________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ ગયો છે. હવે તો અમે અમારા નિજ ભાવનાને અર્થે આ નિયમસાર શાસ્ત્રની રચના કરીએ છીએ. આજથી ર000 વર્ષ પહેલાં એમણે એના પોતાના શબ્દોમાં લખ્યું છે.
“નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.” ૧૮૭ નિજ ભાવના નિમિત્તે લખ્યું છે, અપ્રતિબુદ્ધના નિમિત્તે રચના નથી થઈ. અર્થાત્ નિયમસાર રચાવામાં અપ્રતિબુદ્ધ જીવોનું નિમિત્તપણું નથી. “આ નિયમસાર શાસ્ત્રની હું રચના કરું છું તે નિજ ભાવના નિમિત્તે શાસ્ત્ર રચું છું.
આ શાસ્ત્રના ટીકાકાર મુનિરાજ કહે છે કે સેંકડો પરમ અધ્યાત્મ શાસ્ત્રમાં કુશળ એવા કુંદકુંદભગવાન થયા, તેઓ કહે છે-નિજ ભાવના નિમિત્તે અને અશુભવંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કરીશ. શુભ અને અશુભ બન્ને ભાવો અશુભ જ છે.
આહા... હા ! શુકલધ્યાનનું કારણ થાય એવું આ શાસ્ત્ર છે. શુકલ ધ્યાનનું કારણ એવું ધર્મધ્યાન સંયમધારી મુનિઓને હોય છે. તે ધર્મધ્યાનવાળા જીવોને શુકલધ્યાન થાય છે. એ શુકલધ્યાનનું કારણ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શનનો વિષય એકલો શુદ્ધાત્મા છે.
એ શુદ્ધાત્માને આ શુદ્ધભાવ અધિકારમાં એકલો, નિર્ભેળ, શુદ્ધાત્મા બતાવ્યો છે. નિજ ભાવનાને અર્થે શાસ્ત્ર છે ને! તેથી હું કેવો છું તેની ભાવના ભાવે છે. હું કોણ છું? કેવો છું? અને કેવડો છું? મારામાં શું છે? અને મારામાં શું નથી ? તેવા અસ્તિ-નાસ્તિ અનેકાન્ત દ્વારા આખો શુદ્ધભાવ અધિકાર સમજાવે છે. તેમાં આ ૩૮ ગાથા છે.
આહ.. હા ! આ ચાર પ્રકારના જે ભાવો ઉત્પન્ન થાય છે તે કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. એને ઉત્પન્ન કરનાર હું નથી. રાગ-દ્વેષ આદિ જે ઉદયભાવ વિભાવભાવ તેનો ઉત્પાદ્ધ અર્થાત્ જનક હું નથી. સમ્યગ્દર્શનની અપેક્ષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે ત્રણભાવ સાધકને હોય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન સાધકને હોય, અથવા ઉપશમ, ક્ષયોપશમ ભાવ હોય છે. જ્યારે ક્ષાયિકભાવ પરમાત્માને ઉત્પન્ન થાય છે. એ ચાર પ્રકારના વિકારી કે અવિકારી પરિણામો જે કર્મથી ઉત્પન્ન થાય છે તેમ હરિગીતમાં લખેલું છે. તે મારા સ્વભાવ ભાવો નથી, હું તો એક ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા છું અને એ જ મને ઉપાદેય છે. પોતાની વાત કરે છે કે મને મારો એક આત્મા જ ઉપાદેય છે.
તે આત્મા કેવો છે? કર્મથી ઉત્પન્ન થયેલા ચાર ભાવોથી રહિત છે. તેને હું નિત્ય ભાવું છું. તેને હું નિત્ય નમું છું. હું તેનું જ નિરંતર ધ્યાન કરું છું.
પ્રશ્ન- મોક્ષ શાસ્ત્રમાં તો ઉદયભાવને સ્વતત્ત્વ કહ્યું છે ને?
ઉત્તર:- અહીં તેને પર તત્ત્વ કહ્યું છે. કોઈ અપેક્ષાએ સંવર-નિર્જરાને પણ સ્વતત્ત્વ કહેવાય અને આગમ પ્રમાણથી રાગને પણ સ્વતત્ત્વ કહેવાય. તે વિષય બીજો છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk