________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXI
શુદ્ધ અંત:તત્ત્વ છે કેવો આત્મા ઉપાદેય છે? તે પ્રકાશનાર પૂ. ભાઈશ્રી:
પ્રમાણજ્ઞાનનો વિષય જે સામાન્ય વિશેષાત્મક આત્મા તે ઉપાદેય નથી. જે પ્રમાણજ્ઞાનનો વિષય છે તે શ્રદ્ધાનો વિષય નથી. માટે પ્રમાણજ્ઞાનનો વિષયભૂત આત્મા તે આશ્રય કરવા યોગ્ય નથી. જે ઉપાદેય તત્ત્વ છે તે ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. જે પરિણામ દ્રવ્યને વિષય કરે છે તે પરિણામ દ્રવ્યમાં નથી. પરિણામે પરિણમતો હોવા છતાં જે પરિણામથી રહિત આત્મા છે તે ઉપાદેય છે. પરિણામ તો ઉપાદેય નથી પરંતુ પરિણામી દ્રવ્ય પણ ઉપાદેય નથી. જે પરિણમતો જ નથી અપરિણામી છે તે ઉપાદેય આત્મા છે. જે નિરપેક્ષ ધ્યેયને જોવા માટે ઉધમી થયો છે તેને સાપેક્ષ દ્રવ્ય યાદ આવતું નથી.
આહાહા ! જીવતત્ત્વને પરિણામ જ ન હોય. સર્વજ્ઞ ભગવાન કહે છે કે જે પરમાર્થભૂત જીવતત્ત્વ છે તે અમોને પરિણામ સહિત દેખાતો જ નથી. કોઈ જીવ પરિણામ સાપેક્ષ જણાતો જ નથી. કેમ જણાતો નથી? જીવને પરિણામ નથી માટે પરિણામથી સાપેક્ષ જણાતો નથી. ઉપાદેયતત્ત્વમાં પરિણામ હોય અને સર્વજ્ઞને ન જણાય તેમ બને જ નહીં. સંતો કહે છે-આત્મા અસંખ્યાત પ્રદેશી છે તેનો ખૂણે ખૂણો તપાસી ને જોયો અમને કયાંય પરિણામ દેખાણા નહીં. જેમ અભેદમાં ભેદ ન હોય, અકર્તાને કર્મ ન હોય, ધ્રુવ જ્ઞાતાને વ્યવહાર શેય ન હોય, સામાન્યમાં વિશેષ ન હોય તેમ અપરિણામીને પરિણામ ન હોય. દ્રવ્યમાં પર્યાય ન હોય. ધ્રુવમાં ઉત્પાદું વ્યય ન હોય. જેમ સાપેક્ષને નિરપેક્ષની અપેક્ષા ન હોય તેમ ધ્યેયતત્ત્વમાં ધ્યાનાવલી ન હોય.
માટે પરિણામ સાપેક્ષ દ્રવ્ય છે તે જાણવાનો વિષય છે પણ તે આદરવાનો વિષય નથી. કેમકે પરિણામી દ્રવ્ય સમયે સમયે પલટે છે અને તેને વિષય બનાવશો તો તમારું ધ્યાન પણ પલટશે. તમારી શ્રદ્ધા એકાગ્ર નહીં થાય. માટે ઉત્પાદ વ્યયથી રહિત આત્મા છે તે દૃષ્ટિનો વિષય છે. જ્યારે દ્રવ્યને પરિણામથી રહિત જોશો ત્યારે દષ્ટિમાં સાચો આત્મા આવશે. પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય કેમ નથી? તે બતાવનાર પૂ. ભાઈશ્રી:
પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય કેમ નથી તેવો પ્રશ્ન થઈ શકે છે. પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય એટલે નથી કે દ્રવ્યની સાથે તમે પર્યાયને ભેળવી દીધી. તો કઈ પર્યાય દ્રવ્યનું ધ્યાન કરશે! પર્યાયને દ્રવ્યમાં ભેળવી દીધી તેથી તે તો દ્રવ્ય થઈ ગઈ. દ્રવ્યથી ભિન્ન સત્ હોય તે દ્રવ્યનું ધ્યાન કરે ને? ધ્યાન કરનારી તો પર્યાય છે ને ! તે પર્યાયને દ્રવ્યમાં સામેલ કરી દીધી તો તમે ધ્યાનની પર્યાયનો જ નાશ કર્યો. તો દ્રવ્યનું ધ્યાન કોણ કરશે ? ધ્યાનની પર્યાયને ધ્રુવમાં મેળવી દીધી માટે ધ્યેયનો પણ દૃષ્ટિમાંથી નાશ થયો.
મારે દ્રવ્યનું ધ્યાન કરવું છે. પરંતુ તમે પર્યાયને તો દ્રવ્યની સાથે મેળવી દીધી. જો તમે પર્યાયને જુદી રાખો તો તે ધ્યાન કરે ! વિષય અને વિષયી તે બે સત્ ભિન્ન ન રહ્યાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk