________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
re
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્તિ અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ- પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છેએવો કારણપરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ- આસન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.
તા. ૧૩/૫/૭૯ પ્રવચન નં- ૧ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
ગાથા - ૩૮: ઉપર પ્રવચન દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને અતિ સૂક્ષ્મ છે. એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. કોઈ મહાભાગ્ય જોગે જીવના હાથમાં દ્રવ્યાનુયોગ આવે છે. દ્રવ્યાનુયોગ સાંભળવાનું મહાભાગ્ય હોય ત્યારે તેમના કાને આ વાત પડે છે. દ્રવ્યાનુયોગ શાસ્ત્રોમાં પણ સમયસાર આદિ ઘણાં શાસ્ત્રો છે. એ દ્રવ્યાનુયોગમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ નિયમસાર શાસ્ત્ર છે. નિયમસારને સમયસાર કરતાં પણ ઉત્કૃષ્ટ કેમ કહ્યું? પદ્મપ્રભમલધારિદેવ ટીકા કરતાં પહેલાં ૪ નંબરના શ્લોકમાં કહે છે- નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્યવૃત્તિ ટીકા હું કહીશ
આહા....! અમુક અપેક્ષાએ જોવામાં આવે તો સમયસાર શાસ્ત્ર કરતાં પણ આ શાસ્ત્ર ઊંચુ છે. પરંતુ તેનો જેટલા પ્રમાણમાં દિગમ્બર સમાજમાં પ્રચાર હોવો જોઈએ તેટલા પ્રમાણમાં આ શાસ્ત્રનો પ્રચાર નથી. આ વાત ૬૦-૭૦ વરસ પહેલાંની છે. આ વાતનો ઉલ્લેખ આપણા પંડિતરત્ન પણ કર્યો છે. [“શ્રી કુંદકુંદાચાર્યનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રત્નો બહુજ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કંઈ અંશોમાં તેમનાથી પણ અધિક જે નિયમસાર રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી.”]
એ પ્રશ્ન છે ને કે સમયસાર અને નિયમસાર તે બે શાસ્ત્રમાં નિયમસાર ઉત્કૃષ્ટ કેમ છે? આચાર્ય મહારાજે જ્યારે સમયસાર શાસ્ત્રની રચના કરી તે અનાદિ અપ્રતિબુદ્ધ જીવને સમજાવવાને અર્થે કરી. આમાં સ્વલક્ષની સાથે થોડું પરલક્ષરૂપ વિકલ્પ લખવાના કાળે આવતો હતો. પરંતુ આ નિયમસાર શાસ્ત્ર લખ્યું ત્યારે તેમની ઉત્કૃષ્ટ ભૂમિકાનો કાળ હતો. ૧૮૭ નંબરની અંતિમ ગાથામાં કહે છે-નિજ ભાવનાના અર્થે આ હું નિયમસાર શાસ્ત્રની રચના કરું છું. સમયસારમાં તો પરને સમજાવવાની અપેક્ષા હતી. જ્યારે નિયમસારની રચના વખતે પરને સમજાવવાનો કાળ અમારો ઓસરી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk