૫૨ ચોંટી ગઈ છે અર્થાત્ હવે ઉખડતી નથી. શ્રદ્ધા એવી ચોંટી ગઈ છે કે તે હવે ખસતી નથી. આહા... હા ! અભેદનયથી જોવામાં આવે તો શ્રદ્ધાને શ્રદ્ધા નો વિષય જાણે એક હોય તેમ લાગે છે, છતાં પણ શ્રદ્ધાને શ્રદ્ધાનો વિષય એક થતા નથી.
“જેની તીક્ષ્ણ બુદ્ધિ છે,” પહેલાં તો સ્થૂળ બુદ્ધિ હતી. પરિણામ પ્રત્યે જેની ઉપાદેય બુદ્ધિ હતી તે તો સ્થૂળ બુદ્ધિવાળા અજ્ઞાની જીવો હતા. આતો જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા સાધક આત્માને ખરેખર આત્મા ઉપાદેય છે, સાત તત્ત્વો ઉપાદેય નથી.
સામાન્ય શુદ્ધાત્મા છે તે સાત તત્ત્વોથી રહિત છે. સાત તત્ત્વોથી રહિત છે એટલું ન લખ્યું... પરંતુ આગળ લખ્યું કે તે હૈય છે. સામાન્યમાં વિશેષનો ત્રણેકાળ અભાવ છે. એ સામાન્યનું વિશેષ હોવા છતાં તે વિશેષ ઉપાદેય નથી... પરંતુ હેય છે. પરિણામ આત્મદ્રવ્યથી ભિન્ન છે એટલું નહીં... પણ આગળ કહે છે-ભિન્ન હોવાને કારણે તે હૈય છે, ઉપેક્ષા કરવા યોગ્ય છે.
“ એવા આત્માને ‘આત્મા ’ ખરેખર ઉપાદેય છે.” તેમાં શું કહે છે? આત્મા એટલે શુદ્ધઆત્મતત્ત્વ અનાદિ અનંત જે સ્વદ્રવ્ય છે, જે દૃષ્ટિનો વિષય છે, જે ભૂતાર્થ સ્વભાવ છે તે આત્મા છે. ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એવો જે ત્રિકાળી સામાન્ય એકરૂપ ચિદાનંદ આત્મા નિત્ય નિરાવરણ અખંડ જ્યોતિ છે... તે મારો આત્મા ખરેખર મને ઉપાદેય છે. એવા આત્માને એટલે આત્મ સન્મુખ થયેલા પરિણામને ઉપચારથી આત્મા કહી, અને તે આત્માને ત્રિકાળી આત્મા ઉપાદેય છે તેમ કહેવા માગે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk