________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ બંધ તે પરદ્રવ્યો છે. એ અજીવનો સંબંધ કરીને ઉભા થયેલા ભાવો છે. માટે તે કર્મજનિત ભાવો છે, એ ભાવો આત્મજનિત નથી. કેમકે સ્વદ્રવ્ય પરદ્રવ્યની ઉત્પત્તિ કરી શકે નહીં.
અહીંયા પરદ્રવ્ય કોને કહ્યું છે? આસ્રવ અને બંધના જે પરિણામ છે તેને પરદ્રવ્ય કહ્યું છે. એ પરદ્રવ્યનો જનક હું નથી.
હવે જે પરિણામ અજીવનો સંબંધ કરતા હતા તે પરિણામ અજીવનો સંબંધ છોડ છે. જે સંબંધ કરે તે છોડે. મેં કોઈ દિવસ અજીવનો સંબંધ કર્યો નથી તેથી મારે અજીવનો સંબંધ છોડવાનો નથી. આહા... હા ! એ એજન્ડા ઉપર વાત જ નથી.
અહીં કહે છે-અજીવનો સંબંધ કરનારા જે પરિણામ છે તે હવે થાકીને અજીવનું લક્ષ છોડે છે. એ પરિણામ થાકીને હવે મારું લક્ષ કરે છે. પરિણામ મારું ધ્યાન કરે છે.... હું મારું ધ્યાન કરતો નથી. પરિણામ થાકીને-દુઃખી થઈ ને હવે ધ્યાન બદલે છે. પરિણામ દુ:ખી થાય છે ત્યારે તે પરિણામ અજીવનો સંબંધ છોડે છે. તે પરિણામને જ્યાં સુધી અજીવના સંબંધથી સુખ ભાસે છે ત્યાં સુધી પરિણામ પણ અજીવનો સંગ છોડતા નથી.
શું કહ્યું? જે પરિણામ અજીવનો સંબંધ કરે છે, વળી જે પરિણામમાં સુખ ભાસે છે. તે પરિણામ અજીવનો સંબંધ અને અજીવનું લક્ષ છોડશે નહીં. પરંતુ જે પરિણામને અજીવના સંબંધથી આકુળતા ઉત્પન્ન થાય અને એ પરિણામમાં આકુળતા વેદાવાનું પણ જ્યારે તેને દુઃખ લાગે ત્યારે તે પરિણામ અજીવનો સંબંધ છોડે છે. અને મારું ધ્યાન કરે છે.
કોણ કરે છે મારું ધ્યાન? મારું ધ્યાન પરિણામ કરે છે. મારું ધ્યાન કરનારો પરિણામનો સાધકભાવ છે તે પરદ્રવ્ય છે, તે સાધકભાવ જીવમાં નથી. સંવર, નિર્જરા તત્ત્વ પરદ્રવ્ય હોવાના કારણે એ પણ મારું સ્વરૂપ નથી. સંવર, નિર્જરાના પરિણામ પદ્રવ્ય હોવાથી તે મને ય છે. અર્થાત્ ઉપાદેય નથી. શું કહ્યું? આહા... હા ! આ એકલો દૃષ્ટિનો વિષય છે હોં ! આ શાસ્ત્રમાં એકલો માલ ભર્યો છે.. કેમકે નિજ ભાવનાને અર્થે છે ને!? તેમાં પણ એક શુદ્ધભાવઅધિકાર ઊંચામાં ઊંચો અને બીજો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે.
શુદ્ધભાવ અધિકાર ઊંચો હોવા છતાં ટીકાકારને ક્યાંય પાંચ રત્ન લખવાનો ભાવ ન આવ્યો, પરંતુ પરમાર્થ પ્રતિક્રમણ લખતાં શરૂઆતમાં પાંચ ગાથા જે કુંદકુંદભગવાને લખી છે તેની ટીકા કરતાં ટીકાકાર મથાળું બાંધે છે હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. એ પંચરત્નની ગાથામાં ભગવાન આત્મા જે દૃષ્ટિનો વિષય છે જેને સામાન્યજીવ કહ્યો છે તે શુદ્ધાત્માની વાત છે.
એ.. સામાન્ય શુદ્ધાત્મ તત્ત્વ પરિણામનો કર્તા નથી, પરિણામનું કારણ નથી, તે પરિણામને કરાવતો નથી. (બીજો ) પરિણામને કરે એમ મારા જ્ઞાનમાં જણાય જાય છે.. કે-આ પદાર્થ આ પરિણામને કરે છે. તેને હું અનુમોદન આપતો નથી. ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk